24 વર્ષની ઉંમરમાં આટલા અધધધ કરોડની સંપત્તિનો માલિક છે આ ખેલાડી, નેટવર્થમાં દિગ્ગજોને પણ આપે છે ટક્કર

રમત-જગત

ટીમ ઈન્ડિયાના ધાકડ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે ચર્ચામાં રહે છે. ઋષભ પંત પોતાની રમતની સાથે સાથે પોતાની લક્ઝરી લાઈફ માટે પણ પ્રખ્યાત છે. ઋષભ પંત 24 વર્ષની ઉંમરમાં જ કરોડોની સંપત્તિના માલિક છે.

ઋષભ પંતની કુલ સંપત્તિ માત્ર 24 વર્ષની ઉંમરમાં જ લગભગ 66.42 કરોડ રૂપિયા છે. વર્ષ 2021માં પંતની કુલ સંપત્તિ 5 મિલિયન ડોલર હતી, જે ભારતીય રૂપિયા મુજબ 39 કરોડ છે.

પંતની વાર્ષિક આવક 10 કરોડ રૂપિયાની આસપાસ છે, જ્યારે તે મહિને 30 લાખ રૂપિયા કમાય છે. ઋષભ પંત ઉત્તરાખંડના હરિદ્વારમાં એક લક્ઝરી ડિઝાઇનર ઘરના માલિક છે.

ઋષભ પંતને મોંઘી કારનો ખૂબ જ શોખ છે. પંતના કાર કલેક્શનમાં મરસિડિઝ, ઓડી A8 અને ફોર્ડ શામેલ છે, જેની કિંમત અનુક્રમે 2 કરોડ, 1.80 કરોડ અને 95 લાખ રૂપિયા છે.

ઋષભ પંત બીસીસીઆઈ કોન્ટ્રાક્ટના એ ગ્રેડમાં આવે છે, જે હેઠળ તેમને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ માટે એક સીઝનની 8 કરોડ રૂપિયા ફી મળે છે.

ઋષભ પંત ભારત માટે અત્યાર સુધીમાં 31 ટેસ્ટ, 27 વનડે અને 58 ટી20 મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 2123 રન, વનડેમાં 840 રન અને ટી20માં 934 રન બનાવ્યા છે.