હિટમેન રોહિત શર્મા એ શેર કરી તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોની તસવીરો, જુવો તેમની આ તસવીરો

રમત-જગત

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા પોતાની ત્રીજી વનડે બેવડી સદી ફટકારીને ચર્ચામાં છે. ખૂબ ઓછા ક્રિકેટ ચાહકો જાણતા હશે કે આજે કરોડોના માલિક રોહિત એક સમયે ખૂબ જ મુશ્કેલીથી પોતાનું ઘર ચલાવતા હતા. ઘણા વર્ષો પહેલા તેના પિતાની નોકરી છૂટી ગયા પછી, તેમનો પરિવાર ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો.

રોહિતને ક્રિકેટ જગતમાં ‘બોરીવલી ના ડોન’ પણ કહેવામાં આવતા હતા. તેઓ ત્યાંથી ચર્ચગેટ અભ્યાસ માટે જાય છે. તેમના વિશે વરિષ્ઠ પત્રકાર રેહાન ફઝલે બીબીસી હિન્દીની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, “રોહિત ખૂબ જ સરળ પરિવારમાંથી આવ્યા છે. તેમના પિતાનું નામ ગુરુનાથ શર્મા છે. તે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. તેમની માતા વિશાખાપટ્ટનમની રહેવાસી હતી.

રોહિતના પરિવાર પાસે ખૂબ ઓછા પૈસા હતા. તેમના કાકાએ 50 રૂપિયાની મદદ કરીને ક્રિકેટ એકેડમીમાં તેમનું નમ લખાવ્યું હતું. શરૂઆતમાં તેઓ ઓફ-સ્પિન બોલિંગ કરતા હતા. રોહિતના કોચ દિનેશ લાડે તેમને તેમની સ્કૂલ બદલવાની પ્રેરણા આપી. તેમનું એડમિશન સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયું. ત્યાં ફી વધારે હતી. તેમને શિષ્યવૃત્તિ મળી હતી.”

રોહિત શર્માના પિતા ગુરુનાથ શર્મા એક ટ્રાન્સપોર્ટ કંપની ભંડારમાં કામ કરતા હતા જ્યારે તેમની માતા પૂર્ણિમા શર્મા હાઉસવાઈફ છે. રોહિત શર્મા તેમના દાદા-દાદી સાથે રહેતા હતા અને તેમના લાડમાં તેઓ મોટા થયા છે. રોહિત શર્માને શરૂઆતથી જ ક્રિકેટમાં રસ હતો અને ખૂબ જ નાની ઉંમરમાં જ તેમને સ્થાનિક ક્લબમાં ક્રિકેટ રમવાની તક મળી હતી.

પરંતુ તેઓ શરૂઆતથી જ બેટિંગ અને બોલિંગ બંનેમાં સખત મહેનત કરતા હતા અને સ્પિન બોલિંગ કરતા હતા. રોહિત શર્માના કોચ દિનેશ લાડે તેમને ક્રિકેટમાં શીખ આપી હતી, જેના કારણે તેમને 1999માં અંડર-12 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાની તક મળી. ત્યાર પછી તે સતત મહેનત કરીને ભારતીય ટીમમાં આવ્યા.

રોહિત શર્માએ પોતાની પહેલી વનડે મેચ 2007માં આયર્લેન્ડ સામે રમી હતી. તેમણે પોતાની પહેલી ટી20 પણ તે જ વર્ષે ઈંગ્લેન્ડ સામે કિંગ્સમીડ ખાતે રમી હતી.

રોહિતને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઈડન ગાર્ડન્સમાં મળી હતી. સચિન તેંડુલકરની કારકિર્દીની છેલ્લી સીરીઝની આ પહેલી ટેસ્ટ મેચ હતી. રોહિતે અત્યાર સુધીમાં 38 ટેસ્ટ, 227 વનડે અને 111 ટી20 મેચ રમી છે.