એનસીબીની સામે રિયાએ કબૂલ કરી બધી વાત, જાણો છેવટે કેવી રીતે રિયાએ કબૂલ કરી બધી વાત

બોલિવુડ

એનસીબી ની કસ્ટડીમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ અનેક ખુલાસા કર્યા છે અને ડ્રગનું સેવન કરવાની વાત પણ કબૂલ કરી છે. મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર એનસીબીએ રિયા ચક્રવર્તીની ઘણી કલાકો સુધી પૂછપરછ કરી અને આ દરમિયાન રિયાએ ઘણું કબૂલ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીની ટીમે રિયાને કુલ 55 પ્રશ્નો પૂછ્યા છે અને રિયાએ લગભગ દરેક સવાલોના જવાબ આપ્યા છે.

પોતાના માટે ખરીદતી હતી ડ્રગ્સ : રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સુશાંત તેને ડ્રગ્સ લેવા માટે મજબૂર કરતો હતો. આટલું જ નહીં, રિયાએ એમ પણ કહ્યું કે તે સુશાંત માટે ડ્રગ્સ લેતી હતી અને તેણે ક્યારેય પણ ડ્રગ્સનું સેવન કર્યું નથી. તે જ સમયે, રિયાએ એનસીબીની ટીમને સત્ય જણાવ્યું છે અને કહ્યું છે કે તે પોતાના માટે પણ ડ્રગ્સ ખરીદતી હતી.રિયા શરૂઆતથી જ દાવો કરતી હતી કે તે ડ્રગ્સ લેતી નથી, પરંતુ એનસીબીની સામે રિયાએ કબૂલ્યું છે કે તે પોતાના માટે પણ ડ્રગ્સ ખરીદતી હતી છે અને તેનું સેવન પણ કર્યું હતું.

આ રિતે કર્યું કબૂલ: અહેવાલો અનુસાર સમાચાર આવી રહ્યા છે કે રિયા ચક્રવર્તીએ એનસીબીને કહ્યું છે કે તે એક સારી એક્ટ્રેસ છે. જેના પર એનસીબીએ તેને કહ્યું કે ‘પણ મેમ, હવે એક્ટિંગ માટે તમારી પાસે સમય નથી રહ્યો. તો હવે તમે કેવી રીતે સારી એક્ટ્રેસ છો? આ સાંભળતાની સાથે જ રિયાએ બધું જ કબૂલ કર્યું. આ સિવાય રિયાની ડ્રગ્સ ન લેવાની વાત પર એનસીબીએ રિયા ચક્રવર્તીને કહ્યું કે જો તમે ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી. તો તેનો અર્થ એ છે કે તમે ડ્રગ્સ પેડલર છો. જે એક ગંભીર ગુનો છે. આવા પ્રશ્નો સાંભળીને રિયાએ ધીરે ધીરે બધું કહેવાનું શરૂ કરી દીધું.

નોંધપાત્ર વાત એ છે કે રિયા ચક્રવર્તી હાલમાં એનસીબીની કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ અનુસાર, રિયાએ એવા ઘણા લોકોના નામ પણ આપ્યા છે, જે ડ્રગ્સનું સેવન કરે છે. આ નામમાં સૌથી વધુ નામ બોલીવુડ સાથે સંકળાયેલા છે. હાલમાં રિયા ભાયખલા જેલમાં બંધ છે. તે જ સમયે રિયા સિવાય તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી પણ એનસીબીની કસ્ટડીમાં છે. આ કેસમાં એનસીબીએ પહેલા રિયાના ભાઈની ધરપકડ કરી હતી. શૌવિકે પૂછપરછ દરમિયાન રિયાનું નાન લીધું હતું. ત્યાર પછી રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.