નાળિયેર સાથે જોડાયેલા આ ઉપાય કરવાથી પૂરી થઈ જશે તામરી દરેક ઈચ્છા, જીવનમાં આવશે ખુશીઓ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં નાળિયેર ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા કરતી વખતે ભગવાનને ચોક્કસપણે નાળિયેર ચળાવવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા નાળિયેર જરૂર ફોડવામાં આવે છે. જો નાળિયેર ભગવાનને યોગ્ય રીતે ચળાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. માત્ર એક નાળિયેર ભગવાનને ચળાવવાથી તમારું નસીબ ખુલી જાય છે. નાળિયેર ચળાવવાથી ક્યા ક્યા શુભ લાભ મળે છે તે નીચે મુજબ છે.

દેવું ચુકવવા માટે: તમારું દેવું ચુકવવા માટે તમે મંગળવારે નાળિયેર પર સિંદૂરની મદદથી સ્વસ્તિક બનાવો. ત્યાર પછી નાળિયેર હનુમાનજીના મંદિરે જઇને તેની મૂર્તિની સામે અર્પણ કરો. નાળિયેર અર્પણ કરતાની સાથે તમારા મનમાં હનુમાનજીનું નામ 21 વખત બોલો. આ ઉપાય કરવાથી તમે તમારું દેવું ટૂંક સમયમાં જ ચુકવી શકો છો.

ધંધામાં લાભ મેળવવા માટે: જો ધંધામાં કોઈ લાભ મળી રહ્યો નથી તો તમે એક નાળિયેર લો અને તેને શુધ્ધ પીળા કપડામાં બાંધી દો. ત્યાર પછી તમે વિષ્ણુજીના મંદિરમાં જાઓ અને પીળા રંગના કપડામાં બાંધેલું નાળિયેર, જનોઈ, ફૂલ અને મીઠાઈ સાથે અર્પણ કરો. આ ઉપાય કરવાથી વિષ્ણુજી ખુશ થશે અને તમને ટૂંક સમયમાં લાભ મળશે.

પૈસા એકઠા કરવા માટે: જો તમારી પાસે પૈસા નથી અને ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. તો તમે શુક્રવારે નાળિયેર સાથે જોડાયેલો આ ઉપાય કરો. આ દિવસે તમે માતા લક્ષ્મીના મંદિરે જાઓ અને તેને નાળિયેર, કમળનું ફૂલ અને સફેદ કાપડ ચળાવો, ત્યાર પછી દેશી ઘીનો દીવો પ્રગટાવીને તેની આરતી કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.

ગ્રહ દોષથી બચવા માટે: શનિ, રાહુ, કેતુ જેવા ગ્રહોના દોષથી બચવા માટે અને આ ગ્રહોના દોષોને દૂર કરવા માટે તમે શનિવારે એક નાળિયેર લો અને તેને કાળા રંગના સ્વચ્છ કપડામાં બાંધી દો અને પછી તમે તેની સાથે કાળા તલ, ઉડદની દાળ અને લોખંડની કોઈ પણ ચીજ લઈને જળમાં પ્રવાહિત કરો. આ ઉપાય કરવાથી તમારા ગ્રહ શાંત થઈ જશે.

કાલસર્પ દોષ દૂર કરવા માટે: કાલસર્પ દોષ જે લોકોની કુંડળીમાં છે તે લોકો મહિનામાં એક વખત કાળા રંગના ધાબળા સાથે નાળિયેરનું દાન ગરીબ લોકોને કરો. આ કરવાથી તમારી કુંડળીમાં રહેલો કાલસર્પ દોષ દૂર થઈ જશે અને તમને અન્ય પ્રકારના દોષથી પણ રાહત મળશે.

સફળતા મેળવવા માટે: કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે, તમે લાલ રંગના સુતરાઉ કાપડમાં એક નાળિયેર બાંધી દો અને ત્યાર પછી તમે આ નાળિયેર વહેતા પાણીમાં રવિવારના દિવસે પ્રવાહિત કરી દો. આ ઉપાય ત્યાં સુધી કરો જ્યાં સુધી તમને તમારા કાર્યમાં સફળતા ન મળે.

નોકરી મેળવવા માટે: જો તમને નોકરી મેળવવામાં મુશ્કેલી આવી રહી છે, તો પછી તમે દર શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે જઈને તેના ચરણોમાં નાળિયેર અર્પણ કરો. નાળિયેર અર્પણ કરવાથી તમને ટૂંક સમયમાં જ નોકરી મળશે. આ ઉપાય ઉપરાંત તમે પીપળાના ઝાડની પૂજા કરીને તેની પાસે નાળિયેર રાખી દો. આ ઉપાય કરવાથી તમને ઈચ્છિત નોકરી મળશે.

77 thoughts on “નાળિયેર સાથે જોડાયેલા આ ઉપાય કરવાથી પૂરી થઈ જશે તામરી દરેક ઈચ્છા, જીવનમાં આવશે ખુશીઓ

Leave a Reply

Your email address will not be published.