‘રામાયણ’ ના રાવણનું 82 વર્ષની ઉંમરમાં થયું નિધન, 300 ફિલ્મોમાં કર્યું છે કામ, જાણો તેમના નિધનનું કારણ

મનોરંજન

આજે સવારે મનોરંજન દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. નાના પડદાની ઐતિહાસિક સીરીયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. 82 વર્ષની ઉંમરે તેમણે છેલ્લો શ્વાસ લીધો. આ સમાચાર સામે આવતાની સાથે જ અભિનેતાના ચાહકોનું દિલ તૂટી ગયું. સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અને કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે અરવિંદ તિવારીએ મંગળવારે રાત્રે જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે તેમના નિધનની ઘોષણા થઈ હતી. તેમના એક નજીકના સંબંધી ડારે માહિતી આપતા જણાવ્યું હતું કે અરવિંદ ત્રિવેદીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. આજે મુંબઈમાં સંપૂર્ણ વિધિ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ દિગ્ગઝ અભિનેતાના નિધનની મહિતી આપી અને કહ્યું કે, “મંગળવારે (5 ઓક્ટોબર) રાત્રે 10 વાગ્યે તેમનું નિધન થઈ ગયું છે. ચાચાજી છેલ્લા કેટલાક વર્ષોથી સતત બીમાર હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમની તબિયત થોડી વધુ ખરાબ રહેવા લાગી હતી. આવી સ્થિતિમાં તેમને બે-ત્રણ વખત હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિના પહેલા જ તે ફરી એક વખત હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતા. મંગળવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે કાંદિવલીમાં આવેલા પોતાના ઘરમાં જ દમ તોડ્યો.”

રામાયણે ઘર-ઘરમાં અપાવી ઓળખ: જે રીતે ‘રામાયણે’ ભગવાન શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણજી અને હનુમાનજીની ભૂમિકા નિભાવતા કલાકારોને ઘર-ઘરમાં પ્રખ્યાત કરી દીધા હતા, તેવી જ રીતે રાવણની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદી પણ ખૂબ જ પ્રખ્યાત થયા હતા. તેમની એક્ટિંગ જોઈને દરેક તેમના દિવાના થઈ ગયા હતા. તેમણે ‘લંકેશ’ રાવણના પાત્રને જીવંત કર્યું હતું.

નોંધપાત્ર છે કે ‘રામાયણ’ વર્ષ 1987 અને 1988 માં દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. ટીવી પર જ્યારે આ સિરિયલ આવતી હતી, ત્યારે લોકો તેમના બધા કામ છોડીને તેને જોતા હતા. અરવિંદ ત્રિવેદીએ રાવણનું નકારાત્મક પાત્ર નિભાવ્યા પછી પણ દર્શકોનો ખૂબ પ્રેમ મેળવ્યો અને ખૂબ પ્રશંસા મેળવી. લોકો આજે પણ તેમને આ પાત્ર માટે યાદ કરે છે.

અરવિંદ ત્રિવેદી 82 વર્ષના હતા. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાં 8 નવેમ્બર 1938 ના રોજ તેમનો જન્મ થયો હતો. નોંધપાત્ર વાત છે કે અરવિંદ ગુજરાતી સિનેમાના એક મોટા અભિનેતા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. સાથે જ તે ગુજરાતી અને હિન્દી ભાષાની 300 ફિલ્મોમાં પોતાની એક્ટિંગની કુશળતા બતાવી ચુક્યા હતા.

ગુજરાતી ભાષામાં તેમણે મોટાભાગે ધાર્મિક અને સામાજિક ફિલ્મોમાં કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મોના તે ધીમે ધીમે પ્રખ્યાત ચેહરો બની ગયા હતા અને તેમણે તેમના 4 દાયકા એટલે કે 40 વર્ષ ગુજરાતી સિનેમાને આપ્યા. ગુજરાતી સિનેમામાં તેમનું યોગદાન કેવું હતું, તે વાતનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ એક્ટિંગ માટે 7 એવોર્ડ અરવિંદ ત્રિવેદીએ પોતાના નામે કર્યા હતા.

રાજકારણમાં પણ અજમાવ્યો હાથ, બન્યા સાંસદ: અરવિંદ ત્રિવેદી રાજકારણમાં પણ હાથ અજમાવી ચુક્યા હતા અને તે સાંસદ રહી ચુક્યા હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી તેમણે ચૂંટણીના મેદાનમાં પગલું ભર્યું હતું. વર્ષ 1991 માં તે ભાજપથી સાબરકાંઠા નિર્વાચન ક્ષેત્રથી સાંસદ સભ્ય તરીકે ચુંટાયા હતા. આ બેઠક પરથી અરવિંદ ત્રિવેદી 1996 સુધી સાંસદ રહ્યા.

ઉડી ચુકી હતી નિધનની અફવા: જણાવી દઈએ કે આ પહેલા આ વર્ષે મે મહિનામાં અરવિંદ ત્રિવેદીના નિધનની અફવા પણ ઉડી હતી. ત્યાર પછી તેમના ભત્રીજા કૌસ્તુભે સામે આવીને આ અફવાઓને બ્રેક આપ્યો હતો. સાથે જ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા નિભાવનાર અભિનેતા સુનીલ લહેરીએ પણ ચાહકોને ખોટા સમાચાર વિશે જાણકારી આપી હતી.