આ હતી ઋષિ કપૂરની છેલ્લી ઈચ્છા, તેમના નિધનના 2 વર્ષ પછી પુત્ર રણબીર કપૂર કરી રહ્યા છે પૂર્ણ

બોલિવુડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન માટે મહેમાનો, સંબંધીઓ, મિત્રો અને પરિવારના સભ્યોનો જમાવડો લાગી ચુક્યો છે, પરંતુ દરેક વ્યક્તિ એક વ્યક્તિની ખોટ અનુભવી રહ્યા છે. તે વ્યક્તિનું નામ છે ઋષિ કપૂર. હા, હિન્દી સિનેમાના દિવંગત અને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર બે વર્ષ પહેલા આ દુનિયા છોડીને જઈ ચુક્યા છે.

ઋષિ કપૂરે પોતાની પુત્રી રિદ્ધિમાનું કન્યાદાન કર્યું હતું પરંતુ તે પુત્રના લગ્ન જોઈ શક્યા નહિં. રણબીર અને આલિયા ભટ્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. આખો કપૂર અને ભટ્ટ પરિવાર શામેલ થઈ ચુક્યો છે, જોકે ઋષિ કપૂર ની કમી દરેક લોકો અનુભવી રહ્યા છે. 13મી એપ્રિલે મહેંદી અને હલ્દી સેરેમની કરવામાં આવી હતી જ્યારે 14મી એપ્રિલે રણબીર અને આલિયાના લગ્ન થશે.

થોડા સમયમાં રણબીર અને આલિયા એકબીજાના બની જશે. મુંબઈના આરકે હાઉસમાં આ કપલના લગ્ન થવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો અને વીડિયો હેડલાઇન્સમાં છે. આ દરમિયાન ઋષિ કપૂર સાથે જોડાયેલા એક સમાચાર હેડલાઇન્સમાં આવી ગયા. ખરેખર ઋષિ કપૂરની છેલ્લી ઈચ્છા પૂરી થઈ શકી ન હતી.

ઋષિ કપૂર ઇચ્છતા હતા કે તેમની આંખોની સામે તેમના પુત્ર રણબીર કપૂરના લગ્ન થઈ જાય પરંતુ આવું બની શક્યું નહિં. તેણે વર્ષો પહેલા પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી હતી. દિવંગત અભિનેતા ઈચ્છતા હતા કે રણબીર લગ્ન કરી લે. રણબીરના લગ્ન તો થઈ રહ્યા છે પરંતુ ઋષિ આ દુનિયામાં નથી.

પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન રણબીર વિશે ઋષિ કપૂરે કહ્યું હતું કે, ‘હું મારા પુત્ર રણબીર કપૂરને લગ્ન કરતા જોવા ઈચ્છું છું.’ તેમણે આગળ એ પણ જણાવ્યું હતું કે, ‘તે ઈચ્છે છે કે પુત્ર રણબીર કપૂર લગ્ન કરે તો તેને સંપૂર્ણ પ્રાઈવસી આપવામાં આવે.’ ઋષિ કપૂરે આગળ જણાવ્યું હતું કે, ‘તે સંપૂર્ણપણે રણબીરનો કોલ હશે. હું સંમત છું, જો લગ્નમાં માત્ર 45 લોકો આવે તો હું મારા મિત્રોને જણાવી દઈશ અને તેઓ તેને આશીર્વાદ આપશે અને હું તેની માફી માંગીશ અને કહીશ કે હું બધાને આમંત્રિત ન કરી શક્યો કારણ કે રણબીર ખૂબ જ પ્રાઈવેટ વ્યક્તિ છે અને હું તેની પ્રાઈવસીનું સમ્માન કરું છું.’

2020 માં થઈ ગયું હતું ઋષિ કપૂરનું નિધન: જણાવી દઈએ કે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રહેલા ઋષિ કપૂરનું બે વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું. ઋષિ કપૂર છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. 11 મહિના સુધી અમેરિકામાં તેમના કેન્સરની સારવાર ચાલી હતી અને તે ભારત પરત ફર્યા પરંતુ પછી તેમનું નિધન થઈ ગયું.

ઋષિ કપૂર કેન્સર સામે જીવનની લડાઈ હારી ગયા. વર્ષ 2020 માં, લોકડાઉન અને કોરોના રોગચાળા વચ્ચે, તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. 29 એપ્રિલ 2020 ના રોજ, 67 વર્ષની ઉંમરમાં ઋષિ કપૂરે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનને ટૂંક સમયમાં બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે ઋષિ કપૂરની આ ઈચ્છા તે જીવતા હતા ત્યારે પૂર્ણ થઈ શકતી હતી. એવું એટલા માટે કારણ કે ત્યારે રણબીર અને આલિયા લગ્ન કરવાના હતા, જોકે કોરોના સંક્રમણને કારણે બંનેના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. હવે જ્યારે સ્થિતિ સારી છે ત્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે.