રિયા ચક્રવર્તીની સંપત્તિ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, આટલા અધધ કરોડની છે માલિક

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી આજે તેનો 29 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2012 માં તેલુગુ ફિલ્મથી કરનાર રિયાનો જન્મ 1 જુલાઈ 1992 ના રોજ કર્ણાટકના બેંગલુરમાં થયો હતો. ગયા વર્ષે રિયા દેશભરમાં તે સમયે ચર્ચામાં હતી ત્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. જણાવી દઈએ કે રિયા દિવંગત અભિનેતા સુશાંતની ગર્લફ્રેંડ રહી ચુકી છે.

રિયા ચક્રવર્તીએ તમિલ ફિલ્મો અને બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે. 29 વર્ષની રિયાના ખાતામાં આજ સુધી કોઈ વિશેષ સફળતા ફિલ્મી દુનિયામાં નથી લાગી, પરંતુ ગયા વર્ષે સુશાંતના મૃત્યુ પછી તે ખૂબ ચર્ચામાં હતી. સોશિયલ મીડિયાના આ જમાનામાં ફિલ્મી સ્ટાર્સનું ચર્ચામાં રહેવું સામાન્ય વાત છે અને રિયા પણ અવારનવાર હેડલાઈન્સનો ભાગ બની જાય છે.

રિયાએ મોટા પડદા પર દક્ષિણ ભારતીય સિનેમાથી એન્ટ્રી લીધી હતી. વર્ષ 2012 માં તેની પહેલી ફિલ્મ તુનેગા-તુનેગા રિલીઝ થઈ હતી. ત્યાર પછી રિયાએ વર્ષ 2014 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. રિયા ચક્રવર્તી ફિલ્મ ‘સોનાલી કેબલ’ માં જોવા મળી હતી. આ ફિલ્મ હિંદી સિનેમાના દિગ્ગઝ ડાયરેક્ટર રમેશ સિપ્પી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તીની સંપત્તિ વિશે વાત કરીએ તો, માત્ર થોડી ફિલ્મોમાં જ કામ કરનારી આ અભિનેત્રી કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. વર્ષ 2021 ના એક રિપોર્ટ મુજબ તેની કુલ સંપત્તિ 1.5 મિલિયન ડોલર હોવાનું કહેવામાં આવે છે. ભારતીય ચલણમાં તેને જોઈએ તો તેની કુલ સંપત્તિ 11 કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ મુજબ રિયા ચક્રવર્તી એક મહિનામાં 2.5 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. એક વર્ષમાં તેની આવક 30 લાખ રૂપિયાથી વધી જાય છે.

રિયા ચક્રવર્તીની એક ફિલ્મની ફી અંગે વાત કરીએ તો ટ્રેડ એનાલિસ્ટ કહે છે કે રિયાને એક ફિલ્મ માટે 30 લાખ રૂપિયા આપવામાં આવે છે. કરોડો રૂપિયાની માલિક હોવા ઉપરાંત રિયા લક્ઝરી ઘર અને મોંઘી ગાડીઓની પણ માલિક છે.

હિન્દી સિનેમામાં અત્યાર સુધી રિયા દોબારા: સી યોર એવિલ, હાફ ગર્લફ્રેન્ડ, બેંક ચોર, સોનાલી કેબલ અને જલેબી જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. જણાવી દઈએ કે રિયાની આગામી ફિલ્મ ‘ચેહરે’ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી અને અન્નુ કપૂર જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સુશાંત સાથે રહી લિવ-ઇન રિલેશનશિપમાં: રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં રહી છે. એવું કહેવામાં આવે છે કે રિયા વર્ષ 2013 થી સુશાંત સિંહને ઓળખતી હતી, પરંતુ તેણે સુશાંતને વર્ષ 2019 થી ડેટ કરવાની શરૂઆત કરી હતી. રિયા અને સુશાંત બંને તેમના સંબંધોને લઈને ગંભીર હતા.

જણાવી દઈએ કે રિયા માટે સુશાંત સિંહ રાજપૂતનું દિલ સારા અલી ખાન સાથે બ્રેકઅપ પછી ધબક્યું હતું. બંને લગભગ એક વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. જોકે સુશાંત સિંહના મૃત્યુના એક વર્ષ પછી બધું સમાપ્ત થઈ ગયું. નોંધપાત્ર વાત એ છે કે, 14 જૂન, 2020 ના રોજ સુશાંતે પોતાના મુંબઈ વાળા ઘરમાં ફાંસી લગાવી લીધી હતી.