રવિવારે પીપળાના ઝાડ પાસે કરો આ ઉપાય, સૂર્યદેવ થશે પ્રસન્ન, ચમકાવશે તમરું નસીબ

ધાર્મિક

હિન્દુ માન્યતાઓ મુજબ રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનને જે વ્યક્તિ પ્રસન્ન કરે છે, તેનું નસીબ ચમકી જાય છે. સૂર્યદેવ એક તેજસ્વી દેવ છે. તેમની પાસે કોઈપણ વ્યક્તિના નસીબનું બંધ તાળું ખોલવાની શક્તિ છે. સૂર્યમાંથી નીકળતા કિરણોમાં અપાર પોઝિટિવ એનર્જી ભરેલી હોય છે. આ સાથે જો તમને સૂર્યદેવના આશીર્વાદ મળી જાય તો પછી શું કહેવું જોઈએ. તમારા બધા કાર્યો કોઈ પણ મુશ્કેલી વગર અને સરળતાથી પૂર્ણ થશે. તો હવે સવાલ એ છે કે સૂર્યદેવને કેવી રીતે પ્રસન્ન કરવા. તો ચાલો જાણીએ સૂર્યદેવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય વિશે.

આજે અમે તમને સૂર્યદેવનો વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય સંપૂર્ણ વિધિ સાથે કરો છો તો તમારું નસીબ ચોક્કસપણે ચમકી જશે. આ ઉપાય તમારે માત્ર રવિવારે કરવો પડશે. આ દિવસે તમે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. હવે પીળા કે સફેદ રંગનાં કપડાં પહેરો. ત્યાર પછી તાંબાના વાસણમાં શુદ્ધ જળ લો. આ પાણીની અંદર થોડું કમકુમ અને અક્ષત મિક્સ કરો. હવે કોઈ નજીકના પીપળાના ઝાડ પાસે ચાલ્યા જાઓ.

હવે પીપળના ઝાડને જળ ચળાવતી વખતે, આ મંત્રનો જાપ કરો -‘ૐ ભાસ્કરાય પુત્રં દોહિ મહાતેજસે । ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત્॥ ૐ હ્રાં હ્રીં સઃ સૂર્યાય નમઃ ॥ ૐ ધૃણિઃ સૂર્ય આદિવ્યોમ ॥ ૐ હ્રીં શ્રીં આં ગ્રહધિરાજાય આદિત્યાય નમઃ। ‘

તમે આ મંત્ર ઓછામાં ઓછો એક વખત બોલો. જો શક્ય હોય તો, તમે તેને વધુ વખત પણ બોલી શકો છો. જો તાંબાના વાસણમાં રહેલું પાણી સમાપ્ત થઈ જાય તો પીપળાના ઝાડ નીચે બેસીને આ મંત્રોના જાપ કરો. જો શક્ય હોય તો, એવી જગ્યાએ બેસો જ્યાં સૂર્યપ્રકાશ તમારા શરીરને સ્પર્શ કરે. ત્યાર પછી પીપળાના ઝાડની 7 પરિક્રમા કરો. જો તમે ઈચ્છો તો પીપળાના ઝાડ નીચે એક દીવો પણ પ્રગટાવી શકો છો. સાથે જ રવિવારે સૂર્યદેવના નામનું વ્રત પણ રાખી શકાય છે.

જે દિવસે તમે આ ઉપાય કરો છો તે દિવસે કોઈપણ પ્રકારનું માંસાહારી ભોજન ન કરો. સાથે જ નશાવાળી ચીજો જેમ કે સિગરેટ, તમાકુ અને આલ્કોહોલ જેવી ચીજોનું સેવન કરવાથી બચો. તમે આ દિવસે કેટલીક વિશેષ ચીજોનું દાન પણ કરી શકો છો. આ ઉપાયનો ભાગ નથી પરંતુ આ કરવાથી લાભ જરૂર મળશે. આ દિવસે તમે પૈસા, કપડાં અથવા ભોજન વગેરે ચીજનું દાન કરી શકો છો. આ દાન કોઈ ગરીબ કે બ્રાહ્મણને આપો. જોકે મંદિરમાં પણ દાન કરી શકાય છે. તમે આ ઉપાય મહિનામાં એક વખત કરી શકો છો. તેનાથી તમારું નસીબ પણ નબળું નહિં પડે. મસીબ હંમેશા તમારો સાથ આપશે.