સાળી, ભાભી અને વહૂ સાથે પડદા પર રોમાંસ કરી ચુક્યા છે આ 8 અભિનેતા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ફિલ્મોની ચમકતી દુનિયામાં ઘણી વખત એવી કપલ પણ જોવા મળે છે જેનો રિયલ લાઈફમાં ખૂબ જ ઉંડો સંબંધ હોય છે. આજે અમે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પડદા પર પોતાના જેઠ, જીજું અને દેવર સાથે રોમાંસ કર્યો છે. તો ચાલો આવી અભિનેત્રીઓ વિશે વિગતવાર જાણીએ.

અનિલ કપૂર અને શ્રીદેવી: અનિલ કપૂર અને શ્રીદેવીની જોડી હિન્દી સિનેમાની પ્રખ્યાત જોડી રહી છે. બંને દિગ્ગજોએ એક સાથે એક-બે નહીં પરંતુ 14 ફિલ્મોમાં રોમાંસ કર્યો હતો. બંનેની ફિલ્મો ચાહકોને ખૂબ પસંદ આવી છે. જણાવી દઈએ કે શ્રીદેવીના લગ્ન અનિલ કપૂરના મોટા ભાઈ બોની સાથે થયા હતા. શ્રીદેવી અને અનિલ વચ્ચે દેવર-ભાભીનો સંબંધ હતો.

રાની મુખર્જી અને અજય દેવગણ: રાની મુખર્જી અને અજય દેવગણ બંને હિન્દી સિનેમાના જાણીતા કલાકારો છે. રિલેશનશિપમાં રાની મુખર્જી અજય દેવગણની સાળી છે. રાની અભિનેત્રી કાજોલની કઝીન છે. તમને જણાવી દઈએ કે અજય અને રાનીએ ‘ચોરી-ચોરી’ અને ‘એલઓસી’ જેવી ફિલ્મોમાં રોમાંસ કર્યો છે.

રાની મુખર્જી અને ઉદય ચોપડા: રાની મુખર્જીએ તેના દેવર ઉદય ચોપરા સાથે પણ રોમાંસ કર્યો છે. અભિનેતા ઉદય ચોપડા રાનીના પતિ આદિત્ય ચોપડાના નાના ભાઈ છે. રાની અને આદિત્યએ ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોગે’ માં નો રોમાંસ કર્યો હતો.

મલાઈકા અરોરા અને સલમાન ખાન: બોલિવૂડની ફિટ અને સુંદર અભિનેત્રી મલાઇકા અરોરાએ વર્ષ 1998 માં અભિનેતા સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2017 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. મલાઈકાએ તેના જેઠ સલમાન સાથે ફિલ્મ દબંગ અને દબંગ 2 માં કામ કર્યું છે.

કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન: 90 ના દાયકાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂરે તેના જિજુ સૈફ અલી ખાન સાથે રોમાંસ કર્યો છે. બંનેનો રોમાંસ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માં ચાહકોને જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂરની નાની બહેન છે.

રાજેશ ખન્ના અને સિમ્પલ કાપડિયા: દિવંગત અભિનેતા રાજેશ ખન્નાને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્નાની પત્ની રહેલી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની બહેન સિમ્પલ કાપડિયાને દિલ્મ ‘અનુરોધ’ દ્વારા રાજેશ ખન્ના એ જ લોન્ચ કરી હતી અને ફિલ્મમાં રાજેશ ખન્ના જ સિંપલ ના હિરો હતા. પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી.

મધુબાલા અને અશોક કુમાર: મધુબાલા ભૂતકાળની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રી રહી છે. મધુબાલાના લગ્ન હિન્દી સિનેમાના દિગ્ગજ સિંગર અને અભિનેતા કિશોર કુમાર સાથે થયા હતા. કિશોર કુમારના મોટા ભાઈ અશોક કુમાર સાથે મધુબાલાએ ‘મહેલ’ અને ‘હાવડા બ્રિજ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

નીતુ કપૂર અને રણધીર કપૂર: જાણીતી અભિનેત્રી નીતુ કપૂર અને અભિનેતા રણધીર કપૂર વચ્ચે જેઠ વહૂનો સંબંધ છે. નીતુ કપૂરના લગ્ન વર્ષ 1980 માં રણધીરના નાના ભાઈ દિગ્ગઝ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથે થયા હતાં. રણધીર અને નીતુએ પડદા પર ‘રીક્ષાવાલા’, ‘હિરાલાલ પન્નાલાલ’, ‘ઢોંગી’ અને અન્ય ઘણી ફિલ્મોમાં રોમાંસ કર્યો છે.