રિયાની રિસેપ્શન પાર્ટીમાં જાન્હવી પર પણ ભારે પડી શનાયા કપૂર, ખૂબ ડાંસ કર્યો અનિલ કપૂરે, જુવો રિયાની રિસેપ્શન પાર્ટીની તસવીરો

બોલિવુડ

થોડા દિવસો પહેલા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની નાની પુત્રી અને પ્રોડ્યૂસર રિયા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ હતી. તાજેતરમાં રિયા કપૂરે તેના લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે સાત ફેરા લીધા હતા. હવે બંનેના લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું જેમાં બોલીવુડ સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ જોવા મળ્યા.

અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્ન ખૂબ જ સરળ સ્ટાઈલમાં થયા છે. કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ, વરઘોડો, મહેંદી, વગેરે લગ્ન સાથે જોડાયેલા કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી નથી. ખૂબ જ ખાનગી રીતે અને વધુ તેના પર વાત કર્યા વગર આ લગ્ન થઈ ગયા છે. મીડિયાને પણ લગ્ન દરમિયાન આ વાતની જાણ થઈ હતી.

અનિલ કપૂરે પુત્રી અને જમાઈ માટે લગ્નના થોડા દિવસો પછી જ એક રિસેપ્શન પાર્ટી રાખી હતી. આ રિસેપ્શન પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે જે રીતે લગ્ન ખૂબ જ ખાનગી અને સરળ સ્ટાઈલમાં થયા તેવી જ રીતે રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે પાર્ટી પોતાના બાંદ્રાવાળા ઘર પર જ અનિલ કપૂરે આ રિસેપ્શન પાર્ટી રાખી હતી. તેમાં અનિલે માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું હતું, અનિલે આ માત્ર ઔપચારિકતા નિભાવવા માટે કર્યું હતું.

લગ્નમાં આખો કપૂર પરિવાર જોવા મળ્યો હતો. અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂર અને નાના ભાઈ સંજય કપૂરનો આખો પરિવાર લગ્નમાં પણ સામેલ થયો હતો, જ્યારે આખો પરિવાર રિસેપ્શન પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન પોતાની મોટી બહેનની રિસેપ્શન પાર્ટીમાં બોની કપૂરની બંને પુત્રીઓ, કઝિન જાન્હવી અને ખુશી કપૂર સાથે જોવા મળી હતી. ચાલો તમને બતાવીએ પાર્ટીમાં કોણ કઈ સ્ટાઈલમાં જોવા મળ્યું.

પહેલા તો વાત કરીએ દૂલ્હા અને દુલ્હન ની. તો તમે જોઈ શકો છો કે કરણ બુલાની અને રિયા કપૂર તેમના રિસેપ્શનમાં ખૂબ જ સરળ સ્ટાઈલમાં જોવા મળ્યા. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યાં રિયાએ ફુલ સ્લીવ્સ સાથે મેક્સી ડ્રેસ પહેર્યો હતો, તો રિસેપ્શન પાર્ટીમાં દૂલ્હો કરણ બુલાની ઓફ વ્હાઇટ પેન્ટ સાથે પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર રિયા અને કરણની તસવીર રિયાની ખાસ મિત્ર અને દિગ્ગઝ અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તાએ શેર કરી છે. રિયા અને કરણ એકસાથે કેક કટ કરતા જોવા મળ્યા હતા.

હંમેશા હેડલાઇન્સમાં રહેતી રિયા કપૂરની કઝિન અને બોની કપૂરની મોટી પુત્રી જાન્હવી કપૂર આ ખાસ પ્રસંગ પર શા માટે પાછળ રહે. તે આ દરમિયાન ક્રોપ ટોપ અને વ્હાઈટ કલરના સ્ટાઈલિસ્ટ પેન્ટમાં જોવા મળી હતી. તેણે થોડી જ્વેલરી પણ પહેરી હતી. સાથે જ તેમણે પોતાનો લુક લાઈટ મેકઅપ સાથે કંપ્લીટ કર્યો.

આ પાર્ટીમાં જાન્હવીની નાની બહેન ખુશી કપૂર પણ સ્ટાઇલિશ સ્ટાઈલમાં જોવા મળી હતી. તેણે ફ્લોરલ ફ્રોક ડ્રેસ પહેર્યો હતો. આ સિમ્પ્લ લુકમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

હવે વાત કરીએ બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને રિયા કપૂરની મોટી બહેન સોનમ કપૂરની. તો તમને જણાવી દઈએ કે સોનમ કપૂર તેના પતિ આનંદ આહૂજા સાથે જોવા મળી હતી. તેની નાની બહેનના લગ્નમાં સોનમે બ્લેક આઉટફિટ કેરી કર્યા હતા. સાથે જ તેનો પતિ આનંદ પણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો. વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક બ્લેઝરમાં આનંદ જોવા મળ્યો હતો.

સંજય કપૂરની પુત્રી અને રિયાની કઝિન બહેન શનાયા પાર્ટીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શનાયાએ રિસેપ્શન પાર્ટીમાં સ્ટાઈલિસટ બ્લેક આઉટફિટ પહેર્યું હતું. તેણે પોતાની આ સ્ટાઇલથી દરેકના હોંશ ઉડાવી દીધા.

સંજય કપૂર, તેમની પત્ની અને તેમનો પુત્ર કંઈક આ સ્ટાઈલમાં જોવા મળ્યા. અભિનેતા અર્જુન કપૂર અને તેની બહેન અંશુલાએ પણ તેમની બહેનની રિસેપ્શન પાર્ટીમાં ભાગ લીધો હતો. અર્જુન કપૂરે બ્લેક કલરનું સૂટ પહેર્યું હતું. સાથે જ તેની બહેન અંશુલા વાદળી રંગના ડ્રેસમાં જોવા મળી. હંમેશા પોતાની મનોરંજક સ્ટાઈલથી દર્શકોના દિલ જીતનારા અનિલ કપૂરે પુત્રીની રિસેપ્શન પાર્ટીમાં પણ ખૂબ ધૂમ મચાવી હતી. તે આ દરમિયાન ખૂબ નાચ્યા.

ફિલ્મ નિર્દેશક ફરાહ ખાને તેનો એક વીડિયો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અનિલ કપૂર પોતાની પુત્રી રિયા સાથે ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ’ ગીત પર ખૂબ ડાંસ કરી રહ્યા છે.