મોટા મોટા ઝૂમર, બારીમાંથી અરબસાગર નો નજારો, અંદરથી કંઈક આવું છે રોહિત શર્માનું ઘર, જુવો તેમના ઘરની અંદરની તસવીરો

રમત-જગત

એક મોટા અને લક્ઝરી ઘરમાં રહેવાનું સ્વપ્ન દરેકનું હોય છે. જો કે આજકાલ સંપત્તિના ભાવ એટલા વધી ગયા છે કે એક મોટું ઘર ખરીદવું એ સામાન્ય લોકોના બસની વાત નથી. જો કે મોટા-મોટા સેલિબ્રિટીઝ માટે એક લક્ઝુરિયસ ઘર ખરીદવું એ બાળકોની રમત હોય છે. પછી તે બોલિવૂડ સ્ટાર હોય કે ક્રિકેટર, બંને ખૂબ પૈસા કમાય છે. આવી સ્થિતિમાં તે પોતાની સુખ-સુવિધાઓ અને લક્ઝરી ચીજો પર પણ ખૂબ ખર્ચ કરે છે. હવે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માને જ લઈ લો.

પરિવાર સાથે આ ઘરમાં રહે છે રોહિત: રોહિત શર્મા આજે ક્રિકેટની દુનિયામાં મોટું નામ બની ચુક્યા છે. તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઘણા મોટા-મોટા રેકોર્ડ બનાવ્યા છે. જોકે રોહિત પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રોહિતે વર્ષ 2015 માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક ક્યૂટ પુત્રી પણ છે જેનું નામ સમાયરા શર્મા છે.

અંદરથી છે ખૂબ જ સુંદર: રોહિત પોતાના પરિવાર સાથે એક લક્ઝરી બંગલામાં રહે છે. જ્યારે તમે તેના વૈભવી ઘરની તસવીરો જોશો, તો તમારી આંખો પણ ખુલ્લી જ રહી જશે. રોહિતનું ઘર અંદરથી ખૂબ જ સુંદર છે. ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ મનને ખૂબ શાંતિ મળે છે. એવું લાગે છે કે આ ઘરમાં જ વધુમાં વધુ સમય પસાર કરવો જોઈએ.

6,000 ચોરસ ફૂટમાં બનેલું છે ઘર: રોહિત શર્માનું ઘર 6,000 ચોરસ ફૂટમાં બનેલું છે. આ ઘરમાં સુખ-સુવિધાઓ અને લક્ઝરી ચીજોની કોઈ કમી નથી. ખાસ કરીને રોહિતનો બેડરૂમ જોવામાં ખૂબ જ સુંદર છે. આ બેડરૂમમાં રોહિત પોતાની પત્ની રિતિકા સાથે સારો સમય પસાર કરે છે.

30 કરોડમાં ખરીદ્યું હતું ઘર: રોહિત શર્માના ઘરની કિંમત કરોડોમાં છે. તેમણે વર્ષ 2015 માં આ ઘર 30 કરોડ રૂપિયા ચૂકવીને ખરીદ્યું હતું. હવે વર્તમાનમાં આ ઘરની કિંમત કેટલી હશે તમે અંદાજ લગાવી શકો છો. રોહિતે આ ઘર તેની સગાઈ પછી ખરીદ્યું હતું. તે લગ્ન પછી પત્ની સાથે સારી રીતે રહેવા ઈચ્છતા હતા. તેમના આ ઘરમાં 4 કિંગ સાઇઝના બેડરૂમ, હોલ અને કિચન છે.

બાલકનીમાંથી દેખાય છે અરબ સાગર: મુંબઈના વર્લીમાં રોહિતનો એક ખૂબ જ લક્ઝરી એપાર્ટમેન્ટ છે. આ ઘર વરલીમાં આહુજા એપાર્ટમેન્ટના 29 મા માળ પર છે. આ ઘરની બાલ્કનીમાંથી અરબસાગરનો સુંદર નજારો દેખાય છે. રોહિતે પોતાના ઘરની નેમ પ્લેટ પર પોતાની સાથે પત્ની રિતિકા અને પુત્રી સમાયરાનું નામ પણ લખાવી રાખ્યું છે.

ઘરમાં છે મોટા-મોટા ઝૂમર: રોહિતના ઘરમાં મોટા-મોટા ઝુમ્મર છે જે તેના ઘરની સુંદરતામાં વધારો કરે છે. તેમના રૂમમાં કાચની મોટી બારીઓ છે, જ્યાંથી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. આ વાતમાં કોઈ શંકા નથી કે રોહિતનું ઘર દેખાવમાં ખૂબ સુંદર છે. જોકે તમને આ ઘર કેવું લાગ્યું, અમને કમેંટ કરીને જણાવો.