આવનારો સમય AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. AIની મદદથી એક અલગ અને નવી દુનિયા જોવા મળે છે. આવનાર સમય કેવો હશે? લોકો કેવા દેખાશે? શહેરો કેવા દેખાશે અને કેવા લાગશે? AI ટેક્નોલોજીની મદદથી તેમની સાથે જોડાયેલી તસવીરો સામે આવતી રહે છે. AI આર્ટિસ્ટ શાહિદે તાજેતરમાં જ દેશ અને દુનિયાના કેટલાક મોટા બિઝનેસમેનની તસવીરો પોસ્ટ કરી છે જે AI ટેક્નોલોજીની મદદથી એક્સરસાઇઝ કરી રહ્યા છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીથી લઈને બિલ ગેટ્સ સુધી AI તસવીરોમાં જીમમાં પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે. તો ચાલો જોઈએ શાહિદ દ્વારા તૈયાર કરેલી તસવીરો.
મુકેશ અંબાણી: મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ યમનમાં થયો હતો. મુકેશ અંબાણી 66 વર્ષના થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે તે ભારતની સાથે એશિયાના સૌથી અમીર વ્યક્તિ પણ છે. સાથે જ થોડા દિવસો પહેલા ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં, તેઓ દુનિયાના નવમા સૌથી અમીર વ્યક્તિ તરીકે ચૂંટાયા હતા. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને સૌથી મોટા શેરહોલ્ડર છે.
બીલ ગેટ્સ: બિલ ગેટ્સ એક સમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહી ચુક્યા છે. અત્યારે પણ તેમની ગણતરી દુનિયાના ટોપ અમીરોમાં થાય છે. બિલ ગેટ્સ દુનિયાભરમાં ઓળખાય છે. 28 ઓક્ટોબર 1955ના રોજ અમેરિકામાં જન્મેલા બિલની કુલ સંપત્તિ 113.2 બિલિયન USD (2023) છે. જણાવી દઈએ કે બિલ માઇક્રોસોફ્ટના સંસ્થાપક છે.
માર્ક ઝુકરબર્ગ: માર્ક ઝુકરબર્ગે ફેસબુકની સ્થાપના કરી હતી. 14 મે 1984ના રોજ જન્મેલા માર્ક 38 વર્ષના થઈ ચુક્યા છે. 84.4 બિલિયન યુએસડી (2023) ની સંપત્તિના માલિક માર્ક ઝુકરબર્ગ ટ્રેડમિલ પર સિક્સ પેક એબ્સ બતાવતા જોવા મળી રહ્યા છે.
એલન મસ્ક: હવે વાત કરીએ એલન માસ્ક વિશે. એલન મસ્ક હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની બાગડોર સંભાળનાર એલન મસ્ક 51 વર્ષના છે. તેમનો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમની કુલ સંપત્તિ 172.1 બિલિયન યુએસડી (2023) છે.
જેક મા: જેક મા ચીનના ખૂબ જ અમીર બિઝનેસમેન છે. જેક માનું નામ દુનિયાભરમાં છે. જેક અલી બાબા ગ્રુપના સંસ્થાપક છે. તેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1964ના રોજ ચીનમાં થયો હતો. 58 વર્ષના થઈ ચુકેલા જેક માની કુલ સંપત્તિ ફોર્બ્સના વર્ષ 2023ના રિપોર્ટ મુજબ 23.4 બિલિયન યુએસડી છે. જેક માની આ AI ટેકનિકની મદદથી તૈયાર કરવામાં આવેલી તસવીરમાં જેક બિલકુલ બોડી બિલ્ડર જેવા લાગી રહ્યા છે.
રતન ટાટા: શાહિદે જે ધનકુબેરોની તસવીરો પોસ્ટ કરી છે તેમાં ભારતના અન્ય બિઝનેસમેન રતન ટાટા પણ શામેલ છે. 84 વર્ષના રતન ટાટા ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન છે. એક્સરસાઇઝ કરતા જોવા મળી રહેલા રતનની તસવીર પણ લોકોએ ખૂબ પસંદ કરી છે.
જેફ બેઝોસ: 59 વર્ષીય જેફ બેઝોસ અમેરિકન રોકાણકાર છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1964ના રોજ અમેરિકામાં થયો હતો. તેમની કુલ સંપત્તિ ફોર્બ્સ મુજબ વર્ષ 2023માં USD 126.7 બિલિયન છે. તે આ તસવીરમાં ખૂબ જ મજબૂત બોડી સાથે જોવા મળી રહ્યા છે.