આ દિવસોમાં વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. જ્યારે વરસાદ પછી તડકો નીકળે છે ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. આ માત્ર થોડા સમય માટે થાય છે. પરંતુ તેને જોઈને મનને એક અલગ જ લેવલનો આનંદ મળે છે. તમે પણ વરસાદ અને તડકામાં બનેલા ઘણા મેઘધનુષ્ય જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય વહેતું મેઘધનુષ્ય જોયું છે? આજે અમે તમને એક એવી નદી બતાવવા જઈ રહ્યા છીએ જેને લોકો લિક્વિડ રેઈનબો તરીકે ઓળખે છે.
અમે જે અનોખી નદી વિશે વાત કરી રહ્યા છીએ તે દક્ષિણી અમેરિકી મહાદ્વીપના કોલંબિયા દેશમાં આવેલી છે. આ નદીનું નામ કેનો ક્રિસ્ટલ્સ છે. જોકે કેટલાક લોકો તેને રિવર ઓફ ફાઈવ કલર્સ અને લિક્વિડ રેઈનબો પણ કહે છે. તેનું કારણ આ નદીમાં 5 અલગ-અલગ રંગોનું પાણી છે. આ રંગ પીળો, લીલો, લાલ, કાળો અને વાદળી છે.
દુનિયાભરમાંથી જોવા માટે આવે છે પ્રવાસીઓ: આ પંચરંગી નદીને જોવા માટે દુનિયાભરમાંથી લોકો દર વર્ષે જૂનથી લઈને નવેમ્બર દરમિયાન કોલંબિયા આવે છે. આ નદીના રંગો જોઈને તમને આ ફેક લાગી રહ્યું હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ નદી અને તેનું રંગબેરંગી પાણી નકલી નથી પરંતુ રિયલ છે. આ નદી કુદરતનો અનોખો નમૂનો છે. તેની અનોખી સુંદરતા જોઈને લોકો તેને ડિવાઈન ગાર્ડન પણ કહે છે.
મળ્યો છે દુનિયાની સૌથી સુંદર નદીનો ટેગ: કેનો ક્રિસ્ટલ્સ નદી પોતાની સુંદરતાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેને દુનિયાની સૌથી સુંદર નદી પણ કહેવામાં આવે છે. આ નદીને જોઈને એવું લાગે છે કે જાણે પેઈન્ટિંગ પેલેટ પર રંગો તરી રહ્યા હોય. નદીની આ તસવીરો જોઈને હવે તમારા મનમાં એક જ સવાલ ઉઠતો હશે. આ નદીના પાણીનો રંગ આટલો રંગીન કેમ છે? તો ચાલો આ રાજ પરથી પડદો ઉઠાવીએ.
આ કારણે બદલે છે પાણી નો રંગ: ખરેખર, કેનો ક્રિસ્ટલ્સ નદીના પાણીનો રંગ વારંવાર બદલાવાનું કારણ તેનું પાણી નથી. પરંતુ તેમાં ઉગતા ખાસ છોડ મેકેરેનિયા ક્લેવિગરા છે. આ છોડને કારણે આખી નદી રંગોથી ભરપૂર દેખાય છે. આ છોડ પાણીના તળિયે હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ તેના પર પડે છે, ત્યારે નદીના પાણીનો રંગ લાલ થઈ જાય છે. પછી ધીમી અને ઝડપી રોશની અનુસાર છોડની અલગ-અલગ આભા પાણીના રંગ પર પડે છે. તેનાથી આ નદી પંચરંગી લાગે છે.