ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી ધોની વેચી રહ્યા છે ટામેટાં-અને દૂધ, જુવો તેના ફાર્મની તસવીર

Uncategorized

એવી વ્યક્તિ જે કોઈ ઓળખની મોહતાજ નથી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ છે. ધોની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પછી પોતાનું ધ્યાન ખેતી એટલે કે ડેરી ફાર્મ તેમજ ઓર્ગેનિક ફાર્મિંગ પર આપી રહ્યા છે. ધોની રાંચીના ધુર્વામાં સેમ્બોમાં 55 એકરમાં ખેતી કરે છે, જ્યાં ડેરી ફાર્મિંગ તેમજ ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ધોનીના ફાર્મ હાઉસમાં મોસમી શાકભાજીનું જ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. હાલમાં તેના ફાર્મ હાઉસમાં ટામેટાં, કોબીજ, ફ્લાવર, બ્રોકોલીની ખેતી કરવામાં આવી રહી છે, જેમાં હાલમાં ટામેટાંનું ઉત્પાદન થઈ રહ્યું છે. ધોનીના ફાર્મ હાઉસમાં દરરોજ 80 કિલો ટામેટાંનું ઉત્પાદન થઈ રહ્યું છે. બજારમાં તીની ઘણી માંગ છે અને સવારમાં જ બધા ટામેટાં સમાપ્ત થઈ જાય છે.

જણાવી દઈએ કે, ટામેટાંનું ઉત્પાદન સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે કરવામાં આવી રહ્યું છે. આવનારા એક અઠવાડિયામાં ધોનીના ફાર્મ હાઉસમાં ઉત્પાદિત ફ્લાવરનો પણ રાંચીના લોકો સ્વાદ લેવા લાગશે. હાલમાં ધોનીના ફાર્મના ટાંમેટા 40 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યા છે. આ ભાવ હોવા છાતાં પણ તેના ફાર્મના ટાંમેટા ટૂંક સમયમાં જ વેચાઈ જાય છે.

તો બીજી તરફ, ધોનીના ફાર્મ હાઉસમાં દરરોજ આશરે 300 લિટર દૂધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને તેમનું દૂધ સીધું માર્કેટમાં વેચાઇ રહ્યું છે. 55 રૂપિયા પ્રતિ લિટર તેમના દૂધનો ભાવ રાખવામાં આવ્યો છે, જે થોડા કલાકોમાં સમાપ્ત થઈ જાય છે. ધોનીના ડેરી ફાર્મની દેખરેખ રાખી રહેલા ડોક્ટર વિશ્વરંજને આજ તકને કહ્યું હતું કે ધોનીએ ભારતીય જાતિની સાહિવાલ અને ફ્રેન્ચ જાતિની ફ્રીઝિયન ગાય રાખી છે. ધોનીની ગૌશાળામાં હાલમાં 70 ગાય છે. આ બધી ગાયને પંજાબથી લાવવામાં આવી છે. ધોનીનું ફાર્મ હાઉસની દેખરેખ શિવનંદન અને તેની પત્ની સુમન યાદવ રાખે છે. શાકભાજીનો વ્યવસાય પણ તેની જવાબદારી હેઠળ રહે છે.

આગળ બોલતા શિવનંદને કહ્યું કે અત્યાર સુધી તેણે ધોનીના ખાતામાં લાખો રૂપિયા જમા કરાવ્યા છે. ધોની તેના ફાર્મ હાઉસમાં ઉત્પાદિત શાકભાજી અને ડેરી ફાર્મથી ખૂબ ખુશ છે. તેમને તેનાથી ઘણો ફાયદો મળી રહ્યો છે. શિવનંદને આજ તકને કહ્યું કે જ્યારે પણ ધોની રાંચીમાં રહે છે, ત્યારે તે દર બે-ત્રણ દિવસે તેના ફાર્મ હાઉસ પર જરૂર આવે છે. તેણે કહ્યું કે જે રીતે શાકભાજીનું ઉત્પાદન ઓર્ગેનિક રીતે કરવામાં આવી રહ્યું છે, તેને જોઈને ધોની ખૂબ જ ખુશ છે. શાકભાજી અને દૂધ વેચીને તમને જે પૈસા મળે છે, તે સીધા ધોનીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ધોની ડેરી ફાર્મમાં રાખવામાં આવેલી ગાય પાસે આવીને થોડો સમય જરૂર પસાર કરે છે.

Leave a Reply

Your email address will not be published.