હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂરે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે આજે ઋષિ કપૂર આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ હંમેશા પોતાની શ્રેષ્ઠ ફિલ્મો માટે પોતાના ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. જણાવી દઈએ કે 4 સપ્ટેમ્બર 1952ના રોજ બોલિવૂડ શોમેન રાજ કપૂરના ઘરે જન્મેલા ઋષિ કપૂરે અભિનેત્રી નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નીતુ કપૂર અને ઋષિ કપૂરના લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો, જે ખૂબ ઓછા લોકો જાણે છે.
ઋષિ અને નીતુએ એકસાથે કરી 12 ફિલ્મો: આ પહેલા અમે તમને જણાવવા ઈચ્છીએ છીએ કે ઋષિ કપૂર અને નીતુ સિંહે પોતાની કારકિર્દીમાં એક સાથે ઘણી ફિલ્મો કરી હતી. આ જોડીને ગોલ્ડન સ્ક્રીનની સાથે સાથે લોકો પર્સનલ લાઈફમાં પણ પસંદ કરવા લાગ્યા હતા. ખાસ વાત એ છે કે ઋષિ કપૂરે પોતાની પત્ની એટલે કે નીતુ કપૂર સાથે લગભગ 12 ફિલ્મોમાં કામ કર્યું છે અને આ તમામ ફિલ્મો સફળ સાબિત થઈ છે. ફિલ્મોમાં કામ કરતી વખતે આ બંનેની નિકટતા વધી અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
જણાવી દઈએ કે, ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન 30 જાન્યુઆરી વર્ષ 1980ના રોજ થયા હતા. આ કપલના લગ્નમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ મોટા સ્ટાર્સ શામેલ થયા હતા. તેમના લગ્ન આરકે સ્ટુડિયોમાં ભવ્ય રીતે થયા હતા. કહેવાય છે કે લગ્નમાં એટલા બધા મહેમાનો આવ્યા હતા કે ઋષિ કપૂર ખૂબ જ ગભરાઈ ગયા હતા.
આટલું જ નહિં પરંતુ તેઓ ઘોડી ચઢતા પહેલા જ બેહોશ થઈ ગયા હતા. આ વાતનો ખુલાસો ખુદ નીતુ કપૂરે કર્યો હતો. આ ઉપરાંત નીતુ કપૂરે જણાવ્યું હતું કે તેણે લગ્નમાં ભારે જ્વેલરી પહેરી હતી, જેના કારણે તે પોતે બેહોશ થઈ ગઈ હતી.
આ ઉપરાંત અભિનેત્રીએ શેર કર્યું હતું કે તેના લગ્નમાં કેટલાક એવા પણ મેહમાનો આવ્યા હતા જેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આશ્ચર્યની વાત એ છે કે આ મેહમાનો ગિફ્ટના બદલે બોક્સમાં પત્થરો લાવ્યા હતા. જણાવી દઈએ કે, જ્યારે નીતુ કપૂર એ આ રસપ્રદ કિસ્સો શેર કર્યો ત્યારે બધા હસવા લાગ્યા હતા અને આ પળને યાદ કરીને તે ખૂબ ખુશ થઈ હતી.
ઋષિના નિધનથી એકલી પડી ગઈ નીતૂ: જણાવી દઈએ કે, ઋષિ કપૂર 68 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમને 29 એપ્રિલ 2020 ના રોજ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી ત્યાર પછી તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ 30 એપ્રિલ 2020 ના રોજ તેમનું નિધન થયું હતું. આવી સ્થિતિમાં નીતુ કપૂર એકલી પડી ગઈ. જો કે, તેના પતિના નિધન પછી, નીતુ કપૂરે પોતાનું ધ્યાન રાખ્યું અને હવે તે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં એક્ટિવ છે.
તાજેતરમાં જ તે ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માં જોવા મળી હતી જેમાં તેની સાથે અનિલ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેણે ટીવી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં પણ જજની ભૂમિકા નિભાવી હતી.