‘કભી ખુશી કભી ગમ’ માં નાના રિતિક રોશનનું પાત્ર નિભાવનાર લાડૂ હવે થઈ ગયો છે મોટો, જુવો તેનો લેટેસ્ટ લુક

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા લોકો બાળ કલાકારો તરીકે ફિલ્મોથી શરૂઆત કરે છે. બાળપણમાં જ તે ઘણા પ્રખ્યાત બની જાય છે, ચહેરા દ્વારા તે ઓળખાવા લાગે છે, પરંતુ જો તે જ બાળ કલાકાર બાળપણમાં મોટા પડદા પર આવ્યા પછી ફિલ્મોમાં જોવા ન મળે તો તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે. આજે અમે આવા જ એક બાળ કલાકારની વાત કરી રહ્યા છીએ. તમને કદાચ યાદ જ હશે કે 2001 માં આવેલી ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મએ તેના નામે ઘણા રેકોર્ડ કર્યા હતા. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક રોશન, જયા બચ્ચન, કરીના કપૂર ખાન અને કાજોલે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હતી. આટલું જ નહીં આ ફિલ્મમાં ઘણા બાળ કલાકારો પણ જોવા મળ્યાં હતાં. આજે અમે તમને રિતિક રોશનના બાળપણનું પાત્ર નિભાવનારા ‘લડ્ડુ’ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શું તમે જાણો છો કે ફિલ્મમાં રોહન (લાડુ) નું પાત્ર નિભાવનાર ગોલુ મોલુ બાળ કલાકાર ઘણો બદલાઈ ગયો છે. આ પાત્ર નિભાવનાર કલાકારનું નામ કવિશ મજુમદાર છે. આ ફિલ્મ રિલીઝ થયાને 19 વર્ષ જેટલિ લાંબો સમય થઈ ગયો છે અને આ દરમિયાન કવિશ ઘણો બદલાઇ ગયો છે. તેને જોઈને ઓળખવો ખૂબ મુશ્કેલ છે.

તમે જાણો છો, શાહરૂખ ખાન આખી ફિલ્મ દરમિયાન તેની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. ફિલ્મમાં લડ્ડુ અને કરીના કપૂરના બાળપણના પાત્ર પૂજા વચ્ચેની ખાટા મીઠી લડાઈ પણ બધાના દિલ જીતી લેવામાં સફળ રહી હતી. શું તમે જાણો છો કે ઘણા લોકોને ઘણા વર્ષો સુધી લાગ્યું હતું કે લાડુનું પાત્ર નિભાવનાર બીજું કોઈ નહિં પણ તન્મય ભટ્ટ છે. બંનેના લુકને કમ્પેર કરવામાં આવતા હતા. ઘણા વર્ષો પછી આ કંફ્યૂઝન દૂર થયું કે બંને અલગ છે.

ખરેખર ‘કભી ખુશી કભી ગમ’ માં રોહનના પાત્રથી કવીશ મઝૂમદારને ઘણો પ્રેમ મળ્યો હતો. બધાને લાગ્યું હતું કે આવનારા સમયમાં ઘણી ફિલ્મો તે જોવા મળશે, પરંતુ તે ઘણા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીથી ગાયબ રહ્યો છે. બાળ કલાકાર તરીકે તેણે બીજી કોઈ ફિલ્મમાં કામ કર્યું ન હતું. થોડા વર્ષો પહેલા કવિશ વરૂણ ધવનની ફિલ્મ ‘મેં તેરા હીરો’ માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત કવિશ રિતેશ દેશમુખ સાથે ફિલ્મ બેંકચોરમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ તે લગભગ ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ઇમરાન ખાન અને શ્રુતિ હસનની ફિલ્મ ‘લક’માં સોહમ શાહ સાથે કવિશે આસિસ્ટંટ ડિરેક્તર તરીકે પણ કામ કર્યું હતું. કવિશ ‘ગોરી તેરે પ્યાર મેં’ સાથે પણ જોડાયેલ હતો. વર્ષોથી કવિશનો લુક પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. કવિશ હવે હેંડસમ દેખાવા લાગ્યો છે અને બધા માટે ફિટનેશની મિશાઈલ બની ગયો છે. કવિશ ઘણો બદલાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.