અબ્દુલ… મોહમ્મદ… રાશીદ, કંઈક આવા હતા ત્રણેય ખાનના નામ, તેમનું આખું નામ જાણીને નહિં આવે વિશ્વાસ

બોલિવુડ

બોલિવૂડમાં જ્યારે પણ સ્ટાર્સની લાઈફસ્ટાઈલની ચર્ચા થાય છે ત્યારે તેમની સાથે જોડાયેલી ઘણી બાબતો સામે આવે છે. જેમ કે ફિલ્મોમાં આવતાં પહેલાં તે શું કરતા હતા, તેનો પરિવાર કોણ છે, તે ક્યાંના રહેવાસી છે અને ક્યાંક તેમણે પોતાનું નામ અન્ય સ્ટાર્સની જેમ બદલ્યું તો નથીને. ફિલ્મ ઈંડસ્ટ્રીની આ વાત રસપ્રદ હોય છે કે જ્યારે તેમના નામ ફિલ્મ મેકર્સને પસંદ નથી આવતા તો તે તેને બદલાવી નાખે છે. કંઈક આવું જ થયું બોલીવુડના ત્રણ આધાર કહેવાતા શાહરૂખ, સલમાન અને આમિર ખાન સાથે. આ ત્રણેય ખાન છે અને ત્રણેયનું આ પૂરૂ નામ નથી. અબ્દુલ… મોહમ્મદ… રાશીદ, આવા-આવા હતા ત્રણેય ખાનના નામ, પૂરું નામ સાંભળીને તમને પણ આશ્ચર્યચકિત થઈ જશો.

બોલીવુડના ત્રણ ખાન જેમની ફિલ્મોની રાહ ફિલ્મ ઈંડસ્ટ્રી ઉપરાંત તેના ચાહકો પણ જુવે છે. જેમ કે તમે જાણો છો કે સલમાન ખાનને સલ્લુ, ભાઈજાન, દબંગ ખાન પણ કહેવામાં આવે છે, તેવી જ રીતે શાહરુખને કિંગ ઓફ રોમાન્સ અને આમિરને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે પરંતુ તેમના સાચા નામ આ નથી. ચાલો તમને જણાવીએ શું છે તેમના સાચા નામ?

શાહરુખ ખાન: રોમાન્સના કિંગ શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર, 1965 ના રોજ દિલ્હીમાં થયો હતો. તેના પિતા ફિલ્મ સ્ટુડિયોમાં કેન્ટીન ચલાવતા હતા અને શાહરુખ તેના પિતાની મદદ માટે જતો હતો. તેનું પૂરું નામ મોહમ્મદ શાહરુખ ખાન છે. તેમણે ઇન્ડસ્ટ્રીને દિલવાલે દુલ્હનિયા લે જાયેગે, દિલ તો પાગલ હૈ, દીવાના, ડર, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, મોહબ્બતેં, દેવદાસ, કલ હો ના હો, વીર જારા, મેં હૂં ના, જબ તક હૈ જાન અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી રોમેન્ટિક અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

સલમાન ખાન: દબંગ સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર, 1965 ના રોજ ઇન્દોરમાં થયો હતો. તેમના પિતા પ્રખ્યાત લેખક સલીમ ખાન છે અને તેમણે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોની સ્ટોરી લખી છે. સલમાનનું પૂરું નામ અબ્દુલ રાશીદ સલીમ સલમાન ખાન છે. તેણે મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, જુડવા, પાર્ટનર, દબંગ સિરીઝ, બોડીગાર્ડ, એક થા ટાઇગર, ટાઇગર જિંદા હૈ અને સુલતાન જેવી 100 કરોડ ફિલ્મો આપી છે.

આમિર ખાન: 14 માર્ચ, 1965 ના રોજ જન્મેલા આમિર ખાનનું પૂરું નામ મોહમ્મદ આમીર હુસેન ખાન છે. તે જૂના શ્રેષ્ઠ ફિલ્મમેકર તાહિર હુસૈન ખાનનો પુત્ર છે અને ફિલ્મોમાં તેમનો લગાવ હંમેશાથી વધુ રહ્યો છે. તેણે લગાન, ગુલામ, રાજા હિન્દુસ્તાની, પીકે, 3 ઇડિયટ્સ, મન, રંગ દે બસંતી અને ધૂમ -3 જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.