પુત્રી રિદ્ધિમાએ પુણ્યતિથિ પર પિતા ઋષિ કપૂરને કર્યા યાદ, રણબીર કપૂરના સાસુએ કરી આ ખાસ કમેંટ

બોલિવુડ

67 વર્ષની ઉંમરમાં 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહેનાર દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂરની આજે બીજી પુણ્યતિથિ છે. ઋષિ કપૂરનું કેન્સર જેવી ગંભીર બીમારીને કારણે 30 એપ્રિલ 2020ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. ઋષિ કપૂરની અકાળે વિદાયથી કરોડો સિનેમાપ્રેમીઓ દુ:ખી થયા હતા. તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ પર ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન ઋષિને તેમની પુત્રી રિદ્ધિમા કપૂરે પણ યાદ કર્યા છે અને રિદ્ધિમાએ પણ પિતાને સોશિયલ મીડિયા દ્વારા યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી રિદ્ધિમા કપૂર સાહનીએ પિતાને યાદ કરતા પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક અનસીન તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો દ્વારા તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

રિદ્ધિમાએ જે તસવીર શેર કરી છે તે ઋષિની જવાની અને રિદ્ધિમાના બાળપણના દિવસોની છે. આ તસવીર ચાહકોને ભાવુક પણ કરી રહી છે અને તેમના દિલને સ્પર્શી રહી છે. આ તસવીરમાં નાની રિદ્ધિમા પોતાના પિતા ઋષિ કપૂરના ખોળામાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં રિદ્ધિમાએ તેના કેપ્શનમાં ‘પાપા’ લખ્યું છે અને હાર્ટ ઈમોજી બનાવ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર રિદ્ધિમાની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના પર શગુન ખન્ના, મહિપ કપૂર, મનીષ મલ્હોત્રા, ભાવના પાંડે, સિંગર કનિકા કપૂર, રણબીર કપૂરની સાસુ અને આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન વગેરેએ હાર્ટ ઇમોજી કમેન્ટ કર્યું છે. સાથે જ ચહકો પણ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં રિદ્ધિમા અને ઋષિની આ તસવીરને 32 હજારથી વધુ લોકોએ પસંદ કરી છે. સાથે જ એક યુઝરે તેના પર કમેંટ કરતા લખ્યું છે કે, “આજે અને હંમેશ માટે લેજેન્ડ. તેના જેવું કોઈ નથી.” એક યુઝરે લખ્યું કે, “તમે મારી આંખોમાં આંસુ લાવી દીધા”. સાથે જ એક યુઝરે આ તસવીરને ખૂબ જ સુંદર જણાવી.

પિતાના અંતિમ દર્શન ન કરી શકી હતી રિદ્ધિમા: નોંધપાત્ર છે કે, રિદ્ધિમા પોતાના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. તે પોતાના પિતા ઋષિ કપૂરના અંતિમ દર્શન કરી શકી ન હતી. ત્યારે દેશમાં લોકડાઉન હતું. રિદ્ધિમા તેના પિતાના અંતિમ દર્શન માટે દિલ્હીથી નીકળી ગઈ હતી, જોકે ઋષિના અંતિમ સંસ્કાર તેમના આગમન પહેલા જ થઈ ચૂક્યા હતા.