41 વર્ષ પહેલા કંઈક આવી દેખાતી હતી રવીના ટંડન, ઋષિ-નીતૂ કપૂરના લગ્નમાં પહોંચી હતી, જુવો વાયરલ તસવીર

બોલિવુડ

રવિના ટંડન એક સમયે બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં શામેલ હતી. પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને તેની સુંદરતાની સાથે સાથે પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવ્યા છે. 90 ના દાયકામાં તેમણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. જોકે તે હવે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી છે.

રવિના ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તે અવારનવાર કોઈને કોઈ પોસ્ટ પણ કરે છે. તાજેતરમાં જ તેણે બોલિવૂડ સાથે જોડાયેલી એક મોટી પોસ્ટ કરી છે. અવારનવાર તે નવી તસવીરો અને વીડિયો શેર કરનારી રવિનાએ હવે દિગ્ગઝ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂરના લગ્નની તસવીર શેર કરી છે. રવીના માટે આ તસવીર ખૂબ જ ખાસ છે.

રવીના ટંડને તાજેતરમાં જ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે. આ તસવીર વર્ષ 1980 ની છે જ્યારે ઋષિ અને નીતુ કપૂરે સાત ફેરા લીધા હતા. આ તસવીરમાં નાની રવિના ટંડન પણ જોઇ શકાય છે. તસવીરમાં દૂલ્હા દિલ્હનના રૂપમાં નીતૂ અને ઋષિ જોવા મળી રહ્યા છે અને ઋષિની બરાબર આગળ જે નાની છોકરી જોવા મળી રહી છે તે રવીના છે. તસવીરમાં જમણી બાજિ જોશો તો સાંભાની ભુનિકા નિભાવનાર અભિનેતા મૈક મોહન પન જોવા મળી રહ્યા છે.

આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આશરે 40 વર્ષ જુની આ તસવીર પર ચાહકો ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહી છે. રવીનાએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે આ ફોટો શેર કરતાં લખ્યું, ‘આજે એક અનમોલ રત્ન મળી આવ્યો છે. જે એક લાંબા સમય પછી મળ્યો છે, પરંતુ તેનું ખાસ મહત્વ છે. થેન્ક યૂ જૂહી બબ્બર આ તસવીર શોધવા માટે. ચિન્ટુ અંકલ (ઋષિ કપૂર) આ તસવીર માટે મને વારંવાર પુછતા હતા પોતાની બાયોગ્રાફીમાં ઉપયોહગ કરવા માટે અને મારાથી તેની ઓરિજનલ તસવીર ખોવાઈ ગઈ હતી જે આજે મળી છે. તો આ જે ચિંટૂ અંકલની સામે છોકરી ઉભી છે તે હું છું. જો મને આ તસવીર થોડી વહેલા મળી ગઈ હોત તો તેને જોઈને ચિંટૂ અંકલ ખૂબ જ ખુશ થયા હોત. મારા માટે આ એક ખજાનો છે.’

રવીના દ્વારા આ તસવીર શેર કરવી અને તેની સાથે લ્કહેલી નોટથી સષ્ટ સમજી શકાય છે કે, રવીના ટંડન ઋષિ કપૂર સાથે એક ખાસ અને મહબૂત સંબંધ શેર કરતી હતી. આજ સુધી ઈંસ્ટાગ્રામ પર આ તસવીરને 61 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હવે આ દુનિયામાં નથી. ગયા વર્ષે 30 એપ્રિલે ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહ્યું હતું. તે કેન્સર જેવી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની યુ.એસ. માં સારવાર પણ થઈ અને તે લગભગ 11 મહિના યુ.એસ. માં રહ્યા પછી ભારત પરત ફર્યા, પરંતુ પાછળથી તેની તબિયત બગડી અને તેનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું.