નેહા કક્કરને વેલેન્ટાઈન ડે પર રોહનપ્રીતે આપી આ સરપ્રાઈઝ, અડધી રાત્રે કર્યું આ કામ

બોલિવુડ

આજે 14મી ફેબ્રુઆરીએ આખી દુનિયા પ્રેમનો તહેવાર એટલે કે વેલેન્ટાઈન ડે ઉજવી રહી છે. તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ શામેલ છે. આ દરમિયાન બોલિવૂડની સૌથી ચુલબુલી અને પ્રખ્યાત સિંગર નેહા કક્કરની વેલેન્ટાઈન ડેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

વેલેન્ટાઈન ડે પર નેહાને મળી આ સરપ્રાઈઝ: પ્રેમના આ દિવસે નેહા કક્કરને પોતાના પતિ રોહનપ્રીત સિંહે એક સ્પેશિયલ સરપ્રાઈઝ આપી. તેને જોઈને નેહા ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ. ખરેખર રોહનપ્રીતે અડધી રાત્રે નેહાને એક સુંદર સરપ્રાઈઝ પાર્ટી આપી. હવે આ વેલેન્ટાઈન સેલિબ્રેશનની કેટલીક તસવીરો નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

પતિએ સ્પેશિયલ ફિલ કરાવ્યું તો થઈ ગઈ ઈમોશનલ: આ તસવીરો શેર કરતાં નેહાએ કેપ્શનમાં લખ્યું કે, “તે ક્યારેય નેહૂને સ્પેશિયલ ફીલ કરાવવાની કોઈ તક છોડતા નથી. આઈ લવ યૂ રોહનપ્રીત સિંહ.” નેહાના આ મેસેજનો રોહનપ્રીતે પણ જવાબ આપ્યો. તેમણે લખ્યું, “આઈ લવ યૂ મિસિસ સિંહ.”

ચાહકોને પસંદ આવી કપલની તસવીરો: નેહાની આ પોસ્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તે તેના પર સતત કમેંટ્સ કરી રહ્યા છે. કોઈએ કહ્યું કે આ ખૂબ જ સુંદર સરપ્રાઈઝ હતી. તો કોઈએ કહ્યું કે તમારા બંનેની જોડી હંમેશા બેસ્ટ લાગે છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે રોહનપ્રીત સિંહના હાથમાં ઘણા બધા લાલ રંગના ફુગ્ગા છે. તે ઘૂંટણ પર બેસીને પત્નીને પ્રપોઝ કરતા જોવા મળે છે. જ્યારે તે આવું કરે છે ત્યારે નેહા ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે.

લોકડાઉનમાં થયા હતા લગ્ન કર્યા: આ દરમિયાન કપલે પ્રેમની કેક પણ કટ કરી. આ તસવીરોમાં નેહા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. તેણે સફેદ રંગના કપડાં પહેર્યા હતા. વાળ ખુલ્લા હતા અને કોઈ મેકઅપ પણ ન હતો. નોંધપાત્ર છે કે આ કપલે 2020ના લોકડાઉનમાં 24 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. આ લગ્ન દિલ્હીના એક ગુરુદ્વારામાં થયા હતા. સાથે જ ચંદીગઢમાં એક ગ્રેંડ રિસેપ્શન આપવામાં આવ્યું હતું.

આ રીતે થઈ પહેલી મુલાકાત: નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની પહેલી મુલાકાત ચંદીગઢમાં થઈ હતી. રોહનપ્રીતને ઓડિશન માટે બોલાવવામાં આવ્યો તે જે ગીત માટે ઓડિશન આપી રહ્યો હતો તેમાં લિરિક્સ અને મ્યૂઝિક નેહાનું હતું. બસ અહીંથી જ સાથે કામ કરતાં મિત્રતા વધી અને પછી પ્રેમ થઈ ગયો.

બાળપણથી ગીતો ગાઈ રહી છે નેહા: નેહા કક્કડરની ગણતરી બોલિવૂડના મોટા-મોટા સિંગર્સમાં થાય છે. તે જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેણે ગાવાનું શરૂ કર્યું હતું. બાળપણમાં તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેથી નેહા સ્ટેજ પર અને જગરાતેમાં ગાતી હતી. તેની સાથે ભાઈ ટોની અને બહેન સોનુ કક્કર પણ ગાતા હતા. નેહાના પિતા સમોસા વેચવાનું કામ કરતા હતા.