મળો બોલિવુડના રોશન પરિવારને, તસવીરોમાં જુવો રિતિક રોશનના પરિવારમાં કોણ કોણ છે

બોલિવુડ

બોલિવૂડમાં જ્યારે પણ રોશન પરિવારની વાત આવે છે ત્યારે સૌથી પહેલા મનમાં રિતિક રોશન જ આવે છે. રિતિકના પિતા રાકેશ રોશને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે ઓળખ બનાવી તેનાથી ખૂબ વધારે લોકપ્રિયતા રિતિક એ મેળવી છે. રિતિક બોલિવૂડના સુપરસ્ટાર્સના લિસ્ટમાં શામેલ છે.

રિતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં બોલીવુડના એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા ફિલ્મ નિર્દેશક રાકેશ રોશન, સંગીત નિર્દેશક રોશનલાલ નાગરથના પુત્ર છે. તેની માતાનું નામ પિંકી છે.

બોલિવૂડમાં ડેબ્યૂ કરતા પહેલા, રિતિકે પોતાના પિતા રાકેશ રોશન સાથે કરણ અર્જુન અને કોયલા જેવી ફિલ્મોમાં સહાયક તરીકે કામ કર્યું હતું. રિતિક ત્યારે અભિનેતાઓને ચા આપતા હતા અને સેટ પર ઝાડૂ લગાવતા હતા.

સુઝૈન ખાન સાથે રિતિકની પહેલી મુલાકાત ટ્રાફિક સિગ્નલ પર થઈ હતી. બરાબર તેવી જ રીતે જે રીતે ફિલ્મ “કહો ના પ્યાર હૈ” માં તેમના દ્વારા નિભાવેલું પાત્ર રોહિત સોનિયાને મળે છે.

રિતિક રોશન અને સુઝૈનના છૂટાછેડા થઈ ચુક્યા છે. બંને હવે અલગ-અલગ રહે છે. સુઝૈન ખાન, સંજય ખાનની પુત્રી છે, જે એક અનુભવી અભિનેતા અને ફિલ્મ મેકર છે. સુઝૈન ખાન એક ફેશન ડિઝાઈનર છે.

10 જાન્યુઆરી, 2015ના રોજ 41 વર્ષના થઈ ચુકેલા રિતિકની અત્યાર સુધીની કારકિર્દી ખૂબ ઉતાર-ચઢાવ ભરેલી રહી છે. રીલ લાઈફની સાથે તેમણે રિયલ લાઈફમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. પત્ની સુઝૈન સાથે તેમનો સંબંધ હવે સમાપ્ત થઈ ચુક્યો છે. બંનેના છુટાછેડા થઈ ચુક્યા છે. એટલે કે હવે બંનેના રસ્તા અલગ થઈ ચુક્યા છે. જો કે બંનેને બે પુત્રો છે. જેમના નામ ઋહાન અને ઋદાન છે.

દાદાથી શરૂ થઈ હતી રોશન પરિવારની બોલીવુડમાં સફર: રોશન પરિવાર ત્રણ પેઢીઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે, મોટાભાગના લોકો રાકેશ રોશન અને રિતિક રોશન વિશે જાણે છે. પરંતુ તેઓ કદાચ પૂરા રોશન પરિવાર વિશે જાણતા નથી. રોશન પરિવારમાં રિતિકની સાથે પાપા રાકેશ, અંકલ રાજેશ અને દાદા રોશનલાલ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા છે.