જે છોકરી પર પહેલી જ નજરમાં દિલ હારી બેઠા હતા રિતિક, તેની સાથે શા માટે તોડ્યા 14 વર્ષના લગ્ન, જાણો તેનું કારણ

બોલિવુડ

એક સમયે સુપરસ્ટાર રિતિક રોશન અને સુઝેન ખાનની જોડી હિન્દી સિનેમાની ચર્ચિત જોડીઓમાં શામેલ હતી, જો કે સમયની સાથે આ જોડી અકબંધ ન રહી અને બંનેએ છૂટાછેડા લઈને પોતાનો સંબંધ સમાપ્ત કર્યો હતો. જણાવી દઈએ કે સુઝૈન ખાન પોતાના સમયના પ્રખ્યાત અભિનેતા રહેલા સંજય ખાનની પુત્રી છે.

રિતિક પર જોકે હજારો-લાખો છોકરીઓ ફિદા હતી અને આજે પણ છે. જોકે રિતિકનું દિલ ચોર્યું હતું સુઝૈન ખાને. કહેવાય છે કે રિતિકે સુઝેનને પહેલી વખત ટ્રાફિક સિગ્નલ પર જોઈ હતી. બંને ટ્રાફિક સિગ્નલ પર જામમાં ફસાયા હતા. રિતિક અને સુઝેન બંને પોતપોતાની કારમાં હતા. ત્યારે સુઝેન પર નજર પડતાની સાથે જ રિતિક તેના પર લટ્ટૂ થઈ ગયા હતા અને અભિનેતાના દિલને સુઝેન પસંદ આવી ગઈ હતી.

આ મુલાકાત પછી બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો અને ટૂંક સમયમાં જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. બંને વચ્ચે થોડા સમય સુધી પ્રેમ પ્રસંગ ચાલ્યો અને પછી સુઝેન અને રિતિકે લગ્ન કરીને પોતાના સંબંધોને નવું નામ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2000માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

લગ્ન પછી રિતિક અને સુઝેન બે પુત્રોના માતા-પિતા બન્યા હતા. એક પુત્રનું નામ હ્રિધાન રોશન અને એકનું નામ હ્રેહાન રોશન છે. બંને હવે ખૂબ મોટા થઈ ચુક્યા છે, જોકે રિતિક અને સુઝેનનો સંબંધ વર્ષો પહેલા સમાપ્ત થઈ ચુક્યો છે. જણાવી દઈએ કે બંનેએ 14 વર્ષ પછી તેમના લગ્ન તોડી નાખ્યા હતા. વર્ષ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી રિતિક અને સુઝેન બંને સિંગલ છે.

છૂટાછેડાના થોડા વર્ષો પછી, સુઝેને તેના અને રિતિકના સંબંધ અને છૂટાછેડા વિશે વાત કરી હતી. તેમણે ‘ફેમિના’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અમે લોકો જીવનના એક એવા તબક્કે પહોંચી ગયા હતા જ્યાં અમે અલગ થવાનું યોગ્ય સમજ્યું હતું. અમારે અમારા સંબંધમાં આ જાણવાની જરૂર હતી અને હું કોઈપણ કિંમતે ખરાબ સંબંધમાં રહેવા તૈયાર ન હતી.’

રિતિકની પૂર્વ પત્નીએ આગળ કહ્યું કે, ‘મારા અને રિતિકના સંબંધમાં એવી કોઈ ખાટાસ નથી. અમે બંને અમારા પુત્રો પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ અને અમે તેના હિત મુજબ જ પોતાના જીવનના નિર્ણય લઈ રહ્યા છીએ. રિતિક અને હું હંમેશા ગાઢ મિત્રો રહીશું. અમે બંને ઘણી બધી વાતો કરીએ છીએ ભલે આજે અમે સાથે નથી રહેતા. પતિ-પત્નીના સંબંધમાંથી બહાર આવ્યા પછી પણ અમે એકબીજાને ખૂબ માન આપીએ છીએ. જ્યારે બાળકો શામેલ હોય છે, ત્યારે અમારા માટે મતભેદોને બાજુ પર રાખવા અને તેમનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.’

જણાવી દઈએ કે રિતિકે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2000 માં કરી હતી. આ દરમિયાન તેની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ એ રિતિકને રાતોરાત સ્ટાર બનાવી દીધો. ત્યારથી લઈને આજ સુધી અભિનેતા પોતાની 20 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. તેની આગામી ફિલ્મની વાત કરીએ તો, તે તમિલ સુપરહિટ ફિલ્મ ‘વિક્રમ વેધા’ ની હિન્દી રિમેક છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની આશા છે.