રાજસ્થાન રોયલ્સના રોબિન ઉથપ્પાએ તોડ્યો આઈપીએલનો નિયમ, કરી આ મોટી ભૂલ

રમત-ગમત

આઈપીએલ 2020 શરૂ થઈ ગઈ છે, પરંતુ કોરોના વાયરસને કારણે તેને રોકવામાં આવી હતી. પછી ફરીથી શરૂ કરવા માટે પહેલાં આઈસીસીની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં, નિર્ણય કરવામાં આવ્યો કે બોલ પર લાળનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી સમિતિએ ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ મૂક્યો હતો. આઈસીસી દ્વારા મેચ દરમિયાન ખેલાડીઓની લાળથી બોલ ફ્લેશિંગ કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જો આવી સ્થિતિમાં કોઈ ખેલાડી આવું કરતા જોવા મળે છે, તો ફિલ્ડ અમ્પાયર તરત જ આ બોલ લઈને તેને સેનિટાઈઝ કરશે. આ સાથે, ખેલાડીને ફરીથી આ ન કરવાની ચેતવણી આપવામાં આવશે, પરંતુ જો ચેતવણી આપ્યા પછી પણ ખેલાડી બોલ પર લાળ લગાવશે તો અમ્પાયર બેટિંગ કરનારી ટીમને ચાર રન આપશે.

બુધવારે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ સીઝન 13 ની 12 મી મેચ રમાઈ હતી, પરંતુ આ મેચની અંદર કંઈક એવું બન્યું કે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જી હા, આઈસીસી ટી -20 વર્લ્ડ કપ રમી ચુક્યા રોબિન ઉથપ્પાએ મેચ દરમિયાન બોલ પર લાળ લગાવીને તેને ચમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સના રોબિન ઉથપ્પાએ તોડ્યો આઈપીએલનો નિયમ: જણાવી દઇએ કે આઇસીસીએ કોરોના મહામારીને કારણે નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ, લાળ લગાવીને બોલને ફ્લેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ રાજસ્થાન રોયલ્સના અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ આઈસીસીના નિયમોનો ભંગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર રોબિન ઉથપ્પાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કોલકાતાની ટીમ તેની ઇનિંગ રમી રહી હતી, તો તે દરમિયાન રાજસ્થાનના રોબિન ઉથપ્પા બોલ પર લાળનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે કોલકાતાની ઇનિંગની પાંચમી ઓવરમાં જયદેવ ઉનડકટના બોલ પર રોબિન ઉથપ્પાએ સુનિલ નરેનનો એક સરળ કેચ છોડ્યો હતો, ત્યાર પછી ઉથપ્પા બોલ પર લાળ લગાવતા જોવા મળ્યા હતા. તે દરમિયાન અમ્પાયરોએ તેના પર ધ્યાન ન આપ્યું અને બોલને સેનિટાઈઝ પણ ન કર્યો, કદાચ રોબિન ઉથપ્પાને તેના પર દંડ પણ ચૂકવવો પડી શકે છે.

જાણો મેચની સ્થિતિ: બુધવારે આઈપીએલ 2020 ની 12 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 37 રનના અંતરે હરાવ્યા હતા. જણાવી દઈએ કે આ મેચની શરૂઆતમાં, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સે પહેલા બેટિંગ કરીને 6 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા, પરંતુ રાજસ્થાન રોયલ્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 137 રન જ બનાવી શકી હતી અને તેમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની હારના કારણે રાજસ્થાન રોયલ્સની ટીમેને પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકનું સ્થાન ગુમાવવું પડશે.

Leave a Reply

Your email address will not be published.