ક્યારેય પણ નથી થઈ અમૃતા સિંહ અને કરીના કપૂરની મુલાકાત, જાણો કેવો છે બંને અભિનેત્રીઓ વચ્ચેનો સંબંધ

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના ઘરમાં ખુશીનું વાતાવરણ છે. બીજા બાળકના આગમનથી તેમના ઘરમાં કિલકારીઓ ગૂંજી રહી છે. તૈમુર પણ પોતાના નાના ભાઈ જહાંગીર સાથે ખૂબ એન્જોય કરી રહ્યો છે. સૈફની પહેલી પત્ની અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ સિંહનો પણ તૈમુર અને જહાંગીર સાથે એક ખૂબ સારો સંબંધ છે.

સારા તૈમૂરને ખૂબ પ્રેમ કરે છે અને તે અવારનવાર તૈમુર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પરંતુ ભાગ્યે જ કોઈ જાણતા હશે કે, કરીના અને અમૃતાની મુલાકાત ક્યારેય નથી થઈ. બંને સૈફની પત્ની હોવા છતાં પણ આ અભિનેત્રીઓ એકબીજાને ક્યારેય મળી નથી. આ વાત કરીનાએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, કરીના અને અમૃતા વચ્ચેનો સંબંધ કેવો છે? સાથે જ કરીનાનો સારા અને ઈબ્રાહિમ સાથે કેવો સંબંધ છે?

ખરેખર અભિનેત્રી કરીના કપૂર પ્રિયંકા ચોપરા સાથે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ સિઝન 6’ માં પહોંચી હતી. આ દરમિયાન તેણે અમૃતા સિંહ વિશે ઘણા ખુલાસા કર્યા. આ શોમાં જ્યારે કરણે કરીનાને પૂછ્યું, “તમે તમારી અને અમૃતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખો છો? શું તમે એકબીજા સાથે બિલકુલ વાત નથી કરતા? આવી સ્થિતિમાં કરીનાએ જવાબ આપ્યો હતો કે, ‘હું સૈફને મળ્યા પછી તેને ક્યારેય મળી નથી. હું તેમનું ખૂબ સન્માન કરું છું પરંતુ અમે ક્યારેય એકબીજાને મળતા નથી.”

સાથે જ કરીના એ અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ વિશે વાત કરતા કહ્યું હતું કે, “મેં હંમેશા સારા અને ઇબ્રાહિમને માત્ર એ જ કહ્યું છે કે હું માત્ર તેમની સારી મિત્ર બની શકું છું, પરંતુ માતા નહિં કારણ કે તેમની માતા ખૂબ સારી છે જેમણે તેને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. પરંતુ જ્યારે પણ બેમાંથી કોઈ એક બાળકને પણ મારી જરૂર પડશે, હું હંમેશા તેમની સાથે રહીશ.”

જણાવી દઈએ કે સૈફ અલી ખાને વર્ષ 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી, ત્યાર પછી જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ સૈફે કરીના પહેલા પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેએ લવ મેરેજ કર્યા હતા.

કહેવાય છે કે સૈફ અમૃતાને પહેલી વખત જોતા જ દિલ હારી બેઠા હતા. આટલું જ નહીં પરંતુ 12 વર્ષની ઉંમરનું અંતર હોવા છતાં પણ બંનેએ વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ચાલી નહીં અને 13 વર્ષ પછી સૈફ અને અમૃતાના છૂટાછેડા થઈ ગયા. ત્યાર પછી સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂરને પોતાની જીવનસાથી બનાવી.

જણાવી દઈએ કે કરીના સાથે સારા અને ઈબ્રાહિમનો ખૂબ જ સારો બોન્ડિંગ છે. તે ઘણીવાર કરીના સાથે પાર્ટી કરતા જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે પણ કોઈ ખુશીનો પ્રસંગ આવે છે ત્યારે સૈફના બંને બાળકો કરીના સાથે મળીને સેલિબ્રેટ કરે છે. તો અમૃતા સિંહનું કહેવું છે કે, “કરીનાને લઈને તેના દિલમાં કોઈ અલગાવ નથી, પરંતુ તે ખૂબ ખુશ છે.”