હોળીના દિવસે કરી લો આ ઉપાય, આવશે દુઃખનો અંત, અને પૈસાથી ભરાઈ જશે તિજોરી…

ધાર્મિક

દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોલીકા દહન કરવામાં આવે છે અને બીજા જ દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર ખરાબ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલીકા દહન 28 માર્ચે છે, જ્યારે હોળી 29 માર્ચે ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર ઉજવવા સાથે જોડાયેલી કથા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને લઈને તેની ફઈ હોલીકા અગ્નિમાં બેસી હતી. જેથી પ્રહલાદ અગ્નિમાં બળી જાય છે. પરંતુ જ્યારે હોલિકા અગ્નિમાં બેઠી ત્યારે તે પોતે જ દાઝી ગઈ અને પ્રહલાદને કંઈ થયું નહીં. ખરેખર હોલિકાને બ્રહ્માજીએ આગમાં ન દાઝવાનું વરદાન આપ્યું હતું. આ વરદાનને કારણે હોલિકા પ્રહલાદને લઈને આગમાં બેસી ગઈ.

હોલિકા દહનના દિવસે લોકો લાકડા એકઠા કરે છે અને તેમાં આગ લગાવે છે અને તેની પરિક્રમા કરે છે. એવું માનવામાં આવે છે કે અગ્નિની પરિક્રમા કરવાથી દુષ્ટતાનો નાશ થાય છે. આ સિવાય ઘણા લોકો આ દિવસે ખાસ ઉપાય પણ કરે છે, આ ઉપાય કરવાથી જીવનના દુ: ખનો નાશ થાય છે અને અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

સારા સ્વાસ્થ્ય માટે કરો આ ઉપાય: જો તમે કોઈ બિમારીથી પીડિત છો તો આ ઉપાય કરો. હોલીકા દહનના દિવસે આ ઉપાય કરવાથી તમને તે બિમારીથી છુટકારો મળશે અને બિમારી સામે રક્ષણ પણ મળશે. આ ઉપાય હેઠળ હોલિકા દહનના દિવસે સરસવની પેસ્ટ બનાવો અને તેનાથી આખા શરીરમાં માલિશ કરો. તેનાથી જે પણ મેલ નિકળે તે હોલિકાગ્નિમાં નખી દો. આ ઉપાય કરવાથી તમને બિમારીઓથી છુટકરો મળશે.

મેલીવિદ્યાની અસરનો આવે અંત: તમારા અને પરિવારના સભ્યો પર મેલીવિદ્યાની અસરને સમાપ્ત કરવા માટે આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી મેલીવિદ્યાની અસર દૂર થઈ જશે. ઉપાય હેઠળ હોલિકા દહન પછી હોલિકાની રાખ ઘરે લાવો અને તેને એક તાવીજમાં ભરો. પછી તમે આ તાવીજ પહેરો. આ તાવીજ પહેરતાની સાથે જ મેલીવિદ્યાની અસર દૂર થઈ જશે. આ સિવાય જો તમે ઇચ્છો તો આ રાખને તમારા કપાળ પર પણ લગાવી શકો છો.

નકારાત્મક ઉર્જા થાય સમાપ્ત: જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય ત્યારે હોલિકાદહનની રાખ ઘરે લાવો અને તેને તમારા મુખ્ય દરવાજા પર બાંધી દો. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે. બીજા ઉપાય હેઠળ હોલિકા દહનની રાખ ઘરે લાવીને દરેક ખુણામાં છાંટી દો. તેનાથી પણ નકારાત્મક ઉર્જાની અસર સમાપ્ત થઈ જાય છે. ખરેખર આ રાખ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગ્રહોના દોષ થાય સમાપ્ત: જે લોકોની કુંડળીમાં ગ્રહોનો દોષ છે, તે લોકોએ હોલિકાની રાખ શિવલિંગ પર અર્પણ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ગ્રહોના દોષ દૂર થઈ જશે અને ગ્રહો તમને અનુકૂળ પરિણામ આપશે.

ધન લાભ મેળવવા માટે: હોળીના દિવસે તમે હળદરનો છોડ ઘરે લઈ આવો. આ છોડને સારી રીતે સાફ કરો અને હળદરની ગાંઠ કાઢી લો. આ ગાંઠને લાલ રંગના કાપડમાં બાંધો. હવે આ કાપડને તિજોરીમાં રાખી દો. તેને તિજોરીમાં રાખવાથી પૈસાની અછત નહિં આવે અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

પારિવારિક શાંતિ માટે: પરિવારમાં શાંતિ જાળવવા અને પરિવારના સભ્યોનું જીવન ખુશીઓથી ભરેલું રહે તે માટે તમારે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય હેઠળ તમે હોલિકા દહનની પૂજા કરો અને તેના પર જળ અર્પણ કરો. ત્યાર પછી તેમાં આગ લગાવીને તેની સાત પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી પરિવારના દુઃખ દૂર થશે અને પરિવારમાં હંમેશા શાંતિ રહેશે.

Leave a Reply

Your email address will not be published.