કરોડોની સંપત્તિની માલિક રેખાના નથી કોઈ વારસદાર, તેમના ગયા પછી આ નજીકની વ્યક્તિ બનશે તેની સંપત્તિની માલિક

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા એવા સિનિયર અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે આ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ નામ અને પૈસા કમાવ્યા છે, પરંતુ કોઈ વારસદાર ન હોવાથી તેમના ગયા પછી તેમની સંપત્તિના માલિક કોણ બનશે, તે સવાલ પણ તેમની સામે મોટો હોય છે. આ બોલિવૂડ સ્ટાર્સ પાસે કરોડોની સંપત્તિ છે અને ઘણા લોકો તેમની સંપત્તિ પર નજર રાખે છે. આવા મોટા સ્ટાર્સમાં અભિનેત્રી રેખાનું નામ પણ શામેલ છે.

કરોડોમાં છે સંપત્તિ: ભાનુરેખા ગણેશન ઉર્ફ રેખા હિન્દી ફિલ્મોની એક ખૂબ જ સફળ અભિનેત્રી છે. રેખા પોતાના ટેલેંટના આધારે આજે સેંકડો કરોડોની સંપત્તિની માલિક બની ચુકી છે. જેમા ચલ અને અચલ સંપત્તિ શામેલ છે. પરંતુ રેખાના કોઈ પણ વારસદાર નથી. આ કારણથી દરેકના મનમાં એ સવાલ ઉઠે છે કે રેખાના ગયા પછી તેમની સંપત્તિ કોને આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રેખાનું જીવન ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. રેખાએ પોતાની રિયલ લાઈફમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આ મુશ્કેલીઓ વચ્ચે પણ રસ્તો કાઢીને તેણે સેંકડો કરોડની સંપત્તિ બનાવી છે.

અભિનેત્રી રેખાની ઉંમર આ સમયે 70 વર્ષની આસપાસ છે. રેખાના કોઈ વારસદાર નથી. પરંતુ રેખા આજે કરોડોની સંપત્તિ પર રાજ કરે છે અને પોતાની રિયલ લાઈફમાં કોઈ રાણીથી ઓછી નથી રહેતી, તેની રિયલ લાઈફમાં કોઈ પણ એશોઆરામની કોઈ કમી નથી. ઘણા બંગલા, કાર અને તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ સાથે બેંક બેલેન્સ પણ સારું છે.

રેખાની આ નજીકની વ્યક્તિને મળી શકે છે આ સંપત્તિ: બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રી રેખા પોતાની કરોડોની સંપત્તિને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. અવારનવાર ઘણા લોકો તેને એ સવાલ કરે છે કે તમે તમારી સંપત્તિ કોને આપશો.

રેખાના જાણકારોનું માનવું છે કે રેખા પોતાની કરોડોની સંપત્તિની માલિક પોતાની સેક્રેટરી ફરઝાનાને બનાવી શકે છે. કારણ કે ફરઝાના છેલ્લા ઘણા વર્ષોથી રેખા સાથે કામ કરતા જોવા મળી રહી છે. તે દરેક સુખ-દુઃખમાં રેખાની સાથે પરિવારના સભ્યની જેમ ઉભી રહે છે.

રેખાનો પડછાયો બનીને રહે છે ફરઝાના: રેખાને કોઈ પણ સંતાન ન હોવાથી દરેકને લાગે છે કે રેખા, ફરઝાનાને પોતાની કરોડોની સંપત્તિની માલિક બનાવી શકે છે. કારણ કે કોઈ પણ તેની આટલી નજીક નથી. ફરઝાના રેખાની હેરસ્ટાઈલિસ્ટથી સેક્રેટરી બની છે. રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે સાત ફેરા પણ લીધા અને થોડા જ દિવસોમાં તે વિધવા બની ગઈ. આ દરમિયાન તેનો પડછાયો બનીને રહેનાર કોઈ અન્ય નહીં, પરંતુ તેની હેયરસ્ટાઈલિસ્ટ થી સેક્રેટરી બનેલી ફરઝાના જ હતી.