રામાયણની મંથરાના નામે નોંધાયેલો છે આ શ્રેષ્ઠ રેકોર્ડ, અમિતાભ-અક્ષય જેવા દિગ્ગજ કલાકાર પણ તેને તોડી શક્યા નથી

બોલિવુડ

હિન્દી સિનેમામાં અવારનવાર ઘણા રેકોર્ડ બને છે અને ઘણા રેકોર્ડ તૂટે છે. બોલિવૂડમાં અવારનવાર કલાકારો અલગ-અલગ પ્રકારના રેકોર્ડ બનાવે છે. એવા ઘણા રેકોર્ડ છે જેને બનાવવામાં દાયકાઓ લાગે છે અને ઘણા રેકોર્ડ હજુ સુધી તૂટ્યા નથી. હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી લલિતા પવારના નામે પણ એક ખાસ અને મોટો રેકોર્ડ નોંધાયેલો છે.

લલિતા પવારે હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સાથે જ ઐતિહાસિક સીરિયલ ‘રામાયણ’માં ‘મંથરા’ની ભૂમિકા નિભાવીને તે ખૂબ જ લોકપ્રિય બની હતી. હિન્દી સિનેમાની સાથે તેણે મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમની ફિલ્મી કારકિર્દી ખૂબ લાંબી રહી અને તેમણે 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

લલીતા પવારે 700 થી પણ વધુ ફિલ્મોમાં કામ કરીને પોતાના નામે એક ખાસ અને મોટો રેકોર્ડ નોંધાવ્યો હતો. ચાલો તમને જણાવીએ કે બોલિવૂડમાં સૌથી વધુ ફિલ્મો કરવાની બાબતમાં ક્યા ક્યા કલાકારોનું નામ આવે છે.

શક્તિ કપૂર: હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકાર શક્તિ કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શક્તિ કપૂર નેગેટિવ અને પોઝીટીવ એમ બંને પાત્રોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં શક્તિનું નામ બીજા નંબર પર આવ્યું છે. જણાવી દઈએ કે લલિતા પવારની જેમ શક્તિએ પણ 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

અનુપમ ખેર: અનુપમ ખેરની ગણતરી હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોમાં થાય છે. તાજેતરમાં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી અનુપમ ખેરને ખૂબ પ્રશંસા મળી. જણાવી દઈએ કે અનુપમ ખેરે વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘સારાંશ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે 38 વર્ષની કારકિર્દીમાં 500થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

અરુણા ઈરાની: અરુણા ઈરાની હિન્દી સિનેમાની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. બોલિવૂડમાં સાઈડ અને સપોર્ટિંગ રોલ કરીને અરુણા ઈરાનીએ એક મોટું અને ખાસ સ્થાન મેળવ્યું છે. હિન્દી સિનેમામાં સૌથી વધુ ફિલ્મો કરવાની બાબતમાં અરુણા ઈરાનીનું નામ પણ શામેલ છે. જણાવી દઈએ કે અરુણાએ 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે મોટા પડદા પર વિવિધ પાત્રો નિભાવ્યા છે. ક્યારેક તે સકારાત્મક પાત્ર નિભાવીને ‘મા’ બની તો ક્યારેક નકારાત્મક પાત્ર નિભાવીને ‘વિલન’ બની. સાથે જ તમને જણાવી દઈએ કે હિન્દી સિનેમામાં અમરીશ પુરી, ઓમપુરી, શ્રીદેવી, ધર્મેન્દ્ર, કાદર ખાન અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારોએ 300 થી 400 ફિલ્મો કરી છે.

નોંધપાત્ર છે કે ‘સદી ના મહાનાયક’ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, અજય દેવગણ, સલમાન ખાન, આમિર ખાન, સંજય દત્ત, સની દેઓલ, જેકી શ્રોફ, અનિલ કપૂર જેવા મોટા-મોટા સ્ટાર્સનું નામ આ લિસ્ટમાં દૂર-દૂર સુધી નથી.