રિયા કપૂરે પોતાના લોન્ગટર્મ બોયફ્રેંડ સાથે માતાની જ્વેલરી પહેરીને કર્યા લગ્ન, જુવો લગ્ન સાથે જોડાયેલી લેટેસ્ટ તસવીરો

બોલિવુડ

અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને સોનમ કપૂરની બહેન રિયા કપૂરે 14 ઓગસ્ટના રોજ તેના લોન્ગટર્મ બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ લગ્નમાં માત્ર કેટલાક નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો જ શામેલ થયા હતા. આ ગુપ્ત લગ્નની તસવીરોની દરેક રાહ જોઈ રહ્યા હતા. હવે લગ્નની તસવીરો સામે આવી ગઈ છે, જેણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

નોંધપાત્ર છે કે કોઈપણ દુલ્હન માટે તેના લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે જ્યારે તે પોતાને સૌથી અલગ અને સૌથી સુંદર દેખાડવા ઈચ્છે છે. દરેક છોકરીનું આ સપનું હોય છે કે જ્યારે દુલ્હાની નજર તેના પર પડે ત્યારે તે સૌથી સુંદર લાગે. રિયાએ પણ પોતાના લગ્નના લુકને ખાસ બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી હતી. તે આ દિવસે સામાન્ય દુલ્હનથી અલગ ખૂબ જ સુંદર અને ક્લાસી લુકમાં જોવા મળી રહી હતી. જણાવી દઈએ કે તેણે તેની માતા સુનીતા કપૂર દ્વારા ડિઝાઈન કરેલી જ્વેલરી લગ્નના દિવસે પહેરી હતી.

જ્યારે તેની સાડી ડિઝાઇનર અનામિકા ખન્નાએ ડિઝાઇન કરી હતી. આટલું જ નહીં રિયાએ માથા પર મોતીની બનેલી ચુનરી પહેરી હતી, જેણે તેના લુકને અન્યથી બિલકુલ અલગ બનાવ્યો. ચાલો આપણે વાત કરીએ રિયાના લગ્ન અને તેની અલગ સ્ટાઈલ વિશે. જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

જણાવી દઈએ કે આ ખાસ દિવસ માટે રિયા કપૂરે ખૂબ જ વિન્ટેજ અને ક્લાસિક લુક પસંદ કર્યો હતો. તસવીરોમાં નવી નવેલી દુલ્હન ઓફ-વ્હાઇટ લહેંગામાં જોવા મળી રહી છે. રિયાએ નેટ ગોલ્ડ દુપટ્ટો પણ કેરી કર્યો હતો જેને તેણે માથા પર રાખ્યો હતો.

આ લુકની ખાસ વાત એ છે કે રિયાએ પોતાનો બ્રાઇડલ લુક માતાના ઘરેણા સાથે પૂર્ણ કર્યો હતો. માતાના ઘરેણાં પહેરીને દુલ્હન બનેલી રિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તસવીરમાં રિયા પતિ કરણ સાથે લગ્નની વિધિ નિભાવી રહી છે. સાથે જ કેટલીક તસવીરોમાં રિયા એકલી જોવા મળી રહી છે. સાથે જ ચાહકો રિયાની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

એક તસવીરમાં રિયાએ તેના ગળામાં ફોર લેયર નેકલેસ પહેર્યું હતું. આ સાથે ગળામાં લાંબી ચેન પણ કેરી કરી હતી. કાનમાં ઝુમખા અને હાથમાં સોનાના કંગન પહેરવાની સાથે જ ફ્લોરલ હાથફૂલ પણ તેને એક રિચ લુક આપી રહ્યું હતું.

જણાવી દઈએ કે રિયા અને કરણના લગ્નની કોઈ ઘોષણા કરવામાં આવી ન હતી અને તેમાં માત્ર પરિવાર અને નજીકના લોકો જ શામેલ થયા હતા. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા છે.

રિયા કપૂર અને કરણ બુલાની છેલ્લા 13 વર્ષથી રિલેશનશિપમાં છે. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘આયશા’ના સેટ પર થઈ હતી. રિયા તે ફિલ્મની પ્રોડ્યૂસર હતી જ્યારે કરણ ફિલ્મમાં આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા.