આ 7 ભૂલને કારણે રિતિક રોશનની કારકિર્દી થઈ ગઈ બરબાદ, નહિં તો સલમાન-શાહરૂખને આપી ચુક્યા હોત ટક્કર

બોલિવુડ

હિન્દી સિનેમાના ગ્રીક ગોડ કહેવાતા સુપરસ્ટાર રિતિક રોશન દુનિયાભરમાં પોતાની ઓળખ ધરાવે છે. પ્રખ્યાત ડિરેક્ટર અને અભિનેતા રાકેશ રોશનના પુત્ર રિતિક રોશન પોતાની પહેલી જ ફિલ્મથી મોટા પડદા પર છવાઈ ગયા હતા. તેમની પહેલી જ ફિલ્મ સફળ રહી હતી અને તે રાતોરાત સ્ટાર બની ગયા હતા.

રિતિક રોશને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી કરી હતી. રિતિકને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 22 વર્ષ થઈ ગયા છે. પોતાની 22 વર્ષની કારકિર્દીમાં રિતિકે ઘણી સુંદર ફિલ્મો આપી છે. જો કે તેમણે ઘણી એવી ફિલ્મો પણ ઠુકરાવી છે પછી અન્ય અભિનેતાના હાથમાં આવી અને તેમણે સફળતાના ઝંડા લગાવ્યા.

રિતિક રોશનની કારકિર્દીમાં ઘણી ફિલ્મો હિટ અને સુપરહિટ રહી. જો કે તેમણે પોતાની કારકિર્દીમાં કેટલીક ભૂલ પણ કરી અને ઘણી સફળ ફિલ્મોને નકારી. ચાલો આજે તમને આવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.

લગાન: ક્રિકેટ પર આધારિત આ ફિલ્મ હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં શામેલ છે. અભિનેતા આમિર ખાને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને આજે પણ આ ફિલ્મની ખૂબ ચર્ચા થાય છે. આ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લગાન’ એ ઓસ્કારમાં ભારત તરફથી તે સમયે ઓફિશિયલ એન્ટ્રી પણ લીધી હતી. પહેલા આ ફિલ્મ રિતિકને ઓફર કરવામાં આવી હતી.

દિલ ચાહતા હૈ: ફિલ્મ દિલ ચાહતા હૈની સ્ટોરી અભિનેતા ફરહાન અખ્તર એ લખી હતી અને તેનું નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. રિતિકના સારા મિત્રોમાં શામેલ ફરહાને સિડનો રોલ રિતિકને ઑફર કર્યો હતો પરંતુ રિતિકે આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી. પછી આ ભૂમિકા અક્ષય ખન્નાએ નિભાવી હતી. વર્ષ 2001માં આવેલી આ ફિલ્મમાં આમિર ખાન અને સૈફ અલી ખાન પણ મુખ્ય ભુમિકામાં હતા. આ ફિલ્મને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

સ્વદેશ: ‘લગાન’ની અપાર સફળતા પછી આશુતોષ ગોવારીકર એ પોતાની એક અન્ય ફિલ્મ ‘સ્વદેશ’ માટે રિતિક રોશનનો સંપર્ક કર્યો હતો. પરંતુ રિતિકે આશુતોષની ફિલ્મનો એ કહીને અસ્વીકાર કર્યો હતો કે રોલ તેની ઈમેજ ને સૂટ નહિં કરે. રિતિકની મનાઈ પછી, આશુતોષની આ ફિલ્મમાં શાહરૂખ ખાન આવ્યા અને ફિલ્મ એ ખૂબ પ્રશંસા મેળવી.

મેં હૂં ના: મેં હૂં ના’ ફિલ્મ ‘વર્ષ 2004માં આવી હતી અને આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા શાહરૂખ ખાન અને ઝાયેદ ખાને નિભાવી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. જણાવી દઈએ કે પહેલા ઝાયેદ વાળો રોલ રિતિકને ઓફર કરવામાં આવ્યો હતો.

બંટી ઔર બબલી: વર્ષ 2021ના અંતમાં આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ સુપર ફ્લોપ રહી હતી પરંતુ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી’ હિટ રહી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ શું તમે જાણો છો કે રિતિક આ સુંદર ફિલ્મ ને પણ નકારી ચુક્યા હતા.

રંગ દે બસંતી: વર્ષ 2006માં આવેલી રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ ‘રંગ દે બસંતી’ ફિલ્મમાં જોવા મળ્યા હતા આમિર ખાન, સિદ્ધાર્થ, શરમન જોશી, કુણાલ કપૂર વગેરે. આ ફિલ્મ માટે રિતિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને કરણ સિંઘાનિયાની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. જોકે રિતિકે તેને ઠુકરાવી દીધી. પછી ફિલ્મ એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને ફિલ્મ હિટ રહી હતી.

બાહુબલી: નામની જેમ જ ફિલ્મ ‘બાહુબલી’ એ કામ પણ કર્યું અને કમાણી પણ રહી છપ્પડફાડ. વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘બાહુબલી’ વિશે કોણ નથી જાણતું. તે ભારતીય સિને ઇતિહાસની સૌથી સફળ અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. ફિલ્મમાં પ્રભાસે મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને ફિલ્મ એ ઈતિહાસ રચ્યો હતો. જોકે રિતિકે પ્રભાસને મળેલો રોલ પણ ઠુકરાવી દીધો હતો.