નીતૂ અને ઋષિ કપૂરને લગ્નમાં અજાણ્યા મહેમાનોએ ગિફ્ટમાં આપ્યા હતા પત્થર, જાણો કોણ હતા તે

બોલિવુડ

ઋષિ કપૂર અને નીતુ કપૂર બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તે જોડી છે જેમની ફિલ્મોથી લઈને પ્રેમ સુધીની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. ભલે આજે ઋષિ કપૂર આ દુનિયામાં નથી પરંતુ છતા પણ આ સુંદર કપલ સાથે જોડાયેલી યાદો અવારનવાર જીવિત થઈ જાય છે. જણાવી દઈએ કે આવો જ એક કિસ્સો છે આ બંનેના લગ્ન સાથે જોડાયેલો. નીતુ કપૂરે એક ઇન્ટરવ્યુમાં પોતે જણાવ્યું હતું કે પોતાના લગ્નના દિવસે તે અને ઋષિ કપૂર બંને બેહોશ થઈ ગયા હતા. તો ચાલો આજે અમે તમને આ બંનેના લગ્ન સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના જણાવીએ.

જણાવી દઈએ કે માત્ર રિયલ લાઈફમાં જ નહીં પરંતુ રીલ લાઈફમાં પણ નીતુ કપૂર અને ઋષિ કપૂરે ખૂબ ધૂમ મચાવી હતી. થોડા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા પછી નીતુ કપૂર અને ઋષિ કપૂરે વર્ષ 1980 માં લગ્ન કર્યા. પરંતુ તેમના લગ્નના આ ખાસ પ્રસંગ પર કેટલાક બિન-આમંત્રિત મહેમાનો પણ ત્યાં પહોંચ્યા હતા અને આ વાતનો ખુલાસો નીતુ કપૂરે પોતે વર્ષ 2003 માં રેડિફને આપેલા ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

નોંધપાત્ર છે કે તે સમય દરમિયાન નીતુ કપૂરે જણાવ્યું હતું કે તેમના લગ્નમાં આવેલા બિન-આમંત્રિત મહેમાનોએ તેમને ગિફ્ટ પણ આપી હતી. અભિનેત્રીએ આ વિશે કહ્યું હતું કે, “અમારા રિસેપ્શનમાં ઘણા બિન-આમંત્રિત મહેમાન પહોંચ્યા હતા. તે લોકોએ ખૂબ જ સુંદર કપડાં પહેર્યા હતા અને સાથે ગિફ્ટ પણ લઈને આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ પણ તેમને એ વિચારીને અંદર આવવા દીધા કે તે મહેમાન હશે.”

નીતુ કપૂરે તે મહેમાનો દ્વારા આપવામાં આવેલી ગિફ્ટનો પણ ખુલાસો કર્યો અને કહ્યું હતું કે, “પછી અમને તે ડબ્બામાં પત્થર મળ્યા હતા.” જણાવી દઈએ કે પોતાના એક ઈન્ટરવ્યુમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે અમારા પરિવારને કારણે જ અમારા આટલા જલ્દી લગ્ન થઈ ગયા હતા. સાથે જ ઋષિ કપૂર અને નીતુ કપૂરની લવ સ્ટોરીની વાત કરીએ તો પહેલી મુલાકાત પર જ અભિનેત્રી તેના પર ગુસ્સે થઈ ગઈ હતી.

નીતુ કપૂરે આ વાતનો ઉલ્લેખ એક રેડિયો શોમાં પણ કર્યો હતો. તેમણે પહેલી મુલાકાત વિશે કહ્યું હતું કે, “ઋષિ કપૂર સાથે મારી પહેલી મુલાકાત ખૂબ જ વિચિત્ર હતી. તેને લોકોના પગ ખેંચવાની અને પરેશાન કરવાની ટેવ હતી. આવી સ્થિતિમાં તેમણે મારા મેકઅપ અને કપડાં પર કમેંટ કરી હતી, જેનાથી મને ખૂબ ગુસ્સો આવ્યો હતો.”

સાથે જ ઋષિ કપૂર વિશે વાત કરતી વખતે નીતુ કપૂરે આગળ કહ્યું હતું કે, “તે ખરેખર ખૂબ જ શેતાન હતા જે દરેકને પરેશાન કરી શકતા હતા અને હું તે સમયે થોડી નાની હતી. મને તેના પર ઘણી વખત હુસ્સો પણ આવ્યો હતો. ‘બોબી’ પછી બધી અભિનેત્રીઓ ઋષિજી સામે મોટી લાગી રહી હતી, આવી સ્થિતિમાં તેમની દરેક ફિલ્મો મારી પાસે આવવા લાગી હતી.”

ઘોડી પર ચળતા પહેલા બેહોશ થઈ ગયા હતા ઋષિ કપૂર: સાથે જ આ બંનેના લગ્ન સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો એક અન્ય છે અને તે છે બેહોશ થવા વાળો. જણાવી દઈએ કે એક ખૂબ જ જૂના ઇન્ટરવ્યુમાં નીતુ કપૂરે પોતે કહ્યું હતું કે તે અને ઋષિ કપૂર તેમના લગ્નના દિવસે બેહોશ થઈ ગયા હતા. ઋષિ કપૂર તો ઘોડી ચળતા પહેલા જ ચક્કર ખાઈને પડી ગયા હતા. તેનું કારણ હતું લગ્નમાં એકઠી થયેલી ભારે ભીડ. સાથે જ નીતૂ કપૂરે પોતાના ભારે લહેંગાને કારણે બેહોશ થઈ ગઈ હતી. નોંધપાત્ર છે કે ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન એક ગ્રેંડ સેલિબ્રેશન હતું.

જેમાં સંબંધીઓ સાથે આખું બોલિવૂડ પણ શામેલ થયું હતું. જેના કારણે લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે બંને નર્વસ થવા લાગ્યા. ઘોડી પર ચળતા પહેલા ઋષિ બેહોશ થઈ ગયા, જ્યારે નીતુ કપૂર લગ્નમાં જ સ્ટેજ પર બેહોશ થઈ ગઈ હતી. છેલ્લે જણાવી દઈએ કે ઋષિ કપૂરનું ગયા વર્ષે એપ્રિલમાં નિધન થઈ ગયું હતું. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. એક વર્ષ સારવાર પછી તે 2019 માં ભારત પરત ફર્યા પરંતુ 2020 માં તેની તબિયત ફરીથી બગડવા લાગી હતી. ત્યાર પછી તેમનું નિધન થઈ ગયું હતું.