વિક્કી અને કેટરીનામાં કોણ છે વધુ અમીર, કોણ કમાય છે સૌથી વધુ, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

બોલિવુડ

હિંદી સિનેમાની પ્રખ્યાત અને ખૂબ જ સુંદર અભિનેત્રી કેટરિના કૈફ અને જાણીતા અભિનેતા વિકી કૌશલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્નના સમાચાર ફિલ્મી કોરિડોરમાં જોર-શોરથી હેડલાઈન્સમાં બની રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની થોડા વર્ષોની લવ સ્ટોરીને હવે બંને લગ્ન કરીને નવું નામ આપવા જઈ રહ્યા છે.


કેટરિના કૈફ અને વિકીમાંથી કોઈએ પણ હજુ સુધી તેમના સંબંધ પર ઓફિશિયલ રીતે કંઈ નથી કહ્યું જો કે બંને આવતા મહિને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છીએ. બંનેના લગ્ન ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં થશે. જ્યાં અનેક ફિલ્મી હસ્તીઓ શામેલ થશે. લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલ અને કેટરીના કૈફની સંપત્તિના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે બંને પાસે કેટલી સંપત્તિ છે અને કપલના કાર કલેક્શનમાં કઈ કઈ લક્ઝરી ગાડીઓ શામેલ છે. આ સાથે જ આપણે જાણીશું કે વિકી અને કેટરીના એક ફિલ્મ માટે કેટલી ફી લે છે અને એક વર્ષમાં બંને કેટલી કમાણી કરી લે છે.

વિકી કૌશલની સંપત્તિ: પહેલા વાત કરીએ વિકી કૌશલની સંપત્તિ વિશે. તો મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ કુલ 22 કરોડ રૂપિયાની કુલ સંપત્તિના માલિક છે. વિકી કૌશલને એક ફિલ્મ માટે મેકર્સ 3 થી 4 કરોડ રૂપિયા ફીસ આપે છે અને અભિનેતા ફિલ્મોની સાથે જ બ્રાંડ એંડોર્સમેંટથી પણ સારી કમાણી કરી લે છે.

વિકીનું કાર કલેક્શન: હવે જરા નજર કરીએ આજના સમયના પ્રખ્યાત અભિનેતાઓમાંથી એક વિકી કૌશલના કાર કલેક્શન પર. માહિતી મુજબ વિકી રેંજ રોવર, મર્સિડીઝ બેંઝ જીએલસી એસયુવી જેવી ગાડીઓના માલિક છે.

કેટરિના કૈફની સંપતિ: હવે વાત કરીએ કેટરીના કૈફની સંપત્તિ અને તેના કાર કલેક્શન વગેરે વિશે. તો તમને એ જાણીને નવાઈ લાગશે કે કેટરીના પોતાના ભાવિ પતિ વિકી કૌશલથી 10 ગણી વધુ અમીર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો કેટરિના કુલ 220 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિ છે. કેટરીનાને મેકર્સ એક ફિલ્મ માટે 9 થી 10 કરોડ રૂપિયા ફીસ આપે છે અને અભિનેત્રી એક વર્ષમાં 22 થી 23 કરોડ રૂપિયા કમાય લે છે. કેટરિના પણ ઘણી બ્રાંડની જાહેરાતો કરે છે અને તેને જાહેરાતોથી તેને કરોડો રૂપિયા મળે છે.

કેટરીના કૈફનું ઘર: જણાવી દઈએ કે કેટરીના મુંબઈમાં રહે છે. અહીં તેની પાસે બાંદ્રામાં 8 કરોડ રૂપિયાનો એપાર્ટમેંટ, એક પેંટહાઉસ અને લોખંડવાલામાં 17 કરોડ રૂપિયાનો એપાર્ટમેંટ છે. આટલું જ નહીં અભિનેત્રીએ લંડનમાં પણ એક બંગલો ખરીદ્યો છે, જેની કિંમત 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કેટરિના કૈફનું કાર કલેક્શન: કેટરીનાના કાર કલેક્શન પર નજર કરીએ તો તે ઘણી મોંઘી અને લક્ઝરી ગાડીઓની માલકિ છે. તેના કાર કલેક્શનમાં 2.5 કરોડ રૂપિયાની રેંજ રોવર, મર્સિડીઝ બેંઝ, ઓડી ક્યૂ 7 અને ઓડી ક્યૂ 3 જેવી પ્રખ્યાત ગાડીઓ શામેલ છે.

વિકી-કેટરિનાએ લીઝ પર લીધું એપાર્ટમેંટ: નોંધપાત્ર વાત એ છે કે વિકી અને કેટરીના બંનેએ હિંદી સિનેમામાં પોતાના આધાર પર ખાસ ઓળખ બનાવી છે. બંનેના લગ્નની વચ્ચે આ પ્રકારના પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કપલે મુંબઈમાં લગભગ 5 વર્ષ માટે એક એપાર્ટમેંટ પણ લીઝ પર લીધો છે. જ્યાં કદાચ તે લગ્ન પછી રહી શકે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીનાની તાજેતરમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ થઈ છે જે 150 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે અને આ દિવસોમાં અભિનેત્રી વિદેશમાં ‘ટાઈગર 3’ નું શૂટિંગ કરી રહી છે. સાથે જ વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ 16 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. જેને દર્શકોનો મિશ્રિત રિસ્પોંસ મળ્યો છે.