કરો સોપારી સાથે જોડાયેલા આ 6 અચૂક ટોટકા, જે બદલી નાખશે તમારું નસીબ અને મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

સોપારીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પૂજા દરમિયાન જરૂર કરવામાં આવે છે. સોપારીની પૂજા કરીને જો તેને યોગ્ય રીતે પોતાના ઘરમાં રાખવામાં આવે તો તે તમારું નસીન ચમકાવી શકે છે અને તમને ધનવાન બનાવી શકે છે. તમે માત્ર સોપારી સાથે જોડાયેલા ટોટકા યોગ્ય રીતે અને સાચા મનથી કરો. આ ટોટકાને કરવાથી સોપારી તમારા જીવનમાં પ્રગતિ અને પૈસા લઈને આવશે.

મળશે ધન લાભ: તિજોરીમાં જો સોપારી રાખવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે છે. તમે માત્ર સોપારી પર જનોઈ બાંધી દો અને પછી આ સોપારી તમારી તિજોરીમાં રાખો. કહેવાય છે કે સોપારી પર જનોઈ બાંધવામાં આવે તો સોપારી ગૌરી ગણેશનું સ્વરૂપ બની જાય છે. તેથી જનોઈવાળી સોપારી તિજોરીમાં રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

ધંધામાં મળશે પ્રગતિ: ધંધામાં પ્રગતિ મેળવવા માટે, તમે પીપળાના વૃક્ષની પૂજા કરો અને પછી આ વૃક્ષનું એક પાન તોડો અને આ પાન ઘરે લાવો. પીપળાનું પાન ઘરે લાવ્યા પછી તમે તેના પર સોપારી અને એક રૂપિયાનો સિક્કો રાખી દો. આ સોપારીને પાંદડા અને સિક્કાઓ સાથે તમારી દુકાન અથવા ધંધાના સ્થળ પર રાખવામાં આવેલી તિજોરીમાં રાખો. તમે આ ઉપાય રવિવારના દિવસે કરો. આ ઉપાય કરવાથી તમારા ધંધામાં પ્રગતિ થવા લાગશે અને તમને ક્યારેય ધંધામાં નુક્સાન નહિં થાય.

જીવનમાં મળે સફળતા: જીવનમાં સફળતા મેળવવા માટે તમે સોપારી સાથે જોડાયેલો આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ તમારે સોપારીના પાન, સિંદૂર, ઘી, કલાવ અને સોપારીની જરૂર પડશે. સૌથી પહેલા સોપારીનું પાન લો અને પછી તેના પર ઘી સાથે સિંદૂર મિક્સ કરીને સ્વસ્તિક બનાવો. હવે કલાવને સોપારી પર લપેટી દો અને આ સોપારી સોપારીના પાન પર રાખી દો. સોપારીના પાન પર આ સોપારી રાખ્યા પછી તમે તેની પૂજા કરો અને પછી તેને મંદિરમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમને જીવનમાં સફળતા મળવા લાગશે અને તમારું નસીબ ચમકી જશે.

લગ્ન અને મંગળ કાર્ય જલ્દી થશે: જીવનમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થવા પર તમે એક ચાંદીની ડબ્બી ખરીદી લો. આ ડબ્બીમાં સોપારી રાખો અને તેને તમારા પૂજા ઘરમાં રાખો. તમે આ ઉપાય પૂનમના દિવસે કરો. આ ઉપાય કરવાથી લગ્ન, ગૃહપ્રવેશ જેવા કોઈપણ કામ જલ્દી થઈ જશે.

ઘરનો તણાવ થશે શાંત: જો તમારા ઘરમાં કોઈ પ્રકારનું ટેન્શન ચાલી રહ્યું છે અને ઘણી વખત લડાઈ થતી રહે છે તો તમે તમારા ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં સોપારી રાખી દો. સોપારીને તમે ચાંદીના વાસણમાં રાખો અને તેને એવી રીતે રાખો કે સોપારી પર સૂર્યના કિરણો પડતા રહે. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

તમામ અવરોધો થશે દૂર: જો કોઈ કાર્યને સફળ થવામાં કોઈ મુશ્કેલી આવી રહી છે તો તમે લવિંગ અને સોપારી લઈને તેને પોતાની પાસે રાખી લો. આ બંને ચીજો પાસે રાખવાથી, તમારું કાર્ય પૂર્ણ થઈ જશે અને કાર્ય સફળ થવામાં આવી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે જ કાર્ય સફળ થવા પર તમે આ ચીજોને મંદિરમાં ચળાવી દો.

તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે દુકાનમાં બે પ્રકારની સોપારી મળે છે, જેમાં એક સોપારી ખાવા માટે હોય છે અને એક પૂજામાં ઉપયોગ થાય છે. તમે પૂજા ઉપયોગ થતી સોપારી સાથે આ ઉપાય કરો. પૂજામાં જે સોપારીનો ઉપયોગ થાય છે તેનો આકાર ખાવામાં ઉપયોગ થતી સોપારી કરતા નાનો હોય છે.