આ છે બોલીવુડના 9 સૌથી અમીર અભિનેતા, કોઈ કોલસાની ખાણમાં કામ કરતું હતું તો કોઈ…..

બોલિવુડ

બોલિવૂડ અભિનેતાઓ પોતાની એક્ટિંગથી તો ચાહકોના દિલ જીતી લે છે, સાથે જ તે પોતાની લક્ઝરી લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે. એક ફિલ્મ માટે બોલિવૂડ કલાકારો કરોડો રૂપિયા ચાર્જ કરે છે અને તે કરોડો અને અબજો રૂપિયાની સંપત્તિના માલિક રહે છે. ચાલો આજે તમને 2021 ના 9 સૌથી અમીર બોલીવુડ અભિનેતાઓ વિશે જણાવીએ.

શાહરુખ ખાન: છેલ્લા 28 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલા શાહરૂખ બોલિવૂડના સૌથી અમીર અભિનેતા હોવાની સાથે સાથે દુનિયાના સૌથી અમીર અભિનેતાઓમાંથી એક છે. 250 કરોડ રૂપિયાના બંગલા ‘મન્નત’ માં રહેતા શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 740 મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે. એક સમયે શાહરૂખ ‘ફૌજી’ નામની સિરિયલમાં કામ કરતોતા હતા પરંતુ આજે આખી દુનિયા તેને કિંગ ખાન, કિંગ ઓફ રોમાન્સ અને બોલિવૂડના બાદશાહ તરીકે ઓળખે છે.

અમિતાભ બચ્ચન: આ નામ કોણ સારી રીતે નથી ઓળખતું? આખી દુનિયામાં સદીના સુપરસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચનને ઓળખવામાં આવે છે. કહેવાય છે કે સિનેમાના ઇતિહાસમાં તેમના જેવા અભિનેતા ક્યારેય ન હતા અને ક્યારેય નહીં હોય. સદીના મહાનાયક, બિગ બી, બોલીવુડના શહેનશાહ, બોલીવુડના એંગ્રી યંગમેન અને ન જાણે કેટલા નામથી ખાસ ઓળખ ધરાવતા અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના બીજા સૌથી અમીર અભિનેતા છે. તેમની કુલ સંપત્તિ 405 મિલિયન ડોલર છે. જણાવી દઈએ કે એક સમયે બિગ બી કોલકાતામાં કોલસાની ખાણમાં કામ કરતા હતા.

સલમાન ખાન: સલમાન ખાન હિન્દી સિનેમાના એક ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે. 55 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા સલમાનના જલવા આજે પણ ફિલ્મી પડદા પર જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાનની કુલ સંપત્તિ 220 મિલિયન ડોલર છે. પોતાની 33 વર્ષની કારકિર્દીમાં સલમાન ઘણી હિટ ફિલ્મો આપી ચુક્યા છે.

આમિર ખાન: આમિર ખાનને હિન્દી સિનેમામાં મિસ્ટર પરફેક્શનિસ્ટ ના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1986 માં કારકિર્દીની શરૂઆત કરનાર આમિર ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તેની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જુવે છે. અભિનેતાની સંપત્તિ પર એક નજર કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લગભગ 205 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે.

અક્ષય કુમાર: બોલિવૂડના ખિલાડી એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમાર આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે હિન્દી સિનેમાના સૌથી હિટ અભિનેતાની સાથે જ સૌથી ફિટ અભિનેતા તરીકે ઓળખાય છે. છેલ્લા 30 વર્ષથી હિન્દી સિનેમા પર રાજ કરી રહેલા અક્ષય કુમારે ખૂબ ખ્યાતિની સાથે સાથે ખૂબ સંપત્તિ પણ મેળવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર 200 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. જણાવી દઈએ કે અક્ષય એક સમયે શેફ રહી ચૂક્યા છે તો ક્યારેક તેમણે બાળકોને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ પણ આપી છે.

સૈફ અલી ખાન: જાણીતા અભિનેતા સૈફ અલી ખાને વર્ષ 1993 માં ફિલ્મ ‘પરમપરા’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. નવાબ ખાનદાન સાથે સંબંધ ધરાવતા સૈફ અલીની કુલ સંપત્તિ 140 મિલિયન ડોલર છે. જણાવી દઈએ કે તે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી અને હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટૈગોરના પુત્ર છે.

રિતિક રોશન: સુપરસ્ટાર રિતિક રોશનને હિન્દી સિનેમાના ગ્રીક ગૉડ કહેવામાં આવે છે. તેનું નામ બોલિવૂડના અમીર અભિનેતાઓના લિસ્ટમાં તો છે જ સાથે જ તે દુનિયાના સૌથી હેન્ડસમ પુરુષોમાંથી પણ એક છે. છેલ્લા 20 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલા રિતિક લગભગ 98 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે.

જ્હોન અબ્રાહમ: પોતાની એક્ટિંગની સાથે જ જ્હોન હિન્દી સિનેમામાં પોતાની મજબૂત બોડી માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. જ્હોન એક સમયે મોડેલ હતા, પછી તે બોલીવુડ અભિનેતા બની ગયા. તેની મોડેલિંગ કારકિર્દી સફળ રહેવાની સાથે જ તેની ફિલ્મી કારકિર્દી પણ સફળ રહી છે. તે સારા પૈસા કમાવવામાં પણ સફળ રહ્યા. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઘણી હિટ ફિલ્મોના ભાગ રહી ચુકેલા અભિનેતા જ્હોન અબ્રાહમ કુલ 68 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે.

રણબીર કપૂર: દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને જાણીતી અભિનેત્રી નીતુ કપૂરના પુત્ર રણબીરે હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું છે. તે છેલ્લા 14 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે. બોલિવૂડના હેન્ડસમ અભિનેતાના લિસ્ટમાં શામેલ રણબીર કપૂરની કુલ સંપત્તિ 66 મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે.