રોહિત શર્મા છે મોંઘી કારોના ખૂબ જ શોખીન, જાણો ‘હિટમેનન’ ના કાર કલેક્શનમાં કઈ કઈ કાર શામેલ છે.

રમત-જગત

ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલા રોહિત શર્મા મેદાનની બહાર મોંઘી કારના મોટા શોખીન છે. તેઓ તેમના પરિવાર સાથે સાદું જીવન જીવવાના આદતી છે. તેમના કાર કલેક્શનમાં લગભગ 7 કરોડ રૂપિયાની કાર શામેલ છે.

હાલમાં જ રોહિત શર્માએ પોતાના કાર કલેક્શનમાં સૌથી મોંઘી કાર શામેલ કરી છે. રિપોર્ટ મુજબ રોહિતે નવી લેમ્બોર્ગિની ઉરુસ ખરીદી છે. જેની કિંમત 3.10 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ રોહિતના કાર કલેક્શનમાં સૌથી મોંઘી કાર છે.

ખાસ વાત એ છે કે રોહિત શર્માની આ નવી લેમ્બોર્ગિની ઉરુસ નો કલર ટીમ ઈન્ડિયાના ટી-શર્ટ સાથે મેચ થતો બ્લૂ જ છે. રોહિત શર્માએ પોતાની આ નવી કારમાં કેટલાક નવા ફીચર્સ પણ એડ કરાવ્યા, જે તેમની પસંદના છે.

રોહિત શર્માના કાર કલેક્શનમાં લેમ્બોર્ગિની ઉરુસ ઉપરાંત, BMW M5 (ફોર્મ્યુલા વન વર્ઝન) અને મર્સિડીઝ GLS 350d પણ શામેલ છે. BMWની કિંમત 1.55 કરોડ રૂપિયા અને મર્સિડીઝની કિંમત 1.05 કરોડ રૂપિયા છે.

આ ત્રણ કાર ઉપરાંત રોહિત શર્મા પાસે BMW X3, ટોયોટા ફોર્ચ્યૂનર અને સ્કોડા લોરા પણ છે. BMW X3ની કિંમત 56.50 લાખ રૂપિયા છે.

રોહિતના કાર કલેક્શનમાં શામેલ ટોયોટાની કિંમત 35.15 કરોડ અને સ્કોડા લૌરાની કિંમત 12.92 કરોડ રૂપિયા છે. આ રીતે, રોહિતના કલેક્શનમાં શામેલ ટોપ-6 કારની કુલ કિંમત 6.74 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમના કાર કલેક્શનમાં ઓડી સહિત કેટલીક અન્ય કાર પણ છે.

હાલના સમયમાં રોહિત શર્માની કુલ સંપત્તિ 200 કરોડ રૂપિયાથી વધુ છે. ગયા વર્ષે એટલે કે 2022 સુધી રોહિતની કુલ સંપત્તિ 160 કરોડ રૂપિયાથી વધુ હતી. રોહિતને IPL ટીમ મુંબઈ ફ્રેન્ચાઈઝીએ 16 કરોડ રૂપિયામાં રિટેન પણ કર્યો છે.

મુંબઈના વરલીમાં રોહિત શર્મા પાસે લક્ઝરી ફ્લેટ પણ છે. આ ફ્લેટ આહુજા ટાવર બિલ્ડિંગના 29મા માળે છે, જેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે. આ ફ્લેટમાંથી 270 ડિગ્રી એંગલથી અરબી સમુદ્ર દેખાય છે. આ ફ્લેટ 6 હજાર ચોરસ ફૂટમાં છે.