પાકિસ્તાનની વહુ બનવાની હતી રેખા, ઈમરાન ખાન સાથે થવાના હતા લગ્ન, પરંતુ આ કારણે તૂટી ગયો સંબંધ

બોલિવુડ

હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખાએ કરોડો ચાહકોને પોતાના દિવાના બનાવ્યા છે. આજે 67 વર્ષની ઉંમરમાં પણ રેખા પોતાની સુંદરતાથી દરેકના દિલ જીતી લે છે. તે લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે, જો કે તેણે પોતાના સમયમાં મોટા પડદા પર જે ધૂમ મચાવી છે તે કોઈથી છુપાઈ નથી.

રેખા એ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા અને અદ્ભુત ડાન્સથી પણ દર્શકોના દિલો પર રાજ કર્યું. રેખા અવારનવાર હેડલાઈન્સનો ભાગ બની જાય છે. રેખાની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સુંદર રહી છે, જોકે તેનું અંગત જીવન ખૂબ જ પીડાદાયક રહ્યું છે. તેમણે પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

જણાવી દઈએ કે રેખાનું નામ હિન્દી સિનેમાના ઘણા મોટા કલાકારો સાથે જોડાયું છે. અમિતાભ બચ્ચન, વિનોદ મેહરા, સંજય દત્ત, અક્ષય કુમાર જેવા લોકપ્રિય કલાકારો સાથે તેના અફેરના કિસ્સા ચર્ચિત છે. જોકે રેખાએ લગ્ન કર્યા હતા બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે. પરંતુ અભિનેત્રીના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં.

એક વર્ષની અંદર જ રેખા અને મુકેશ અગ્રવાલના છૂટાછેડા થઈ ગયા, સાથે જ મુકેશે આત્મહત્યા પણ કરી લીધી. ત્યાર પછી રેખાએ બીજા લગ્ન કર્યા ન હતા. ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તે એકલી જ રહે છે. જો કે તમને જણાવી દઈએ કે રેખાનું નામ પાડોશી દેશ પાકિસ્તાનના નેતા અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન સાથે પણ જોડાયું છે.

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહેલા ઈમરાન ખાન હવે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બની ચુક્યા છે. થોડા દિવસો પહેલા સુધી તે પાકિસ્તાનના પીએમ હતા, જ્યારે તાજેતરમાં જ પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ લીધેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષ એ જીત મેળવી અને તેની સાથે જ અડધી રાત્રે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ.

ઈમરાને પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બની ગયા છે. આ દરમિયાન ઈમરાન સતત ચર્ચામાં છે. જણાવી દઈએ કે એક સમયે રેખા અને ઈમરાન રિલેશનશિપમાં હતા. કહેવાય છે કે બંનેનો સંબંધ લગ્નમાં પણ બદલાવાનો હતો.

જણાવી દઈએ કે એક ક્રિકેટ સીરીઝ માટે ઈમરાન જ્યારે પોતાની ટીમ સાથે ભારત આવ્યા હતા ત્યારે તેમણે રેખા સાથે સારો સમય પસાર કર્યો હતો. સાથે જ પોતાના એક ઇન્ટરવ્યુમાં ઇમરાને જણાવ્યું હતું કે, “મેં રેખા સાથે અવિસ્મરણીય સમય પસાર કર્યો, પરંતુ હવે મારે આ સંબંધમાંથી બહાર આવવું પડશે. મારો કોઈ ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરવાનો ઈરાદો નથી.” જ્યારે રેખાએ ઈમરાન સાથેના સંબંધ પર ક્યારેય કંઈ કહ્યું નથી.

ઈમરાને પોતાના ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે અભિનેત્રીઓની કંપની થોડા સમય માટે સારી હોય છે. હું તેમની કંપની એંજોય કરું છું અને પછી મારા જીવનમાં આગળ વધી જાવ છું. હું કોઈ ફિલ્મ સ્ટાર સાથે લગ્ન કરવાનું વિચારી પણ શકતો નથી.

ઈમરાન-રેખાના સંબંધથી ખુશ હતી રેખાની માતા: નોંધપાત્ર વાત એ છે કે રેખાની માતા રેખા અને ઈમરાનના સંબંધથી ખૂબ જ ખુશ હતી. તે બંનેને લગ્ન કરતા જોવા ઈચ્છતી હતી. તેના માટે તેણે દિલ્હીમાં એક જ્યોતિષ સાથે વાત પણ કરી હતી, જોકે ઈમરાનના નિવેદનથી સંબંધ આગળ વધી શક્યો નહિં અને બધુ સમાપ્ત થઈ ગયું. 80 ના દાયકાના મધ્યમાં બંનેનો સંબંધ ચર્ચામાં રહ્યો હતો.