પોતાના સાળાના લગ્નમાં રોહિત શર્મા એ કર્યો હતો ખૂબ જ ડાંસ, જુવો તેમનો આ વીડિયો

રમત-જગત

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાના ભાગ નથી. તેમની જગ્યા પર હાર્દિક પંડ્યાને નેતૃત્વ કરવાની તક મળી છે. જો કે, 17 માર્ચ પછી તે આગામી બે વનડે માટે ટીમ સાથે જોડાશે.

સાથે જ હિટમેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના સાળા કુણાલ સજદેહના લગ્નના એક કાર્યક્રમ દરમિયાન તેની પત્ની રિતિકા સજદેહ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

‘સાળા’ના લગ્નમાં કર્યો જબરદસ્ત ડાન્સ: કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં રમી શકશે નહીં. તેનું કારણ છે તેના સાળા કુણાલ સજદેહ, કારણ કે કુણાલ સજદેહ ના લગ્ન છે. જેમાં શામેલ થવા તે પોતાની પત્ની રિતિકા સાથે પહોંચી ગયા છે.

જણાવી દઈએ કે તેના સાળા કુણાલ સજદેહ 16-17 માર્ચ, 2023 ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન રોહિત શર્માનો અલગ અંદાજ જોવા મળ્યો. ચાહકોએ રોહિતને રમતના મેદાનમાં હંમેશા શાંત સ્વભાવમાં જોયા હશે. પરંતુ હિટમેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેમની કૂલ સ્ટાઈલ જોઈને તમે ચોંકી જશો.

ખરેખર રોહિત પોતાના સાળાના લગ્નના એક કાર્યક્રમમાં જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જેમાં તેમણે શેરવાની ડિઝાઈનનો કુર્તો અને ગળામાં લાલ રંગનો ગમછા પહેર્યો છે. તેની સાથે પત્ની રિતિકા પણ બ્લેક સૂટમાં ધૂમ મચાવી રહી છે. બંનેએ ભાઈના લગ્નના આ ખાસ પ્રસંગ પર મસ્તી કરતા જોરદાર ડાન્સ કર્યો હતો. રોહિત શર્માનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.