રવીના ટંડન એ ખાસ સ્ટાઈલમાં પુત્ર રણબીર નો સેલિબ્રેટ કર્યો બર્થડે, જુવો રવીના એ શેર કરેલો રણબીરના બાળપણનો સુંદર વીડિયો

બોલિવુડ

બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડનને ‘મસ્ત-મસ્ત ગર્લ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. રવિના ટંડને પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. દર્શકો તેની એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતાના પણ દીવાના છે. રવીના ટંડન ભલે હવે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ દુનિયાભરમાં તેના ચાહકોની સંખ્યા લાખો-કરોડોમાં છે. આજે પણ ચાહકો અભિનેત્રીને ખૂબ પસંદ કરે છે.

90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. રવિના ટંડનની ઉંમર 47 વર્ષ છે, પરંતુ આ ઉંમરમાં પણ તે કોઈ યુવા અભિનેત્રીને ટક્કર આપે છે. જણાવી દઈએ કે રવિના ટંડને વર્ષ 2004માં બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આ કપલ વચ્ચે આજે પણ અતૂટ પ્રેમ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે રવિના ટંડનની ઉંમર 21 વર્ષની હતી ત્યારે તે માતા બની હતી. તેણે બે પુત્રીઓ છાયા માલને અને પૂજા માલનેને દત્તક લીધી. આ બંને તેમના દૂરના કઝિન ભાઈની પુત્રીઓ હતી જેનું દુઃખદ અવસાન થયું હતું, ત્યાર પછી અભિનેત્રી રવિના ટંડને જ છાયા અને પૂજાનો ઉછેર કર્યો. સાથે જ જ્યારે રવિના ટંડને અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા, ત્યારે થોડા વર્ષો પછી, રવિના અને અનિલે બે બાળકોનું પોતાના જીવનમાં સ્વાગત કર્યું, જેમના નામ રણબીર અને રાશા છે.

 

View this post on Instagram

 

A post shared by Raveena Tandon (@officialraveenatandon) 

રવિના ટંડને આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો પુત્ર રણબીરનો જન્મદિવસ: હવે રવિના ટંડને 12 જુલાઈ 2022ના રોજ પોતાના પુત્ર રણબીરનો 15મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ ખાસ પ્રસંગ પર, તેની માતાએ તેને ઘણી સુંદર રીતે અભિનંદન આપ્યા. રવિના ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વિડિયો શેર કર્યો છે, જેમાં માતા અને પુત્રની અનસીન તસવીરો જોઈ શકાય છે. આ સુંદર વીડિયોમાં રણબીરની તેના પિતા અનિલ થડાની સાથેની કેટલીક તસવીરો પણ છે. રવિના ટંડને આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં ખૂબ જ ઈમોશનલ નોટ પણ લખી છે.

અભિનેત્રીએ લખ્યું કે, “મારા પુત્રને જન્મદિવસની શુભેચ્છા. તમે મારી તાકાત છો, મારો પ્રેમ, મારો ચમકતો તારો! જીવનનો એક સંબંધ, જ્યારે મેં તમને પહેલી વખત ખોળામાં લીધા હતા અને હવે હું તમને ગાલ પર ચુંબન કરવા તૈયાર છું. તમે હંમેશા મને ગર્વ આપ્યું છે, લવ યૂ માય બેબી બોય. @ranbirthadani.”

સાથે જ આ પહેલા “પિંકવિલા” સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે રવિના ટંડનને તેના જીવનની અત્યાર સુધીની કેટલીક યાદગાર ક્ષણો વિશે જણાવવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે અભિનેત્રીએ આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે ઘણી બધી અદ્ભુત યાદો છે અને તેમાંથી કેટલીકને પસંદ કરવી મુશ્કેલ છે. છતાં પણ અભિનેત્રીએ પૂજા અને છાયાને દત્તક લેવી, તેના પતિ અનિલ થડાની સાથે લગ્ન કરવા અને બે બાળકો રણબીર અને રાશાનું તેમના પરિવારમાં સ્વાગત કરવા જેવી ક્ષણોનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રી એ આ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ચાર બાળકોની માતા હોવાથી તેને એક અલગ જ પોઝિટિવિટી અને તાકાત મળે છે.