હવે કંઈક આવી થઈ ગઈ છે ‘હમ આપકે હૈં કોન’ ની ‘રીટા’, જુવો તેની હાલની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમામાં ઘણા એવા સ્ટાર્સ આવી ચૂક્યા છે જેઓ તેમના સમયમાં સારું નામ કમાવવામાં સફળ રહ્યા છે અને તેમને ઓળખ પણ મળી છે. જો કે સમયની સાથે ઘણા સ્ટાર્સને ભૂલી જવામાં આવે છે. આ લિસ્ટમાં અભિનેત્રી સાહિલા ચડ્ઢાનું નામ પણ શામેલ છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

સાહિલા ચડ્ઢાએ તેની કારકિર્દીમાં સલમાન ખાન, માધુરી દીક્ષિત, રેણુકા સાહણે, આલોક નાથ, મોહનીશ બહલ, અનુપમ ખેર અને રીમા લગૂ જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. સાહિલાને વર્ષ 1994 માં રિલીઝ થયેલી ફિલ્મ હમ આપકે હૈ કૌનથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં આ બધા સ્ટાર્સે મુખ્ય ભુમિકા નિભાવી હતી અને સાહિલા એ પણ સારું કામ કર્યું હતું.

વર્ષ 1994 માં આવેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ આજે પણ દર્શકોને પસંદ આવે છે. હમ આપકે હૈ કૌનમાં સાહિલાએ રીટાની ભૂમિકા નિભાવી હતી. તેણે સલમાન ખાનને પોતાની તરફ આકર્ષિત કરવા માટે દરેક શક્ય પ્રયત્નો કર્યા હતા અને તેની મસ્તીએ ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. જો કે આજે તે રીટા એટલે કે સાહિલા ચડ્ઢાને ખૂબ ઓછા લોકો જાણે છે.

સાહિલાએ હમ આપકે હૈ કૌન, ‘વીરાના’, ‘અબ ઈન્સાફ હોગા’, ‘નમક’, ‘આન્ટી નંબર 1’, ‘તિરછી ટોપીવાલે’, ‘સૈલાબ’ સહિત 50 બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે લાંબા સમયથી ફિલ્મના પડદાથી દૂર છે અને હાલમાં તે તેના પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરી રહી છે.

બોલિવૂડમાં પગ મૂકતા પહેલા સાહિલા મોડેલિંગ કરતી હતી. તેણે ખૂબ જ નાની ઉંમરે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જણાવી દઈએ કે, સાહિલા ચડ્ઢા મિસ ઈન્ડિયા રહી ચુકી છે અને પોતાના નામે આ મોટી સિદ્ધિ નોંધાવતા પહેલા 25 એવોર્ડ જીત્યા છે. મિસ ઈન્ડિયા બન્યા પછી તેને ફિલ્મોની ઘણી ઓફર મળી હતી.

સાહિલાની પહેલી ફિલ્મ ‘શીલા’ હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર લેડી ટારઝનનું હતું. તેની કારકિર્દીમાં તેણે સલમાન ખાન, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી અને ગોવિંદા જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી. તેની એક્ટિંગ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ તમિલ, તેલુગુ, બંગાળી અને ભોજપુરી સિનેમામાં પણ જોવા મળી હતી.

સાહિલા છેલ્લે બોલીવુડમાં ફિલ્મ ‘વન ટુ કા ફોર’ માં જોવા મળી હતી, જેમાં તેની સાથે શાહરૂખ ખાન જોવા મળ્યો હતો. અભિનેત્રીએ વર્ષ 2001 માં અભિનેતા નિમય બાલી સાથે સાત ફેરા લીધા હતા. નિમકી એક અભિનેતા અને નિર્માતા છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. સાહિલા અને નિમય બાલી એક પુત્રીના માતાપિતા છે. સાહિલા ઘણીવાર તેના પતિ અને પુત્રી સાથે જોવા મળે છે. સાહિલાની એક પ્રોડક્શન કંપની પણ છે જે વેબ સિરીઝ અને ટીવી સીરીયલો બનાવે છે.