47 વર્ષની થઈ રવીના ટંડન, આ અભિનેત્રીના નિધનને કારણે રાતોરાત બની હતી સ્ટાર

Uncategorized

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનને ‘મસ્ત મસ્ત ગર્લ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે 26 ઓક્ટોબરે રવિના પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 1974 ના રોજ મુંબઈમાં થયો હતો. રવીનાએ 1991માં ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મોમાં તેમને સાચી ઓળખ 1994 માં રિલીઝ થયેલી બે સુપરહિટ ફિલ્મો દિલવાલે અને મોહરા થી મળી.

મોહરાએ રવિનાને બનાવી સ્ટાર: મોહરા ફિલ્મ 1 જુલાઈ 1994ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એ રવિનાની લોકપ્રિયતામાં ખૂબ વધારો કર્યો હતો. તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ફિલ્મમાં રવીનાની સાથે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, ગુલશન ગ્રોવર, રઝા મુરાદ, નસીરુદ્દીન શાહ જેવા કલાકારો પણ હતા. ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી, સાથે જ તેના ગીત પણ સુપરહિટ રહ્યા હતા.

આટલા કરોડમાં બની હતી મોહરા: મોહરા ફિલ્મ લગભગ 3.75 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 12 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સાથે જ ફિલ્મ એ દુનિયાભરમાં 22.64 કરોડની કમાણી કરી હતી. જો આ કલેક્શનને આજના સમય મુજબ જોવામાં આવે તો તે લગભગ 200 કરોડથી વધુ છે. મોહરા 220 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. આ તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી, જેમાં પહેલા નંબર વન પર ‘હમ આપકે હૈ કૌન’ હતી. મોહરાને ફિલ્મફેર એવોર્ડ્સમાં 9 નોમિનેશન મળ્યા હતા.

રવીના પહેલા શ્રીદેવીને લેવાના હતા: ફિલ્મના રાઈટર શબ્બીર બોક્સવાલાને મોહરા ફિલ્મનો વિચાર જીમમાં આવ્યો હતો. ત્યાર પછી તેમણે ડાયરેક્ટર રાજીવ રાય અને પ્રોડ્યૂસર ગુલશન રાય સાથે ફિલ્મ પર કામ શરૂ કર્યું. જ્યારે કાસ્ટિંગ શરૂ થયું ત્યારે પહેલું નામ શ્રીદેવીનું આવ્યું, જોકે ત્યારે તે ‘ચંદ્રમુખી’ ફિલ્મમાં વ્યસ્ત હતી તેથી તેમણે મોહરામાં કામ કરવાની મનાઈ કરી હતી.

દિવ્યા ભારતીએ કર્યું હતું 5 દિવસનું શૂટિંગ પરંતુ…: દિવ્યા ભારતીને શ્રીદેવીની હમશકલ કહેવામાં આવતી હતી. આવી સ્થિતિમાં જ્યારે શ્રીદેવીએ મોહરામાં કામ કરવાની ના પાડી, ત્યારે દિવ્યા ભારતીને કાસ્ટ કરવામાં આવી. તેમણે 5 દિવસ સુધી શૂટિંગ પણ કર્યું હતું, પરંતુ પછી 5 એપ્રિલ, 1993ના રોજ રહસ્યમય સંજોગોમાં બિલ્ડિંગ પરથી પડીને તેનું મૃત્યુ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં મેકર્સ ફરીથી બીજી હિરોઇનની શોધ કરવા લાગ્યા.

રવિનાએ મોહરામાં કર્યું સુંદર કામ: દિવ્યાના મૃત્યુ પછી મેકર્સે ઘણી હિરોઈનોના નામ પર વિચાર કર્યો અને અંતે રવિના ટંડનનું નામ ફાઈનલ થયું. રવિનાએ પણ આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો અને પોતાની સુંદર એક્ટિંગથી ફિલ્મમાં જીવ લાવી દીધો. દર્શકોને ફિલ્મમાં રવિનાનું કામ ખૂબ પસંદ આવ્યું. ખાસ કરીને રવિનાના ડાન્સે દરેકને દિવાના બનાવી દીધા હતા.

આ રીતે બની ‘મસ્ત મસ્ત ગર્લ’: મોહરાનું ગીત ‘તુ ચીઝ બડી હૈ મસ્ત’ ખૂબ જ પ્રખ્યાત થયું હતું. આ ગીત આજે પણ લોકોની જીભ પર છે. આ ગીત પછી લોકો તેને ‘મસ્ત મસ્ત ગર્લ’ કહેવા લાગ્યા. આ ગીત મૂળ રીતે ફતેહ અલી ખાનની કવ્વાલી દમ મસ્ત કલંદર મસ્ત-મસ્ત પર આધારિત હતું.

ફિલ્મનું એક અન્ય ગીત ‘ટિપ ટીપ બરસા પાની’ પણ ખૂબ જ પ્રખ્યાત થયું હતું. આ ગીતમાં અક્ષય કુમાર અને રવિના ટંડને આગ લગાવી દીધી હતી. ગીતના શૂટિંગ સમયે રવિનાને 102 ડિગ્રી તાવ આવ્યો હતો. આ ગીતને અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ માટે પણ રીક્રિએટ કરવામાં આવ્યું છે. આ વખતે અક્ષય સાથે ગીતમાં કેટરિના કૈફ હશે.