જ્યારે બોલીવુડની અભિનેત્રીઓ બની હતી દુલ્હન ત્યારે ઉડાવી દીધા હતા બધાના હોંશ, જાણો કોણે પહેર્યો હતો સૌથી મોંઘો લહેંગો

બોલિવુડ

બોલિવૂડમાં હજી પણ લગ્નની સીઝન ચાલી રહી છે. અભિનેતા વરૂણ ધવનના લગ્ન નતાશા દલાલ સાથે થયા છે. અને દિયા મિર્ઝા પણ તેના લગ્નની તૈયારી કરી રહી છે. દિયાના લગ્નની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તેમના લગ્નનું ફંક્શન 15 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. દિયા મિર્ઝા બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી રહી છે. બંનેના આ બીજા લગ્ન છે.

દિયાનો દુલ્હન વાળો લૂક હજી બહાર આવ્યો નથી. જણાવી દઈએ કે જ્યારે બોલીવુડની અભિનેત્રીઓ દુલ્હન બની છે ત્યારે તે ખૂબ જ સુંદર જોવા મળી છે. આ અભિનેત્રીઓએ તેમના લગ્નોમાં ખૂબ જ મોંઘા અને સુંદર લેહેંગા પહેર્યા છે. આજે અમે તમને આ અભિનેત્રીઓના લહેંગા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની કિંમત જાણીને ઉડી જશે તમારા હોંશ.

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અમેરિકન પોપ સિંગર નિક જોનાસ સાથે 1-2 ડિસેમ્બર, 2018 ના રોજ લગ્ન કર્યા. તેના લગ્ન દરમિયાન પ્રિયંકાએ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. તેનો લહેંગો ઓવરઓલ સીક્વંસ અને ક્રિસ્ટલ વર્કથી સજેલો હતો. જેના કારણે તે ખૂબ જ ચમકી રહ્યો હતો. તેની કિંમત 18 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ડિમ્પલ ગર્લ દીપિકા વિશે વાત કરીએ તો તેણે અભિનેતા રણવીર સિંહ સાથે 14 નવેમ્બર, 2018 નાં રોજ લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન તેણે લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. આ લહેંગાને યૂનિક બનાવવા માટે, ઘણા પ્રકારના ખાસ એમ્બ્રોડરીથી સજાવવામાં આવ્યો હતો. આ લહેંગાની કિંમત 12 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અનુષ્કા શર્માએ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. આ બંનેના લગ્ન 11 ડિસેમ્બર, 2017 ના રોજ થયા હતા. તેના લગ્નમાં તેણે પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. આ લહેંગા પર દોરાથી ફ્લોરલ અને બૂટિયોનું ભરતકામ કરવામાં આવ્યું હતું. જો સમાચારની વાત માનીએ તો આ લહેંગાની કિંમત 25 થી 30 લાખ રૂપિયા હતી.

ખૂબ જ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 20 એપ્રિલ, 2007 ના રોજ થયા હતાં. એશે તેના લગ્નમાં ગોલ્ડન યલો કલરની કાંજીવરમ સાડી પહેરી હતી. આ સાડી બનાવવા માટે સોનાના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એશની સાડીમાં સ્વરોવસ્કી ક્રિસ્ટલ પણ લગાવવામાં આવ્યા હતા. એશની સાડી આ બધા લહેંગાથી મોંઘી હતી. તેની સાડીની કિંમત લગભગ 75 લાખ રૂપિયા હતી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 22 નવેમ્બર, 2009 ના રોજ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. તેણીએ લગ્નના દિવસે લાલ રંગની સાડી પહેરી હતી, જેના પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. તેની સાડીમાં સ્વરોવસ્કી ક્રિસ્ટલ પણ લગાવવામાં આવ્યા હતા. આ ડ્રેસની કિંમત 50 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે 8 મે 2018 ના રોજ લગ્ન કર્યા હતા. તેણે તેના લગ્નમાં લગભગ 70 લાખ રૂપિયાનો લહેંગો પહેર્યો હતો. કરિશ્મા કપૂરે 29 સપ્ટેમ્બર, 2003 ના રોજ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરિશ્માએ તેના લગ્નમાં પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. આ લહેંગા પર સિલ્વર વર્ક કરવામાં આવ્યું હતું. આ લહેંગાની કિંમત પણ લાખમાં હતી.

કરિશ્માની બહેન કરીના કપૂર વિશે વાત કરીએ તો તેણે સૈફ અલી ખાન સાથે 2012 માં લગ્ન કર્યા હતા. કરીનાએ તેના લગ્નમાં મરૂન અને બરગંડી કલરનો લગેંગો પહેર્યો હતો. તેના પર બોર્ડર અને બ્લાઉઝ પર સિક્વંસ, ક્રિસ્ટલ અને સિલ્વર થ્રેડથી વર્ક કરવામાં આવ્યું હતું. તેની કિંમત પણ 50 લાખ રૂપિયા હતી.

Leave a Reply

Your email address will not be published.