આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે રિતેશ-જેનેલિયા, અંદરથી કંઈક આવો દેખાય છે કપલનો સપનાનો મહેલ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાની જોડી ફિલ્મી દુનિયાની પ્રખ્યાત જોડીમાંથી એક છે. બંનેને ચાહકો ખૂબ પસંદ કરે છે. જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા મુંબઇના જુહુ વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે. ચાલો આજે તમને બંનેના ઘરની ઝલક બતાવીએ.

રિતેશ અને જેનીલિયાનો આ લક્ઝુરિયસ બંગલો સફેદ રંગમાં રંગાયેલો છે. ઘરનો મુખ્ય દરવાજો પેસ્ટલ વ્હાઈટ રંગનો છે, જેના પર કોતરકામ કરવામાં આવ્યું છે. ઘરની ડિઝાઇન તેને રોયલ લૂક આપવાનું કમ કરે છે.

રિતેશના ઘરમાં સુંદર સીઢીઓ પણ છે જે બંને બાજુથી ખુલ્લી છે. આ કપલ ઘણીવાર આ જગ્યા પર તસવીરો ક્લિક કરે છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે, તહેવાર પર રિતેશ સીઢીઓ પર પોતાના બંને પુત્રો સાથે જોવા મળી રહ્યો છે.

આ રીતેશ અને જેનીલિયાના ઘરનો અંદરનો નજારો છે. ઘરની અંદર રહેલી સીડી પર બેસીને જેનેલિયા તસવીરો ક્લિક કરી રહી છે. પાછળના ભાગમાં જેનીલિયાના દિવંગત સસરા અને રીતેશના પિતા વિલાસરાવ દેશમુખની તસ્વીર છે.

આ તસવીરમાં જોઈ શકાય છે કે આખો દેશમુખ પરિવાર જોવા મળી રહ્યો છે. રિતેશની માતા, તેના બે પુત્રો, જેનીલિયા અને રિતેશ તેમના પિતાની તસવીર સાથે પોઝ આપી રહ્યા છે. અંદરથી જોવામાં આવે ત્યારે ઘર મહેલ જેવું લાગે છે.

રિતેશના ઘરમાં એક મોટો અને લક્ઝુરિયસ લિવિંગ રૂમ બનેલો છે. ઘરના આ એરિયામાં ગ્રે સોફા લગાવવામાં આવ્યા છે અને ઘરની અહીંની દિવાલોને બ્રાઉન કલરથી સજાવવામાં આવી છે.

ઘરની દિવાલોને સફેદ રંગથી શણગારવામાં આવી છે. સાથે જ દિવાલો પર સુંદર તસવીરો પણ લગાવવામાં આવી છે. ઘરની અંદરની દરેક ચીજો ખૂબ જ લક્ઝરી અને આકર્ષક છે. આ તસવીરો જોઈને કોઈ ફાઇવ સ્ટાર હોટલની યાદ આવે છે.

રિતેશ અને જેનીલિયાના ઘરમાં પાલતુ કૂતરા પણ છે. મોટેભાગે રિતેશ અને જેનીલિયા તેમના કૂતરાઓ સાથે મસ્તી કરતા જોવા મળે છે. રિતેશ અને જેનીલિયાએ વિશેષ રીતે લાઇટિંગનું કામ કરાવ્યું છે. જેના કારણે તેમના ઘરના દરેક ખૂણામાં પ્રકાશ પડે છે અને તે બંને મોટાભાગે તેમના ઘરના આ એરિયામાં તસવીરો ક્લિક કરાવે છે.

રિતેશના ઘરની દિવાલો ખાસ રીતે સજાવવામાં આવી છે. ઘરની દરેક દિવાલ કેટલાક અનોખા અને નવા કામ સાથે જોવા મળે છે. ઘરની દિવાલો પર વિશેષ કામ ઘરને વધુ સુંદર બનાવે છે.

જણાવી દઈએ કે રિતેશ અને જેનેલિયા ફિલ્મ ‘તુજે મેરી કસમ’ ના શૂટિંગ દરમિયાન મિત્ર બન્યા હતા અને પછી બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યાર પછી બંનેએ વર્ષ 2012 માં લગ્ન કરીને તેમના સંબંધને નવું નામ આપ્યું. જણાવી દઈએ કે રિતેશ તેની પત્ની જેનેલિયાથી ઉંમરમાં 9 વર્ષ મોટા છે. રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝા બે પુત્રના માતાપિતા છે. એક પુત્રનું નામ રિયાન અને એકનું નામ રાહિલ છે. રિયાન મોટો છે જ્યારે રહીલ નાનો દીકરો છે.