સિદ્ધાર્થ શુક્લાના નિધનને ઘણા મહિનાઓ થઈ ચુક્યા છે, પરંતુ આજે પણ અભિનેતાના ચાહકો અને તેના નજીકના મિત્રો આઘાતમાં છે. સિદ્ધાર્થ શુક્લાનું નિધન માત્ર 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે થયું હતું. સિદ્ધાર્થ શુક્લા એક એવા અભિનેતા હતા જેમણે ખૂબ જ ઓછા સમયમાં લાખો લોકોના દિલમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી લીધી હતી પરંતુ અચાનક તેમના નિધનથી દરેક લોકો આઘાતમાં છે.
ભલે સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી છતાં પણ ચાહકોના દિલમાં સિદ્ધાર્થ શુક્લા માટેનો પ્રેમ આજે પણ અકબંધ છે. સિદ્ધાર્થ શુક્લાના નિધનથી સૌથી મોટો આઘાત તેની માતાને લાગ્યો હતો. એક માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, જેનું દુ:ખ માત્ર માતા જ સમજી શકે છે. પુત્રને ગુમાવ્યા પછી, માતા સંપૂર્ણરીતે તૂટી ગઈ છે, જેનું દુ:ખ કોઈ વહેંચી શકતું નથી.
સોશિયલ મીડિયા પર ચાહકો અવારનવાર સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી તેની માતાને સાંત્વના આપતા જોવા મળે છે. આ ઘટનાને ઘણા મહિનાઓ થઈ ચુક્યા છે પરંતુ જ્યારે પણ અભિનેતાની માતા રીટા જોવા મળતી હતી, ત્યારે તે હંમેશા દુઃખી જોવા મળતી હતી. સિદ્ધાર્થની માતા તેના પુત્રના નિધનના ઊંડા આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી રહી છે.
હવે પહેલી વખત સિદ્ધાર્થની માતા રીટાના ચહેરા પર સ્માઈલ જોઈને ચાહકોને રાહત થઈ છે. સિદ્ધાર્થ શુક્લાની માતાની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તે બ્રહ્માકુમારી સમર કેમ્પમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને ચાહકોખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.
સિદ્ધાર્થ શુક્લાની માતાની તસવીરો થઈ વાયરલ: તાજેતરમાં જ સિદ્ધાર્થ શુક્લાની માતા રીટા શુક્લાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં માતા રીટા શુક્લા આશ્રમમાં બાળકો સાથે સમય પસાર કરતા જોવા મળી રહી છે. બાળકો માટે લગાવવામાં આવેલા સમર કેમ્પમાં અભિનેતાની માતા પહોંચી હતી.
તસવીરમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર રીટા મા બેઠી છે અને બાળકો તેમના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહ્યા છે અને અભિનેતાની માતા રીટા તેમને ટોફી આપી રહી છે. આ સિવાય તે માઈક પર કંઈક કહેતા પણ જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર આ તસવીરો ચાહકો ખૂબ શેર કરી રહ્યા છે. ચાહકોએ કેટલીક જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં સિદ્ધાર્થ શુક્લા સ્ટેજ પર માતા રીટા માટે પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં લખ્યું છે “આઈ લવ યુ મોમ.”
આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં એ લખ્યું છે કે, સૌથી વધુ મજબૂત અને દયાળુ માતા. તે અત્યારે પણ ભગવાનમાં માને છે અને દરેક જગ્યાએ પ્રેમ ફેલાવે છે. ટ્વિટર પર હેશટેગ #RitaMaaટ્રેંડ કરી રહ્યું છે. યુઝર્સ આ તસવીરો પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.
પોતાની માતાની ખૂબ નજીક હતા સિદ્ધાર્થ શુક્લા: તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લા પોતાની માતા રીટાની ખૂબ જ નજીક હતા. બિગ બોસ 13માં તે અવારનવાર પોતાની માતાનો ઉલ્લેખ કરતા હતા. શો દરમિયાન પણ તે હંમેશા ખુશ અને કૂલ જોવા મળતા હતા, પરંતુ ફેમિલી વીક એપિસોડમાં તેની માતાને જોતા જ તે પોતાના આંસુ રોકી શક્યા નહીં. સિદ્ધાર્થ શુક્લા તેની માતાના લાડલા હતા પરંતુ હવે એક માતાએ તેના જીગરનો ટુકડો ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં એક માતાની સ્થિતિ કેવી હશે તે કોઈ જાણી શકતું નથી.