ભોજપુરી સ્ટાર રિતેશ પાંડે એ કર્યા લગ્ન, જુવો દુલ્હા દુલ્હનની સુંદર તસવીરો

Uncategorized

ભોજપુરી સિનેમાના જાણીતા અભિનેતા અને સિંગર રિતેશ પાંડે પણ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અભિનેતાએ તેની માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. રિતેશે તાજેતરમાં જ તેના ચાહકોને આ મોટા સમાચાર આપ્યા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

રિતેશ પાંડેએ વૈશાલી પાંડે સાથે લગ્ન કર્યા છે. બંનેએ થોડા સમય પહેલા સગાઈ કરી હતી, જ્યારે હવે આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લગ્ન અને સગાઈ બંનેની તસવીરો ચાહકોની વચ્ચે ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો અભિનેતાને સોશિયલ મીડિયા દ્વારા ઘણી શુભકામનાઓ અને અભિનંદન આપી રહ્યા છે.

ખાસ વાત એ છે કે, રિતેશ પાંડેએ તેના જન્મદિવસ પર સાત ફેરા લીધા છે. ગઈકાલે રિતેશે તેના 30 માં જન્મદિવસ પર વૈશાલી સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે, ગઈકાલે અખા ત્રીજનો પણ શુભ દિવસ હતો અને આ દિવસે લગ્નનું વિશેષ મહત્વ છે. ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવી રહી છે. રિતેશ પાંડે અને વૈશાલી પાંડેના લગ્ન કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. કોરોના પ્રોટોકોલનું પાલન કરીને બંને હંમેશા હંમેશા માટે એક બીજા બની ગયા. આ લગ્નમાં બંનેના પરિવાર અને કેટલાક વિશેષ મિત્રો શામેલ થયા હતા. લગ્ન દરમિયાન રિતેશે સફેદ શેરવાની પહેરી હતી જ્યારે વૈશાલીએ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. હાલના સમયમાં કપલને સોશિયલ મીડિયા પરથી તેના લગ્ન જીવન માટે સતત અભિનંદન મળી રહ્યા છે.

લગ્નની તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ દ્વારા શેર કરતી વખતે રિતેશ પાંડે એ એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. તસવીરો શેર કરતી વખતે ભોજપુરી સ્ટાર્સે લખ્યું કે, “ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ. તમારા બધાના આશીર્વાદની આશા છે.” બીજી તરફ ચાહકોએ પણ કમેંટ્સમાં શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, રિતેશ પાંડે ભોજપુરી સિનેમાના એક મોટા સ્ટાર છે. તે એક મહાન અભિનેતા સાથે એક સુંદર સિંગર પણ છે. તેણે ભોજપુરી સિનેમામાં રાની ચેટર્જી, અક્ષરા સિંહ, આમ્રપાલી દુબે, કાજલ રાઘવાની જેવી પ્રખ્યાત અને સફળ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. જ્યારે રિતેશ પોતાના મ્યુઝિક વીડિયોથી પણ ચાહકોને નાચવા માટે મજબૂર કરે છે. તેમની પત્ની વૈશાલી પાંડે હાલમાં સિવિલ સર્વિસની તૈયારીમાં વ્યસ્ત છે. વૈશાલી સુંદરતામાં ભોજપુરી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.