ઉર્વશી રૌતેલાને બ્લોક કરીને આ પહાડી છોકરીના પ્રેમમાં ડૂબેલા છે ઋષભ પંત, રહે છે દેહરાદૂનમાં

રમત-જગત

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ઋષભ પંત ખૂબ લાઇમ લાઈટમાં રહે છે. તેનું કારણ ક્રિકેટ તો છે જ, સાથે જ તેની લવ લાઈફ પણ છે. તે પોતાની લવ લાઈફને કારણે ખૂબ ચર્ચામાં પણ રહે છે. ઋષભ જ તે ખિલાડી છે જેમણે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી કહેવાતી ઉર્વશી રૌતેલાને બ્લોક કરી દીધી હતી.

ઋષભ પંત હવે એક બીજી છોકરીના પ્રેમમાં ડૂબેલા છે. આ છોકરી દેહરાદૂનમાં રહે છે અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાથી કોઈ પણ રીતે ઓછી દેખાતી નથી. આ કારણથી ઋષભ પંત હવે ઉર્વશીને ભૂલીને આ છોકરીના પ્રેમમાં છે. ચાલો જાણીએ કોણ છે તે છોકરી અને બંને એકબીજાને કેવી રીતે ઓળખે છે.

દિલ્લી કેપિટલ્સના કેપ્ટન છે પંત: સૌથી પહેલા આપણે ઋષભની ​​કારકિર્દી વિશે વાત કરીએ. પંત ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર છે. આ સાથે તે બેટિંગ પણ કરે છે અને આ સમયે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. 26 માર્ચથી શરૂ થઈ રહેલી IPLમાં તે પોતાના જલવા બતાવવા માટે તૈયાર છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે તેને મોકલવામાં આવ્યા છે.

પંત તેની વિકેટ કીપિંગ માટે તો પ્રખ્યાત છે જ, સાથે જ પોતાની બેટિંગના દમ પર પણ ઘણી વખત ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી ચુક્યા છે. એટલા માટે કેપ્ટન તેના પર વિશ્વાસ કરે છે. સાથે જ IPLમાં, તેમનું અલગ જ સ્વરૂપ સામે આવે છે. તેની તાબડતોડ બેટિંગને દર્શકો ખૂબ જ પસંદ કરે છે.

આ છોકરીના પ્રેમમાં ડૂબેલા છે પંત: એક સમયે ઉર્વશી રૌતેલા સાથે ઈશ્ક લડાવનાર ઋષભ પંતની લવ લાઈફ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ એક છોકરી છે જે તેના જીવનમાં આવી છે. જેના કારણે તે અભિનેત્રી ઉર્વશીને પણ ભૂલી ગયા છે. આ છોકરીનું નામ ઈશા નેગી છે. ઈશા દેહરાદૂનની રહેવાસી છે અને ઈન્ટીરીયર ડીઝાઈનર છે. ઈશા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે.

તમને જણાવી દઈએ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પણ શેર કરતા રહે છે. ઈશા લુકમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. આ કારણે જ તેણે ઋષભનું દિલ ચોરી લીધું છે. બંને એકબીજા સાથે સમય પસાર પણ કરે છે અને ખૂબ ધ્યાન પણ રાખે છે.

ઉર્વશીને કરી ચુક્યા છે બ્લોક: ઈશા પહેલા ઋષભ પંતના જીવનમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા હતી. ઉર્વશી અને પંત એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2019 માં, બંને જુહુની એક હોટેલમાં મોડી રાત્રે ડિનર માટે જતા જોવા મળ્યા હતા. ત્યારથી બંનેના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા.

જો કે પછી તેમના રસ્તા અલગ થઈ ગયા. ઋષભને તે દરમિયાન શ્રીલંકા સામેની મેચમાં જગ્યા મળી ન હતી કારણ કે તે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હતા. આ કારણે તે ખૂબ જ પરેશાન હતો. આ ચિંતા અને ગુસ્સામાં તેણે ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી. ત્યાર પછી જ ઈશા તેના જીવનમાં આવી.