આટલો મોટો અને હેંડસમ બની ગયો છે રવીનાનો પુત્ર રનબીર, હીરો બનશે તો કરી દેશે ઘણા અભિનેતાની છુટ્ટી, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી રવિના ટંડન આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. 47 વર્ષની ઉંમરમાં પણ રવિના પોતાની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરે છે. તે લગભગ 30 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ છે. જોકે, હવે રવિના માત્ર સાઈડ અથવા સપોર્ટિંગ રોલમાં જ જોવા મળે છે.

રવીના ટંડને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1991માં આવેલી ફિલ્મ પથ્થર કે ફૂલથી કરી હતી. વર્ષ 1991માં આવેલી આ ફિલ્મમાં રવીના સાથે અભિનેતા સલમાન ખાને કામ કર્યું હતું. આ ફિલ્મ પછી રવિનાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

90ના દાયકામાં રવિના ટંડને ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની એક્ટિંગ, તેનો ડાંસ અને તેની સુંદરતા દરેક દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. પોતાની કારકિર્દીમાં ઘણી લોકપ્રિયતા અને સફળતા મેળવ્યા પછી, રવિના લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. તેણે વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા.

રવિનાનો પતિ અનિલ એક બિઝનેસમેન છે. તે એક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર છે. બંનેની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. બંને લગ્નના બંધનમાં બંધાયા પછી બે બાળકો, એક પુત્રી અને એક પુત્રના માતા-પિતા બન્યા હતા.

આ કપલની પુત્રીનું નામ રાશા થડાની અને પુત્રનું નામ રનબીર થડાની છે. રવીનાની પુત્રી રાશા બિલકુલ તેના જેવી જ લાગેછે અને તે તેની માતા જેટલી જ સુંદર પણ છે. તેની ચર્ચા અવારનવાર થતી રહે છે, જોકે હાલમાં અમે તમને રવીનાના પુત્ર રણબીર વિશે વાત કરીશું.

તાજેતરમાં જ રવિના ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ જોવા કતાર પહોંચી હતી. FIFA વર્લ્ડ કપ 2022 ની ટાઈટલ મેચ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ જીત મેળવી હતી. આ મેચને અન્ય ઘણા સ્ટાર્સે પણ સ્ટેડિયમમાં જોઈ હતી. સાથે જ રવિના પણ તેના પુત્ર રણબીર સાથે જોવા મળી હતી.

રવિનાએ ઘણી તસવીરો અને વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. તેમાં તેની સાથે તેનો પુત્ર પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રવિનાએ લખ્યું હતું કે, “બીજો દિવસ! ફિફામાં ફાઇનલ! શું એક ગજબની રોમાંચક મેચ! શ્રેષ્ઠ સીટ! ઇલેક્ટ્રિક વાઇબ! #messimagic, ઘરમાં સૌથી સારી સીટ! પુત્ર ખુશ! તમે બીજું શું ઈચ્છો છો! , #motheroftheyear મારો પુત્ર ઓફિશિયલ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર”.

ફીફા વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન જ્યાં રવિના ટંડન સફેદ રંગના કપડામાં જોવા મળી હતી, તો તેના પુત્રએ બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું. માતા-પુત્રની આ જોડીએ સ્ટેડિયમમાં બેસીને ફાઇનલ મેચની મજા લીધી અને આ યાદગાર ક્ષણ રવિનાએ પોતાના ફોનના કેમેરામાં કેદ કરી હતી.

વાત હવે રવીનાના વર્ક ફ્રન્ટની કરીએ તો તે છેલ્લે ફિલ્મ KGF 2માં જોવા મળી હતી. તેમાં તેણે રમિકા સેનની ભૂમિકા નિભાવી હતી. આ સાથે જ તે ફિલ્મ ઘુડચડી માં પણ જોવા મળવાની છે.