ખૂબ જ સુંદર હતી ઋષિ કપૂરની બહેન રિતુ, ગિનીઝ બુકમાં નોંધાયેલું છે તેનું નામ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

કપૂર પરિવાર હિન્દી સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત, સફળ, લોકપ્રિય અને મોટો પરિવાર છે. કપૂર પરિવારને હિન્દી સિનેમાનો પહેલો પરિવાર પણ કહેવામાં આવે છે. કપૂર પરિવારે હિન્દી સિનેમાને એકથી એક ચઢિયાતા કલાકાર આપ્યા છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી, કપૂર પરિવારની ચાર પેઢીઓએ બોલિવૂડમાં પોતાની એક્ટિંગના જલવા ફેલાવ્યા છે અને આ સિલસિલો ચાલુ જ છે.

કપૂર પરિવાર સાથે જોડાયેલો લગભગ દરેક વ્યક્તિ હિન્દી સિનેમામાં એક્ટિવ છે. પૃથ્વીરાજ કપૂરના ત્રણ પુત્રો રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે બોલિવૂડમાં મોટું નામ કમાવ્યું હતું. રાજ કપૂર હિન્દી સિનેમામાં શોમેન તરીકે પ્રખ્યાત થયા હતા. રાજ કપૂરને ત્રણ પુત્રો, રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર હતા.

ત્રણેય એ બોલિવૂડમાં કામ કર્યું હતું અને ઋષિ કપૂરને તો અભિનેતા તરીકે અપાર સફળતા મળી. રાજ કપૂરને ત્રણ પુત્રો ઉપરાંત બે પુત્રી પણ હતી. જેના નામ રીમા કપૂર અને રીતુ નંદા છે. આજે અમે તમને રિતુ નંદા વિશે કેટલીક વિશેષ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

એવું કહેવામાં આવે છે કે પાંચેય બાળકોમાંથી રાજ કપૂરની સૌથી લાડલી પુત્રી રિતુ નંદા હતી. રીતુએ તેના પિતા અને ભાઈઓ અને તેના પરિવારની જેમ ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવી ન હતી. પરંતુ તે લુકમાં કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી ન હતી. સંબંધોમાં રિતુ સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની વેવાઈ હતી. રિતુ ના પુત્ર નિખિલ નંદાના લગ્ન અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન સાથે થયા છે.

જણાવી દઈએ કે રિતુના દાદા એટલે કે પૃથ્વીરાજ કપૂરની દેશના પહેલા વડા પ્રધાન પંડિત નેહરુ સાથે સારી મિત્રતા હતી અને દેશની પહેલી મહિલા વડા પ્રધાન ઈન્દિરા ગાંધી આ મિત્રતાને સંબંધમાં બદલવા ઈચ્છતિ હતી. તેથી રિતુ નંદાના લગ્ન ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે થવાના હતા.

ઇન્દિરાનું મન રિતુને તેના ઘરની વહુ બનાવવાનું હતું. પરંતુ ઇન્દિરા દ્વારા રાજીવને તેના મનની વાત કહેતા પહેલાં રાજીવ એ જ પોતાની માતાને પોતાના દિલની વાત જણાવી દીધી અને આ સંબંધ થઈ શક્યો નહિં. ત્યાર પછી વર્ષ 1969 માં 21 વર્ષની ઉંમરમાં રિતુએ દિલ્હીના બિઝનેસમેન રાજ નંદા સાથે સાત ફેરા લીધા હતા.

ગિનીઝ બુકમાં નોંધાયેલું છે રિતુ નંદાનું નામ: રિતુ નંદા લાઈફ ઈંસ્યોરંસ કોર્પોરેશન સાથે જોડાયેલી હતી. આ સાથે કામ કરતી વખતે, તેણે એવું પરાક્રમ કર્યું કે તેનું નામ ગિનીઝ બુકમાં નોંધાઈ ગયું છે. તેણે એક દિવસમાં 17 હજાર પેન્શન પોલિસી વેચી હતી અને ગિનીસ બુક પણ તેના કારનામાને નમન કરે છે.

30 ઓક્ટોબર 1948 ના રોજ મુંબઇમાં જન્મેલી રિતુ નંદા એ લગભગ દોઢ વર્ષ પહેલાં જ દુનિયા છોડી દીધી છે. તેમનું 71 વર્ષની ઉંમરમાં 14 જાન્યુઆરી 2020 માં દિલ્હીમાં અવસાન થયું હતું. તે કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડિત હતી. 7 વર્ષ સુધી કેન્સર સામે લડ્યા પછી તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.

બચ્ચન પરિવાર પણ રિતુના અંતિમ સંસ્કારમાં શામેલ થયો હતો અને કપૂર અને બચ્ચન બંને પરિવારોએ રિતુને ભીની આંખોથી અંતિમ વિદાય આપી હતી.