ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં IPL 2023માં પોતાના જલવા ફેલાવી રહ્યા છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર જાડેજા બોલ અને બેટ બંનેથી ધૂમ મચાવતા જોવા મળે છે. આ ઉપરાંત તે શ્રેષ્ઠ્સ ફિલ્ડિંગ માટે પણ જાણીતા છે.
રવિન્દ્ર જાડેજા કોઈ ઓળખના મોહતાજ નથી. પોતાની રમતની સાથે, તે પોતાની લાઈફસ્ટાઈલ અને પોતાના અંગત જીવનથી પણ ખૂબ હેડલાઇન્સ બનાવે છે. જણાવી દઈએ કે જાડેજા પરિણીત છે. તેના લગ્ન રીવા સોલંકી સાથે થયા હતા. બંને વર્ષ 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતા.
જાડેજાના પત્ની રીવા સોલંકી પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા, જ્યારે તેઓ ભાજપ તરફથી ધારાસભ્ય બની ચુક્યા છે. જણાવી દઈએ કે રીવાએ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામનગરથી ભાજપની ટિકિટ પર લડી હતી અને જીતી હતી. જાડેજાએ રીવા સાથે 17 એપ્રિલ 2016ના રોજ લગ્ન કર્યા હતા. બંને હસ્તીઓના લગ્નને હવે સફળ સાત વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ એ આપી બંનેને શુભકામનાઓ: તાજેતરમાં જ રવિન્દ્ર અને રીવાના લગ્નની 7મી વેડિંગ એનિવર્સરી હતી. આ ખાસ તક પર કપલને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ તરફથી શુભેચ્છાઓ પણ મળી હતી. બંનેની એક સુંદર તસવીર ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. તેની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, “વર્ષો સુધી સાથે અને પ્રેમ માટે! હેપ્પી એનિવર્સરી”.
જાડેજા અને રીવા ના લગ્ન ભવ્ય રીતે થયા હતા. બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. જાડેજાની પત્ની રીવા સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતાનું નામ હરદેવસિંહ સોલંકી છે, જેઓ બિઝનેસમેન છે. સાથે જ તેમની માતાનું નામ પ્રફુલ્લબા સોલંકી છે. તે ભારતીય રેલ્વેના કર્મચારી છે.
વર્ષ 2015માં રવિન્દ્ર માટે તેના પરિવારે છોકરી શોધવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેઓ લગ્ન કરવાની મનાઈ કરતા હતા. જોકે, આ દરમિયાન જાડેજાનું દિલ પોતાની બહેન નૈનાની મિત્ર પર આવી ગયું. જાડેજાની પત્ની રીવા જાડેજાની બહેન નૈનાની મિત્ર રહી ચુકી છે. ડિસેમ્બર 2015માં બંનેની મુલાકાત થઈ હતી.
એક પાર્ટી દરમિયાન બંનેની પહેલી મુલાકાત થઈ હતી. પહેલી મુલાકાતમાં જ બંને એકબીજા માટે કંઈક અનુભવવા લાગ્યા. એક વખત રીવાની પ્રસંશા કરતાં જાડેજાએ કહ્યું હતું કે, “રીવામાં તેમણે ‘આકર્ષણ, શિક્ષિત છોકરી અને સમજદારી’ જોઈ છે”. બંને વચ્ચે મિત્રતા હતી. વાતચીત વધી અને પછી વાત જલ્દી લગ્ન સુધી પહોંચી ગઈ.
એક પુત્રીના માતા-પિતા છે રવિન્દ્ર-રીવા: રવિન્દ્ર અને રીવા લગ્ન પછી એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. કપલની પુત્રીનું નામ નિધ્યાના છે. નિધ્યાનો જન્મ 8 જૂન 2017ના રોજ થયો હતો. ટૂંક સમયમાં કપલની પુત્રી 6 વર્ષની થઈ જશે.