નાના પડદાના આ કલાકાર રિયલ લાઈફમાં છે ભાઈ-બહેન, એક સમયે સેટ પર ખૂબ જામતી હતી તેની કેમેસ્ટ્રી, જાણો કોણ છે તે

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં એક સમયે મુખ્ય ભૂમિકા નિભાવનાર દિશા વાકાણીએ ભલે લાંબા સમયથી આ શોથી અંતર બનાવ્યું હોય, પરંતુ કોમેડી શોથી પોતાની ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી દિશા વાકાણી સતત સમાચરોમાં રહે છે. આટલું જ નહીં, તારક મહેતાના શોમાં પણ તેના પરત ફરવાના સમાચાર આવતા રહે છે. જણાવી દઈએ કે બાળકના જન્મથી જ રજા પર રહેલી દિશા આજ સુધી આ શોનો ભાગ બની નથી અને આવનારા સમયમાં પણ આવી કોઈ સંભાવના જોવા મળી રહી નથી. આજે આપણે દિશા વાકાણી એટલે કે દયા બેનની પર્સનલ લાઈફ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ની એક સમયે મુખ્ય ભાગ રહેલી દયાબેન ઉર્ફ દિશા વાકાણી આજે ભલે ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ તેની લોકપ્રિયતા કોઈ પણ રીતે ઓછી થઈ નથી. દયા બેન સાથે જોડાયેલી એક ખાસ વાત પણ છે. તારક મહેતાના શોમાં આપણે બધાએ ઘણી વાર જોયું હશે કે સુંદરલાલ દયાબેનના ભાઈ બનીને આવે છે. તો જણાવી દઈએ કે શોમાં દિશા વાકાણી ઉર્ફ દયાબેનના ભાઈનું પાત્ર નિભાવનાર સુંદર લાલ તેનો સગો ભાઈ છે. દિશા વાકાણીના ભાઈનું અસલી નામ મયુર વાકાણી છે. જે નાના પડદા પર દયાબેનના ભાઈ સુંદરલાલની ભૂમિકા નિભાવે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતા પહેલા મયુર વાકાણીએ ગુજરાતી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આટલું જ નહીં તેના મીઠા અને અનોખા હાસ્ય દ્વારા તારક મહેતામાં હસાવતી દિશા વાકાણી અને શોમાં પોતાના જીજુનું ખિસ્સું ઢીલુ કરાવનાર મયુર વાકાણી ગુજરાતી સિનેમાના જાણીતું નામ છે. તે બંને લાંબા સમયથી ગુજરાતી થિએટર સાથે જોડાયેલા છે. જોકે લગ્ન પછી દિશાએ પોતાને એક્ટિંગની દુનિયાથી દુર કરી દીધી છે. જણાવી દઈએ કે દિશા વાકાણીએ 2014 માં બિઝનેસમેન મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. 2017 માં દિશાએ બાળકને જન્મ આપવાના કારણે મેતરનિટી લીવ લીધી હતી. આ પછી તેણે એક પુત્રીને જન્મ આપ્યો, પરંતુ ત્યાર પછી પણ તે શોમાં પરત આવી નથી.

મયુર એટલે કે સુંદરલાલ આજે પણ ક્યારેક ક્યારેક તારક મહેતાના સેટ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે પણ સેટ પર મયુર વાકાણીને દિશા વાકાણીના કમબેક અંગે સવાલ પૂછવામાં આવે છે, પરંતુ તે ગોલમટોલ જવાબ આપીને નીકળી જાય છે. જણાવી દઈએ કે દિશા વાકાણીએ કેટલીક સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં ‘જોધા અકબર’ અને ‘દેવદાસ’ જેવી ફિલ્મો શામેલ છે. બીજી બાજુ જો આપણે આ બંનેના પિતા ભીમ વાકાણીની વાત કરીએ તો તે ગુજરાતી થિયેટર કલાકાર પણ રહી ચૂક્યા છે.

દયા એટલે કે દિશા વાકાણી ઉપરાંત સુંદરલાલની ખુશાલી નામની એક અન્ય બહેન છે. મયુર વાકાણી એટલે કે સુંદરલાલના લગ્ન હેમાલી વાકાણી સાથે થયા છે. તેમને બે બાળકો છે. છોકરાનું નામ તથ્ય વાકાણી છે અને છોકરીનું નામ હસ્તી વાકાણી છે.

દયાબેન એટલે કે દિશા વાકાણી વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કે એક વખત એશ્વર્યા રાય સાથે સ્ક્રીન શેર કરનાર દિશા વાકાણીએ સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પહેલા ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે, અને આ તસવીર તેના પુરાવા છે.