આલિયા ભટ્ટ નહિં પરંતુ આ વ્યક્તિ સાથે પુત્ર રણબીરના લગ્ન કરાવવા ઈચ્છતા હતા ઋષિ કપૂર, જાણો કોણ છે તે

બોલિવુડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાત જન્મોના બંધનમાં બંધાઈ ચુક્યા છે. 14 એપ્રિલે બંનેના લગ્ન થયા હતા. તેમના ચાહકો પણ બંનેના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેમના લગ્ન તો થઈ ચુક્યા થઈ ચુક્યા છે પરંતુ તેની ચર્ચા અત્યારે પણ થઈ રહી છે. ક્યારેક તેમનો કોઈ વીડિયો તો ક્યારેક તેમની કોઈ તસવીરો વાયરલ થઈ જાય છે.

જો કે રણબીર કપૂર અને આલિયાના લગ્નમાં તમામ મહેમાનો હાજર હતા. બસ રણબીરના પિતા ઋષિ કપૂર નથી રહ્યા કારણ કે તેમનું નિધન થઈ ચુક્યું છે. શું તમે જાણો છો કે ઋષિ કપૂર આલિયા સાથે નહિં પરંતુ કોઈ અન્ય સાથે પુત્ર રણબીરના લગ્ન કરાવવા ઈચ્છતા હતા. જો તમે પણ જાણવા ઈચ્છો છો કે તે કોણ છે તો તમને જણાવી દઈએ.

બોલીવુડમાં ખૂબ રહી કપૂર ખાનદાનના લગ્નની ધૂમ: કપૂર પરિવારના આ લગ્નની ખૂબ રાહ જોવાઈ રહી હતી. ઋષિ કપૂરની ગેરહાજરીમાં તેમની પત્ની નીતુ કપૂરે લગ્નની તમામ વ્યવસ્થા કરી હતી. 14 એપ્રિલે લગ્નના દિવસે મહેમાનોની મહેમાનગતિથી લઈને તમામ વ્યવસ્થાઓ પરફેક્ટ હતી. બોલિવૂડમાં દરેક જગ્યાએ કપૂર પરિવારના આ લગ્નની ચર્ચા થઈ રહી હતી.

આલિયા ભટ્ટ પણ લગ્ન પછી ખૂબ ખુશ જોવા મળી રહી છે. તે બાળપણથી જ રણબીરને પસંદ કરતી હતી. બસ તેણે ક્યારેય પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નથી. સાથે જ રણબીરને એ પણ ખબર ન હતી કે આલિયા તેને પ્રેમ કરે છે. છેવટે બંનેએ એકબીજાના પ્રેમને જાણ્યો અને સાત જન્મો સુધી સાથ નિભાવવાનું વચન આપ્યું.

રણબીર કપૂરના રહ્યા છે ઘણા અફેર: એવું નથી કે રણબીર કપૂરની પહેલી પસંદ આલિયા ભટ્ટ હતી. તેમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. ઘણી અભિનેત્રીઓ સાથે તેમનું ગંભીર અફેર પણ હતું. તેમાં દીપિકા પાદુકોણ પણ છે. એક સમયે બંને એકબીજાની ખૂબ જ નજીક હતા. પછી રણબીરે તેની સાથે બ્રેકઅપ કર્યું હતું.

દીપિકા પછી રણબીર કેટરીના કૈફ સાથે રિલેશનશિપમાં રહ્યો. બંનેનું અફેર તો લગ્ન સુધી પહોંચવાનું હતું. પછી એવા સમાચાર આવ્યા હતા કે નીતુ કપૂરને આ સંબંધ પસંદ ન હતો. બીજી તરફ આલિયાનું નામ પણ ઘણા હીરો સાથે જોડાયું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ તેમાંથી એક હતા જેની સાથે આલિયાના અફેરના સમાચાર આવ્યા હતા.

જાણો ઋષિ કપૂર કોની સાથે કરાવવા ઈચ્છતા હતા લગ્ન: ઋષિ કપૂરનું નિધન થઈ ગયું છે. આ કારણે તે લગ્નમાં જોવા મળ્યા ન હતા. છતાં પણ તેમની તસવીર રાખવામાં આવી. આ તસવીર દ્વારા આલિયાએ પોતાના સસરાના આશીર્વાદ પણ લીધા હતા. ઋષિનું એક જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તે પુત્ર રણબીરના લગ્ન કોઈ અન્ય સાથે કરવાની વાત કરી રહ્યા છે.

ખરેખર આ ટ્વીટ ફની હતું જે તેણે રણબીર અને તેના બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી વિશે કર્યું હતું. તેણે 30 જૂન 2018ના રોજ એક તસવીર શેર કરી હતી. તેમાં મજાકમાં લખખ્યું હતું કે ‘તમે બંને બેસ્ટ ફ્રેન્ડ્સ, લગ્ન વિશે તમે બંનેએ શું વિચાર્યું છે, હવે સમય આવી ગયો છે.’ તેમની આ મજાક પર લોકોએ ખૂબ મજા લીધી હતી.