ઋષભ પંત એ ઉર્વશી સાથે સેલિબ્રેટ કરી હોળી, તસવીરો શેર કરીને ચાહકોએ આપી શુભકામનાઓ, જુવો તેમની તસવીરો

રમત-જગત

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કાર અકસ્માતમાં ઈજાને કારણે ક્રિકેટથી ખૂબ દૂર થઈ ચુક્યા છે. ડોક્ટરોની સલાહ મુજબ પંતને મેદાનમાં પાછા ફરવામાં લગભગ 8 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ ઋષભ પંતના ચાહકો માટે સૌથી મોટા સારા સમાચાર એ છે કે પંત હવે ઈજામાંથી ઘણી હદ સુધી ઠીક થઈ ચુક્યા છે. તાજેતરમાં જ હોળીના તહેવાર પર, ઋષભ પંતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ચાહકોને અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી.

થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન ઋષભ પંત રોડ અકસ્માતના શિકાર બન્યા હતા. આ દરમિયાન તેમને ગંભીર ઈજા થઈ હતી. તેની કાર પણ સંપૂર્ણપણે બળી ગઈ હતી, પરંતુ આ અકસ્માતમાં ઋષભ બચી ગયા હતા. ત્યાર પછી તેમની સર્જરી થઈ અને હવે તે રિકવર થઈ રહ્યા છે.

થોડા દિવસો પહેલા ક્રિકેટરે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી, જેમાં તે ક્રેચની મદદથી ચાલતા જોવા મળ્યા હતા. ત્યાર પછી ચાહકો તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઋષભ માટે પ્રાર્થના કરનારમાં ઉર્વશી રૌતેલાનું નામ શામેલ છે.

રિષભ પંતે સેલિબ્રેટ કરી હોળી, તસવીર શેર કરીને ચાહકોને પાઠવી શુભેચ્છા: ખરેખર, 26 વર્ષીય ક્રિકેટરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હોળીની તસવીર શેર કરી છે. આ તસવીરમાં ઋષભ પંત હાથમાં રંગોથી ભરેલી થાળી લઈને જોવા મળી રહ્યા છે. આ સાથે પંતે પોસ્ટના કેપ્શનમાં ચાહકો માટે હોળીનો સંદેશ પણ લખ્યો છે. પંતે પોતાની કલરફુલ તસવીર શેર કરતા લખ્યું કે, ‘બુરા ના માનો હોલી હૈ!! સૌને હોળીની શુભકામનાઓ. હોળીના રંગો તમારા જીવનમાં ખુશીઓથી ઝળહળી ઉઠે અને આપ સૌને શુભેચ્છા.’

પંતે તેની સાથે એક ઇમોજી પણ શેર કર્યું છે. ઋષભ પંતની આ પોસ્ટ પર ચાહકો પણ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ ટીમ ઈન્ડિયામાં વહેલામાં વહેલી તકે તેમના કમબેક માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. એક ચાહકે રિષભ પંતને ઉર્વશી સાથે હોળી રમતા જોયો અને તેણે ટ્વીટ કરીને પંતને પૂછ્યું, ‘યે આપ હો ક્યા? જણાવી દઈએ કે તે પંત નહીં પરંતુ તેના જેવો દેખાતો કોઈ અન્ય વ્યક્તિ હતો.